રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ લીધો મોટો નિર્ણય, આ ઉમેદવારને સમર્થન આપશે…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હી અને પંજાબમાં સત્તારૂઢ પક્ષ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા ઉમેદવારને સમર્થન આપવું એ અંગેનો નિર્ણય જાહેર કર્યો છે.
શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ પક્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, પંકજ ગુપ્તા, રાઘવ ચઢ્ઢા વગેરે હાજર રહ્યા હતા. નોંધનીય છે કે ‘આપ’ એકમાત્ર બિન-ભાજપ, બિન-કોંગ્રેસી પાર્ટી છે જેની બે રાજ્ય (દિલ્હી અને પંજાબ)માં સરકાર છે. આમ આદમી પાર્ટીના આ બે રાજ્યમાંથી રાજ્યસભામાં 10 સાંસદ છે, જેમાં દિલ્હીના ત્રણ અને પંજાબના 7 સાંસદ છે. આ ઉપરાંત પાર્ટીના પંજાબમાં 92, દિલ્હીમાં 62 અને ગોવામાં બે ધારાસભ્ય છે. સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે.
આમ આદમી પાર્ટીના આ નિર્ણય બાદ હવે પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને મત આપશે. દ્રૌપદી મુર્મુ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.