Homeઆપણું ગુજરાતઆમ આદમી પાર્ટીના ઉમેદવારે ડિપોઝિટમાં ₹10,000 ના સિક્કા આપ્યા

આમ આદમી પાર્ટીના ઉમેદવારે ડિપોઝિટમાં ₹10,000 ના સિક્કા આપ્યા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાતો થઈ ચૂકી છે અને ઉમેદવારો એક પછી એક ઉમેદવારી પત્ર દાખલ કરવા જતા હોય છે. કોઈ ઘોડા પર જાય છે તો કોઈ બેન્ડવાજા સાથે જાય છે તો કોઈ સાદી સીધી સાયકલ પર જાય છે. આમ આદમી પાર્ટીના વડોદરાના સયાજીગંજ વિધાનસભા બેઠકના ઉમેદવાર સ્વેજલ વ્યાસે કંઈક અલગ જ કર્યું  ઉમેદવારી પત્ર ભરતા સમયે આપવાની ડિપોઝિટના રૂ.10,000 તેમણે સિક્કાના રૂપમાં આપ્યા હતા. આ જોઈને ત્યાં હાજર સૌ ચોંકી ગયા હતા.

આના કારણ તરીકે તેમણે જણાવ્યું હતું કે હું એક આમ આદમી છું અને આ ડિપોઝિટના પૈસા પણ મેં લોકો પાસેથી ઉછીના લઈને કે માંગીને એકઠા કર્યા છે. આથી મને આ સિક્કાના રૂપમાં મળ્યા છે અને આ જ પૈસા હું ડિપોઝિટ તરીકે આપવા આવ્યો છું.

સ્વેજલ વ્યાસ ની બેઠક સયાજીગંજ એ વડોદરાની ખૂબ પ્રતિષ્ઠિત બેઠક માનવામાં આવે છે. અહીં આ ચૂંટણીમાં જબરી ટક્કર થશે કારણ કે કોંગ્રેસના આક્રમક અને ખૂબ જ સક્રિય અમી રાવત, ભાજપના મેયર કેયુર રોકડિયા આ બેઠક પરથી લડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સ્વેજલ વ્યાસ તેમને કેવી ટક્કર આપશે તે ચૂંટણીના પરિણામો દર્શાવશે.

RELATED ARTICLES

Most Popular