આજે આટલું જ – શોભિત દેસાઈ

એક તો ગયા રવિવારના વિરામ બદલ તમને મિચ્છામી દુક્કડમ્ અમેરિકાથી સવા બે મહિના બાદ પાછા આવવાના અને આવીને પાછા અવાજના-પેટ્રોલના પ્રદૂષણનો પાછો સતત સામનો કરવાના ઉદ્વેગ સાથે જ સમગ્ર શરીર પર અને શરીરની અંદર પણ ચોળાતી ભારતીયતાનો આનંદ અને ઉંયિં હફલમાંથી સત્વરે મુક્તિ ન મેળવી શકાયાને લીધે અત્યંત વહાલાં વાચકમિત્રોના નયનસ્પર્શથી વંચિત રહી જવાયું.
છે વાત એમ કે પગને જવું’તું કાશીએ
પણ એને ચાલવા દીધા નહીં કપાસીએ
– રમેશ પારેખ
જી હા… આમિશ લોકો, આમિશ રહેણીકરણી, ફિલાડેલ્ફિયાથી ૬૦-૭૦ માઇલ દૂરની આમિશ વસાહત.
આમિશ પ્રજાની શૈક્ષણિક ઢબ કે જેમાં માત્ર ૮ ધોરણ સુધી જ માત્ર અંકગણિત-ભાષાઓ અમેરિકન ભૂગોળ – ધર્મ સુધીના જ ભણતરની ઇજાજતને લીધે માતાઓને (ઘણા ખરા પિતાઓએ પણ)વધુ પડતી અપેક્ષાઓને કારણે ઘેરી વળતા ડાયાબિટીશ, બી.પી., થાઇરોઇડમાંથી આપોઆપ મુક્તિ તો મળી જ જાય છે. પણ બીજી ખાસ મહત્ત્વની નવી ઢબ છે આમિશ પ્રજાની જીવનસાથીની પસંદગીની….
આમિશમાં કશું આકસ્મિક છે જ નહીં. યુવાન છોકરા-છોકરી ૧૬-૧૭-૧૮ વર્ષની ઉમ્મરે પસંદ કરે એકબીજાને અને બે વરસ સુધી ઉફશિંક્ષલ માં વ્યસ્ત રહ્યા બાદ જ લગ્ન કરી શકે… જીવનની મૂળભૂત સમજણ અને અન્યોન્યની શક્તિ અને મર્યાદા (બહુવચનમાં)નો પૂરેપૂરો કયાસ કાઢી લીધા પછી સંસાર નામના ગ્રહમાં ભ્રમણ થઇ શકે. તમને ખ્યાલ આવે છે. આ પ્રથાને લીધે દામ્પત્ય જીવનની કેટલી બધી નકારાત્મકમાંથી મુક્તિ મળે છે. એનો ‘ચટ મંગની ઔર પટ શાદી’ કહેવત આમિશે પ્રવેશવા જ નથી દીધી કે જેમાંથી કોઇ પ્રેરણા મેળવી શકે… જન્મો, ૮ ધોરણ સુધી ભણો, ભણતા ભણતા અથવા ભણતર પતાવીને જીવનસાથી પસંદ કરો. બે વરસ સાથે હરો-ફરો અને પછી પરણો… કદાચ ડસ્ટીન હોફમેન-મેરીલ સ્ટ્રીપની મલ્ટી એકેડેમી ઍવોર્ડ વીનર ફિલ્મ સફિળયહ ુત સફિક્ષયિ અને નસીર શબાનાની ફિલ્મ ‘માસૂમ’ પર આમિશ વસાહતમાં પ્રતિબંધ લાગ્યો હોય તો નવાઇ નહીં, કારણ કે અહીંયા મશદજ્ઞભિયની છૂટાછેડાની પરવાનગી જ નથી. એકવાર લગ્ન થઇ ગયા એટલે બેમાંથી એક અવસાન પામે તો જ ફરી લગ્ન થઇ શકે. મર્યાદાઓથી સંપૂર્ણ પરિચિત થઇ અમર્યાદ જિંદગી જીવવાનો આ અભિગમ તમને કેવો લાગ્યો!?
સીમાઓને સ્વીકારી જઇએ અસીમમાં, ચલ…
સીમાઓ તારી પણ છે, સીમાઓ મારી પણ છે.
તો… અહીં સુધી તો આપણે આમિશ સફરમાં જડબેસલાક પહોંચ્યા. દામ્પત્ય જીવનની શરૂઆત તો થઇ ગઇ. હવે થોડા હમારા થોડા તુમ્હારા એક પછી એક બચપન આવવા માંડ્યા. વંશાવલી વિસ્તૃત બનવા માંડી. એમ કરતાં ઉંમર જૈફ બનવા માંડી, કપાળ પર તયક્ષશજ્ઞિ ભશશિંલયક્ષ ના જ્ઞિંડ્ઢજ્ઞજ્ઞત ચીતરાવા માંડ્યા, હવે? આ હવેનો મુદ્દો એટલો સંવેદનશીલ છે, પેઢીઓ સાથેના ઘર્ષણના સંદર્ભમાં તો આવા અગમચેત વડીલ યુગલને રહેવા માટે એક નાનકડા ઘરનું નિર્માણ કરવામાં આવે છે, એમના જ જ્ઞાતિજનો દ્વારા અને એ ય વડીલો માટે રાખવામાં આવેલી અનામત જમીન ઉપર… જયારે પણ ઇચ્છા થાય ત્યારે ચર્ચમાં લઇ જવા-લાવવાની જ્ઞાતિજનો દ્વારા જ પૂરી પડાતી સગવડ સાથે… ટૂંકમાં તમે લગભગ સરેરાશ ૫૦-૬૦ વર્ષના સહવાસને કારણે એકબીજાથી એટલા ટેવાઇ ગયા હો કે તમને વિચારો પણ એકબીજાના જ આવ્યા કરતા હોય! બધું જ સાથે… બધું…બધું જ સાથે જ.
પસીના મૌત કા માથે પે આયા આઇના લાઓ હમ અપની જિંદગી કી આખરી તસ્વીર દેખેંગે
આજે આટલું જ.

Google search engine