આહારથી આરોગ્ય સુધી-ડૉ. હર્ષા છાડવા

છેલ્લાં ૫૦ કે ૬૦ વર્ષથી ઍલોપથી દવાના લોકો ગુલામ બનતા જાય છે. દિવસે દિવસે તેમાં વધારો થતો જાય છે. જેટલા ફળ-શાકભાજી માટે રૂપિયા નથી ખરચતા તેટલા દવા (ગોળી), સિરપ, ઈન્જેક્શન પાછળ ખરચે છે. આનો કોઈ લાભ છે ખરો?
જો સાચું સ્વાસ્થ્ય દવાઓથી મળતું હોય તો કોઈ પણ ડૉક્ટર, કેમિસ્ટ કે એમના પરિવારની કોઈ પણ વ્યક્તિ ક્યારેય બીમાર ન પડત, સ્વાસ્થ્ય ખરીદવાથી મળતું હોત તો સંસારમાં કે વિશ્ર્વમાં કોઈ પણ ધનવાન બીમાર ન હોત. સારું સ્વાસ્થ્ય ઈન્જેક્શનો, યંત્રો, ચિકિત્સાલયોના વિશાળ ભવનો, ગલી ગલી દવાખાનાંઓ, ડૉક્ટરની ડિગ્રીઓથી મળતું નથી. સ્વાસ્થ્ય તો રસાયણ મુક્ત ખાદ્ય-પદાર્થ, નિયમોનું પાલન,પાચન પ્રણાલી મુજબનો આહાર અને સંયમી જીવન જીવવાથી મળે છે.
શરૂઆતમાં તો ઍલોપથીની ઈલાજ પદ્ધતિથી લોકો દૂર ભાગતા, પણ થોડા સમય પછી એ ઘણી વ્યાપક બની ગઈ. ઘરના ઈલાજ ફાલતુ લાગતા. દવાઓ સરળતાથી ગળી જઈએ, પણ થોડા સમયમાં જ તેનાં દુષ્પરિણામો (સાઈડ ઈફેક્ટ) દૃશ્યમાન થવા લાગ્યાં. લોકો પણ ખરાબ પરિણામોને નજરઅંદાજ કરી ટીકડી (દવા)ઓનું સેવન આડેધડ કરવા લાગ્યા. આ બીમારીનો કાયમી ઈલાજ નથી. થોડા સમય માટે બીમારીને દબાવી રાખે છે પછી થોડા સમયમાં નવી નવી બીમારીઓથી ગ્રસ્ત થઈ જવાય છે.
નીરોગી રહેવા માટે કોઈ દવાઓની ગરજ નથી. જો ગરજ કે જરૂરત હોત તો કુદરત તેને કેપ્સૂલ કે ગોળીના રૂપમાં નિર્માણ કરત. કુદરતે આપણને નિર્માણ તો કર્યા છે, કુદરતી રીતે ભોજન માટે. દવા વેચવાની ગરજ તો ડૉક્ટરો-હકીમો ને દવાની ફેક્ટરી ચલાવવાવાળાને છે.
આ ડૉક્ટરી ઈલાજના જન્મદાતા હેપોક્રટસે છે પણ કહ્યું છે કે ‘ઋજ્ઞજ્ઞમ ફત ળયમશભશક્ષય‘. મોડર્ન ઔષધશાસ્ત્રથી બનતી દવાઓનાં દુષ્પરિણામોથી કોઈ અજાણ નથી પણ તે કેવી રીતે બને છે, તેમાં કયા પદાર્થ નાખવામાં આવે છે, તેની જાણ નથી. હજુ આપણો સમાજ આ વાતથી અજ્ઞાત છે. તો જાણી લો કે દવા કેવી રીતે બને છે? ડીઝલ, ઘાસતેલ, નાફતા, બેન્ડિન ટોલ્યુલીન, પેટ્રોલ, ફિનાઈલ, ફિનાઈલ પાઉડર, ઘાતક રસાયણ, ૯૨ ઓક્ટેન (હવાઈ જહાજનું ફ્યુઅલ)થી. કફ, ઉધરસની દવા તો (સિરપ) ઘાસતેલથી જ બને છે. ઘણી દવાઓમાં તો આલ્કોહોલ (દારૂ) ઉમેરવામાં આવે છે. રોજબરોજ આવી દવાઓ તો ઘર ઘરમાં લેવાય છે. માથાના દર્દની, શરદી, કફ, કબજિયાત અને ઍસિડિટીની દવાઓ તો બધાના ઘરના ડબ્બામાં હોય જ.
દવાઓની સાઈડ ઈફેક્ટ (દુષ્પરિણામો)
(૧) અક્ષફિંભશમ (ઍસિડિટીની દવા): આ દવાથી ઝાડા, કબજિયાત, ઊલટીની ભાવના, વગેરે.
