બોલીવૂડ એક્ટર આમિર ખાને તાજેતરમાં હિંદુ રીત રિવાજ પ્રમાણે પોતાની ઓફિસરમાં કળશ પૂજા કરી હતી. આ ખાસ પ્રસંગે તેની એક્સવાઈફ કિરણ રાવ પણ જોવા મળી હતી. નહેરુ ટોપી, શાલ અને ભાલે તિલક લગાવીને આમીર ખાને હિંદુ રિત રિવાજ સાથે પૂજા કરી હતી. ચાહકોએ આ તસવીરો પર રિએક્શન પણ આપ્યું હતું અને કેટલાંક યુઝર્સે આમિરની તુલના શક્તિ કપૂર સાથે કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે તેને જ્યાં સુધી નામ ના વાંચ્યું ત્યાં સુધી તેને એમ જ લાગ્યું કે તે શક્તિ કપૂર છે. અન્ય એકે કહ્યું હતું કે આમિરે શક્તિ કપૂરના લુકને કૉપી કેમ કર્યો?