Homeઆપણું ગુજરાતઆમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી, ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી...

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી, ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશેએ પ્રશ્ન યથાવત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવના થોડા દિવસ પહેલા જ ભાજપે પોતાના 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP)એ પણ ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. 14મી યાદીમાં આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 179 બેઠક પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે માત્ર ત્રણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે AAPના મુખ્યપ્રધાન પદના ચેહરા ઇસુદાન ગઢવી કઈ બેઠક પર ચૂંટણી લડશે એ નક્કી નથી.

14મી યાદીમાં જાહેર કરાયેલા નામ:
થરાદથી વિરચંદભાઈ ચાવડા
જામનગર દક્ષિણથી વિશાલ ત્યાગી
જામજોધપુરથી હેમંત ખાવા
તાલાલાથી દેવેન્દ્ર સોલંકી
ઉનાથી સેજલબેન ખુટ
ખંભાતથી અરૂણ ગોહિલ
કરજણથી પરેશ પટેલ
જલાલપોરથી પ્રદીપકુમાર મિશ્રા
ઉમરગામથી અશોક પટેલ

RELATED ARTICLES

Most Popular