(૨) મોર્ફિન: આ દવાથી મજ્જાતંતુની કાર્યશક્તિ ઘટે છે. થાક અને સુસ્તી લાગે છે.
(૩) મિથિલ કોપા: કબજિયાત થાય, નબળાઈ આવે, ચક્કર આવવાં, સુસ્તી વગેરે.
(૪) એસ્પિરિન: આને કારણે અલ્સર, રક્તવાહિની તૂટવી, ઝાડામાં લોહી નીકળતાં બવાસીર બીમારી થાય.
(૫) હાયફોલેઝિન: ત્વચા પર ડાઘા નીકળે, બી. પી. ઘટી જાય.
(૬) મોનો અમાઈન ઓક્સિડેન્ડ, થાલિડોમાઈડને લીધે ૧૯૬૦માં જર્મન અને યુરોપિયન દેશોમાં છ હજાર દર્દીઓના હાથ-પગ થીજી ગયા. પાચનક્રિયાના અવયવ, કાન, નાક, હૃદય અને ચહેરાની રક્તવાહિની તૂટી લોહી વહેવું.
(૭) સેલિસિલિક યુક્ત એસ્પિરિન (જે ટીકડી માથું-હાથ-પગ દુ:ખતાં ખાઓ છો): તેનાં દુષ્પરિણામ એ છે કે વિટામિન બી નષ્ટ થઈ જાય એટલે વિટામિન બીની ગોળી લો. મોઢામાં ઘા થઈ જાય, લોહક્ષાર નષ્ટ થઇ જતાં નબળાઇ (પાડુંરોગ) થાય. લાલ રક્તકણ ઘટી જાય. મૂત્રપિંડની (કિડની) ક્ષમતા ઘટી જાય અને હાથપગમાં સોજા આવી જાય.
(૮) ઝવફશહશમજ્ઞળશમય: પ્રેગ્નન્ટ લેડીને આપવામાં આવતી આ દવાથી ઙવજ્ઞભજ્ઞળયશફિં જેવી બીમારી થતી એટલે કે નવજાત બાળકને હાથ-પગ-કાન-નાક ન હોય, ફક્ત માંસનો ગઠ્ઠો જન્મે (આવા જનમનાર બાળકની ઘણી માતાઓએ આત્મહત્યા કરી).
(૯) હાઈ બ્લડપ્રેશરની દવાઓનું તો ઘણું મોટું લિસ્ટ છે. આ દવાઓથી ડાયાલિસિસ પર જવું એ નક્કી છે. ઘૂંટણનાં ઓપરેશન ઘણા દર્દીને કરાવવાં પડે છે. બીજી ઘણી સાઈડ ઈફેક્ટ તો નક્કી જ છે.
(૧૦) થાઈરોઈડની દવાઓથી ભુલકણા (લોસ મેમરી) થઈ જવાય. વજન વધતું જાય, શરીરમાં પાણી ભરાય (વોટર રિટેશન).
રોજબરોજ નવી નવી દવાઓનું નિર્માણ તો ચાલુ જ છે. કંપનીવાળા જ નવી નવી બીમારી બતાવીને લોકોને દવાની જાળમાં ફસાવે છે. લોકો ડરથી આવી દવાના આદિ બની જાય છે. વધુમાં તો ડૉક્ટરનો કોટ પહેરી જાહેરાત કરતાં નટ-નટીઓ, મોડલોની વાતમાં ફસાવું નહીં. આજે ફાર્મસી કંપનીઓ વધુ ને વધુ ધનવાન આપણી કમાઈ અને ડરને લીધે બની રહી છે.
આજની મોર્ડન બજારો ઍલોપથી, આયુર્વેદ, હોમિયોપેથી દવાથી ઊભરાય છે. ઊંટછાપ વૈદ્ય પણ જગ્યા જગ્યા પર બેઠા છે. બધી જ પથીની દવાઓ માનવોનું નિકંદન કાઢી રહી છે. બધી જ પથીઓની દવાની સાઈડ ઈફેક્ટ તો છે જ. આપણે અજાણતાં સેવન કરતા રહીએ છીએ અને જાણતા હોવા છતાં તેનાથી બચવાનો પ્રયાસ લેશમાત્ર કરતા નથી.
દવાઓનો પહેલાં પ્રયોગ પ્રાણીઓ પર થાય છે. તેઓ મૂંગાં હોવાથી કાંઈ કરી નથી શકતાં. ઘણી દવાઓ તો પ્રયોગ કર્યા વગર બજારમાં આવી જાય છે.
સારા સ્વાસ્થ્ય માટે શુદ્ધ કુદરતી આહાર જ વિકલ્પ છે. ચાલવું, દોડવું, મહેનતવાળું કામ જ સારા સ્વાસ્થ્યની જરૂરિયાત છે. ઉ

Google search engine