Homeઉત્સવદુષ્યંતકુમાર ૧૯૩૩-૧૯૭૫ (૨)

દુષ્યંતકુમાર ૧૯૩૩-૧૯૭૫ (૨)

આજે આટલું જ – શોભિત દેસાઈ

એક ગુડિયાકી કંઇ કઠપૂતલીઓમેં જાન હૈ
આજ શાયર યે તમાશા દેખકર હૈરાન હૈ
તમે બિલકુલ સાચું વિચાર્યું… આ ગઝલ લગભગ ૧૯૭૨ના આસપાસ લખાઇ હશે… જ્યારે દેશ વિશે કંઇ પણ કરવાનું વિચારવાને બદલે સત્તાને એકહથ્થુ બનાવવા તરફની ગાડી પૂરપાટ હતી. ૧૯૭૧માં કાયમનું લાકડું ઘુસાડી દીધા બાદની મળેલી જંગી બહુમતીનો ઘોર દુરુપયોગ બેફામ ચાલતો હતો. પાર્ટીમાંથી પહેલાં જૂના જોગીઓની હકાલપટ્ટી અને પછી તો ખુશામતખોરોની નવી પાર્ટી જ બનાવી દેવામાં અને ચૂંટણી જીતવામાં સર્વસત્તાધીશ સફળ થઇ ગયા હતા. નવી ખુશામતખોરીયા પાર્ટીમાં પણ કેટલાક જ પ્રિય હતા અને બાકીનાએ તો yes man નો જ role play કરવાનો હતો. અહીં મુંબઇમાં textile millની strike (courtesy: Datta Samant) અને ત્યાં… એટલે કે દેશમાં railway strike (courtesy: Jyorge Fernandees) સદંતર નિષ્ફળ જવાને કારણે ભારતવાસીઓ પ્રતિદિન પેટ અને પીઠ એક થતા જોઇ રહ્યા હતા.
કલ નુમાઇશ મેં મિલા થા ચીંથડે પહને હુએ (સરઘસ)
મૈંને પૂછા નામ તો બોલા કી હિન્દુસ્તાન હૈ
મુંબઇનો સવાલ છે ત્યાં સુધી રુશ્વતખોર-લાંચિયા-ગજવાભરુ (ભલે ત્રણેયના અર્થ એક જ થાય, વાત પર ભાર વધારે આવશે) અર્ધસરકારી-સરકારી-કોન્ટ્રાક્ટરોની સાઠ-ગાંઠને લીધે પ્રજાએ કાયમના ખોદાયેલા-મરમ્મત પામતા- મેટ્રો માટે દસ વર્ષથી ચૂંથી નાખવામાં આવેલા મુખ્ય રસ્તાઓને લીધે ભોગવવી પડતી કાયમની અધધધ હાલાકી આ શેરમાં વાંચી જ શકશો તમે. જે આમ તો અડધેથી જ છોડી દઇશ પૈસા ચાંઉ કરી જવાયા હતા એ સમગ્ર દેશના ‘મહાન’ સુપુત્રને ઉદ્ેશીને લખાયો હતો…
ખાસ સડકે બંદ હૈ તબ સે મરમ્મત કે લીએ
યે હમારે વક્ત કી સબસે બડી પહચાન હૈ
માત્ર અને માત્ર ચાલતી અપરંપાર મંત્રણાઓ, દુર્ઘટના ઉપર બેસાડાતા કમિશન, કમિશન ઉપર બેસાડાતા કમિશન અને એની ઉપર બેસાડાતા કમિશનમાંથી ખવાતા કમિશનનું રાજકારણ તું નાદાન શું સમજવાનો!
મસ્લહત આમેઝ હોતે હૈ સિયાસત કે કદમ
તુ ન સમજેગા સિયાસત, તું અભી નાદાન હૈ
ઇસ કદર પાબન્દી-એ-મઝહબ કી સદકે આપ કે
જબ સે આઝાદી મીલી હૈ, મુલ્ક મેં રમઝાન હૈ
દેશમાં પાબંદીઓ,protected economyના સિદ્ધાંત દ્વારા લદાતા પ્રતિબંધ, મુક્ત ધંધાકીય આબોહવાના અભાવને લીધે દેશભરમાં આઝાદી પછી ફક્ત રમઝાનનું પ્રતિબંધિયું વાતારવણ જ ચાલી રહ્યું છે… વર્ષોથી…
પણ આ આટલું ય એટલે કહી શક્યો છું જાનના જોખમે કે મારામાં હું એકલો નથી રહેતો, કરોડો ભારતવાસીઓ પણ રહી રહ્યા (આમ ગુજરાતી) છે… મારી પ્રત્યેક ગઝલ સત્તાધીશોને નામ એક જાસાચીઠ્ઠી છે…
મુઝમેં રહતે હૈ કરોડો લોગ, ચૂપ કૈસે રહું?
હર ગઝલ અબ સલ્તનક કે નામ એક ઐલાન હૈ
હૃદયની અંદરની ભીંસામણને આવી સમર્થ અભિવ્યક્તિથી મઢનાર કવિ દુષ્યંતકુમાર… ત્યાગી અટક… જન્મ ૧૯૩૩થી… મોત ૧૯૭૫… ડિસેમ્બર ૩૦ Emergency લાદાયાના બરાબર ૬ મહિના અને ૬ઠ્ઠા દિવસે… મારા મંતવ્ય પ્રમાણે લગભગ ગાલિબની નજીક પહોંચી ગઇ હતી અને છે એમની લોકપ્રિયતા… લોકલાગણીનો અદ્ભુત પડઘો ઝીલ્યો છે. એમણે ગઝલમાં… અને આવડો સમર્થ… આટલો મોટો કવિ આ ગઝલમાં લોકનાયક જયપ્રકાશ નારાયણને આવી tribute આપે ત્યારે ખ્યાલ આવે નવી પેઢીને કે કોણ હતા જેપી…
એક બુઢા આદમી હૈ મુલ્કમેં, યા યોં કહો
ઇસ અંધેરી કોઠરીમેં એક રોશનદાન હૈ…
જો નવી પેઢી આ છેલ્લો શેર વાંચે/સાંભળે, તો.
આજે આટલું જ… ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular