AAPની તૈયારી: વિધાનસભા ચૂંટણીને લઇ આમ આદમી પાર્ટીએ 1100 સોશિયલ મીડિયા વોરીયર્સની નિમણુક કરી

આપણું ગુજરાત

Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન વધુને વધુ મજબુત કરી રહી છે. આમ આદમી પાર્ટી ભજપની માફક જ વિશાળ અને મજબુત સંગઠન બનાવવાની જાહેરાત કરી હતી. AAPના સંગઠનમાં 9,500થી વધુ હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આજે સંગઠનના વધુ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આજે જાહેર કરેલી યાદીમાં 2100 જેટલા હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. આધુનિક રીતે ચૂંટણી પ્રચાર કરવા આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર વધુ ભાર મુક્યો છે. આજે જાહેર કરેલા 2100 હોદ્દેદારો માંથી 1100 ને સોશિયલ મીડિયા વોરિયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આજે સંગઠનની યાદી જાહેર કરી હતી. 1100 જેટલા સોશિયલ મીડિયા વોરિયર જાહેર કરવામાં આવ્યા છે. સફીન હસનને સોશિયલ મીડિયાના સ્ટેટ ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે અરવિંદ ગામીતને કોર્પોરેટ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. તમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ત્રીજી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી ભાજપના ગઢને સર કરવા વિશાળ સંગઠન ઉભુ કરી રહી છે. AAP દ્વારા લોકોને કાર્યકર્તા તરીકે જોડવા મિસકોલ અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 2.85 લાખથી વધુ લોકો જોડાયા છે. જે પણ વ્યક્તિ મિસકોલ કરે છે તેને સામેથી આમ આદમી પાર્ટી દ્વારા ફોન કરી તમામ માહિતી મેળવવામાં આવે છે અને સક્રિય કાર્યકર્તા તરીકે જોડવા વિનંતી કરાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.