Homeઉત્સવદુષ્યંતકુમાર ૧૯૩૩-૧૯૭૫ (૩)

દુષ્યંતકુમાર ૧૯૩૩-૧૯૭૫ (૩)

આજે આટલું જ – શોભિત દેસાઈ

ઓહોહોહો !!! આ કમબખ્ત મન, જ્યાં ઇર્ષ્યા અને દ્વેષના રોજેરોજના, વર્ષોથી સાફ કરાયા વગરના ઢગલે
ઢગલા ખડકાયા કરે છે, ત્યાં રજપુતાણીઓની પોતાના યુદ્ધમાં ખપી ગયેલા પતિ પાછળ આગમાં કૂદી પડવાની
રસમ હતી એ જૌહરનું આયોજન કરીએ અને એમાં વેર, અહંકાર નામના નપાવટોને સાથે બાળી નાખીએ
અને પછી એ મનને એવો પરમ આત્મા બનાવીએ જે માણસને પૂજતો હોય. ઇર્ષ્યા, દ્વેષ, વેરભાવના, અહંકાર વગરના માણસને પૂજતો હોય એવો પયગંબર બનાવી દઇએ મનને. એક નાનકડી કાયાની ચોમેર ઊભેલા ઇર્ષ્યાના ધીટ પહાડો પીગળવા જોઇએ અને એ પહાડોની ચોટીમાંથી પ્રેમની પવિત્ર ગંગાનું અવતરણ અનિવાર્ય છે. હવે…
હો ગઇ હૈ પીર પર્વત-સી પિઘલની ચાહિએ,
ઇસ હિમાલય સે કોઇ ગંગા નિકલની ચાહિએ
કમનસીબી તો જુઓ કે આટલા અથાગ પ્રયત્નો પછી દીવાલો પરદાની માફક હાલવા લાગી, ધ્યેય હતું પાયાને હચમચાવવાનું…
આજ યહ દિવાર પર્દોકી તરહ હિલને લગી
શર્ત લેકિન થી કે યે બુનિયાદ હિલની ચાહિએ
અને હવે જે ત્રણ શેરને કોઇ જ વિવરણની જરૂર નથી એ…
હર સડક પર, હર ગલીમેં, હર નગર, હર ગાંવમેં
હાથ લહરાતે હુએ હર લાશ ચલની ચાહિએ
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં
મેરી કોશિશ હૈ કી યે સુરત બદલની ચાહિએ
મેરે સીનેમેં નહીં તો તેરે સીનેમેં હી સહી
હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ
આમ તો મને તવારીખો એટલે કે આંકડાકીય ઇતિહાસમાં જરાય રસ નથી જ પડતો ક્યારેય. પણ ૨૭ સપ્ટેમ્બર, ૧૯૩૩માં જન્મેલા દુષ્યંતકુમારની તવારિખ તપાસીએ તો એમ.એ. અને બી.એડ. દુષ્યંતકુમાર મધ્યપ્રદેશ સરકારના ભાષાવિભાગમાં નોકરીમાં હતા એ સમયમાં સરકારના અનેકવિધ ભવાડા અને આખરે ૨૫ જૂન, ૧૯૭૫ના એ Black day in India, sovereign democratic Republic, એ દિવસે જાહેર કરાયેલી Emergencyએ દુષ્યંતકુમારને શારી નાખ્યા, જેમાંથી હિન્દી ભાષાને કેટલીક અજરાઅમર ગઝલોનો ખજાનો તો પ્રાપ્ત થયો… અને જે ગઝલોએ દુષ્યંતકુમારના ગઝલસંગ્રહ સાયે મેં ધૂપને એકમેવ, શ્રેષ્ઠ, અણમોલ બનાવી તો દીધો… But at what cost!!! સરકારી સેવામાં રહ્યે રહ્યે સરકાર વિરોધી કવિતા લખવાના ગુન્હા હેઠળ (એ વખતે લોકશાહી? ભારતમાં? છટ્…! કિશોરકુમાર યાદ છે ને!) એમને સરકારના પ્રકોપનો ભાગ બનવું પડ્યું… તે ત્યાં સુધી કે કુમળુ કવિહૃદય આ પ્રકોપ ન જીરવી શકવાને કારણે કામ કરતું બંધ થઇ ગયું. ૩૦ ડિસેમ્બર, ૧૯૭૫… Emergencyના exact ૬ મહિના અને પ દિવસ પછી ૪૪ વર્ષની ઉમ્મરે દુષ્યંતકુમાર ‘છે’ માંથી ‘હતા’ થઇ ગયા…
હાલત શરીરની અને ચહેરો બધુ ખરાબ
થોડું ઘણું બધે અને અહીંયા વધુ ખરાબ
(હાલાત-એ-જીસ્મ, સુરત-એ-જાં ઓર ભી ખરાબ
ચારો તરફ ખરાબ, યહાં ઔર ભી ખરાબ)
પરમ આદરણીય નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદીએ મારી સ્મરણસંદુકને એવી ખોલી નાખી છે કે હવે એમને રૂબરૂ દુષ્યંતકુમારની એમણે ન સાંભળેલી બે ગઝલ જ્યાં સુધી નહીં સંભળાવું ત્યાં સુધી મને ચેન નહીં પડે…
આજે આટલું જ… ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -