Homeતરો તાજાદાંતને રાજીનામું અપાવતી ટૂથપેસ્ટથી બચો

દાંતને રાજીનામું અપાવતી ટૂથપેસ્ટથી બચો

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ટૂથપેસ્ટો અને માઉથવોશમાં કેમિકલો જ વપરાય છે

શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરૂરી છે. મોઢું એ શરીરનું પ્રવેશદ્વાર છે. જો મોઢામાં જ રોગનું ઘર હોય તો, આખું શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે. દાંત અને પેઢાના રોગ થાય પછી સારવાર કરાવો તેના કરતાં પહેલેથી જ વ્યવસ્થિત સંભાળ લેવી જોઈએ. “સારવાર કરતાં સંભાળ સારી.
સતત મીઠો એટલે કે કેમિકલવાળી સાકરવાળા પદાર્થો ચોકલેટ, આઈસક્રીમ, કોલ્ડડ્રિંક મીઠાઈઓનો વપરાશના કારણે મોઢામાં કેટલીક જાતના બેકટેરિયા એસીડ બનાવે છે દાંતના સડા માટે જવાબદાર બેકટેરિયા (સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ અને એસીડોફીલસ-લેક્ટોબેસીલાઈ) જે ખોરાક તરીકે શર્કરાનો ઉપયોગ કરે છે અને નકામા પદાર્થ તરીકે શર્કરાનો ઉપયોગ કરે છે. દાંતના ખનીજ બંધારણને ઓગાળી નાખે છે અને દાંતમાં સડો પેદા કરે છે. દાંતનો સડો એક જ વખતમાં નથી થતો. તેનો ક્રમિક વિકાસ થતાં મહિના કે વર્ષ લાગે છે. તેનો આધાર ખાનપાનની ટેવ અને ખોરાકના પ્રકાર પર રહેલો છે.
દાંતને સડા કે પડી જવાથી બચાવવા વિટામિન અને ખનીજ તત્ત્વોથી ભરપૂર અને રેસાવાળો ખોરાક જરૂરી છે. દાંતને સાફ રાખવા પ્રાકૃતિક પદાર્થોનો ઉપયોગ થવો જોઈએ નહિ કે કેમિકલવાળી પેસ્ટ કે કેમિકલયુક્ત માઉથવોશ. બજારમાં મળતી સંખ્યાબંધ ટૂથપેસ્ટો અને માઉથવોશ ફક્ત ને ફક્ત ઘાતક કેમિકલો યુક્ત જ હોય છે. જે દાંતના સડા કે દાંતના રોગો કે દાંત વહેલા પડી જવાનું મુખ્ય કારણ છે. લોકો છતાં પણ પેસ્ટ અને માઉથવોશનો ઉપયોગ જ કરે છે. એટલે હર ગલી ગલીમાં દાંતના દવાખાના ઉઘડવા માંડયાં છે. સૌથી મોંઘી સારવાર છે.
ટૂથપેસ્ટો અને માઉથવોશમાં ફક્ત કેમિકલો જ વપરાય છે જેવા કે ફલોરાઈડ જે ૧૩૫૦ થી ૧૫૦૦ પી.પી.એમ વપરાય છે. જેને કારણે દાંતનું ઈનેમલ ખરાબ થઈ જાય છે. હાડકાં નબળાં બને છે. બી.પી. થઈ જાય છે. મોઢા પર ખીલ નીકળી આવે છે.
સોડિયમ લોરિયલ સલ્ફેટ – આનાથી બળતરાં અને જલન થાય છે. જીભમાં પણ બળતરાં થાય તેમ જ મોઢામાં અલ્સર થાય.
સોડિયમ મોનો ફ્લોરો ફોસ્ફેટ – પેટમાં ગેસ થાય.
પોટેશિયમ નાઈટ્રેટ – આનાથી એલર્જી થાય, શ્ર્વાસ લેવામાં તકલીફ, તાવ, ગળામાં સોજો, ચામડી પર રેસીસ, મોઢા પર, હોઠ પર, જીભ પર સોજા.
સોડિયમ એલ્ગિનેટ – આ બાઈડિંગ એજન્ટ છે. જેલી જેવું છે. ઝાડા થવા, ઊલટી થવી, કબજિયાત, પગનાં તળિયાં બળવા.
સોડિયમ મેટા ફોસ્ફેટ – અસ્થમા, એલર્જી, કફ, છાતીમાં ભરાવો, છાતી ભારે થવી, શ્ર્વાસ લેવામાં તકલીફ.
મેગ્નેશિયમ કાર્બોનેટ – આ એક પ્રકારનું નમક છે. આનાથી તાવ આવવો, છાતી ને ગળામાં તકલીફ, અવાજ ઘોઘરો થવો. ગળા અને હોઠ પર સોજા આવવા.
જિંકનમ – જથોમોનાસ કેપેસ્ટ્રિસ એક જીવાણુ છે તે વનસ્પતિ પર વિકસિત છે. જે ચીકણોદ્રવનો સ્ત્રીવ કરે છે. આ જીવાણુંને સૂકવી અને કચડીને ઉપયોગ પેસ્ટના ચીકણા દ્રવ્ય તરીકે ઉપયોગ થાય છે.
પાયરોફોસ્ફેટ – બાળકોને તાવ અને પેટ બગડવું, છાતી અને ગળામાં ભારેપણું લાગવું.
આવા ઘણાં રસાયણો જેવા કે સિલીકા, ટ્રેંગાકેથ, સિલિકા હાઈડ્રેટ, એન્ટી કેલકુલર એજન્ટ, ઓથલ સેલુલેમ્ડ, એથિલ પરબેન, મિથાઈલ પરબેન, પોલીથીન ગ્લાઈકોલ, ડિટરજન્ટ, સોરબીટોલ, બેકિંગ સોડા, કેલ્શિયમ ફોસ્ફેટ, ટ્રાઈક્લોસન, જિંક કલોરાઈડ પ્લાક, પ્રોપલીન ગ્લાઈકોલ, સ્ટેનસ કલોરાઈડ, મેગ્નેશિયમ સોલ્ટ, ઝાઈલિટોલ, મીઠાશ માટે સોડિયમ સેકરીન, ગ્લિસરીલ, જાઈલિટોલ, બ્લીચ જેવી કે ટાઈટોનિયમ ડાઈઓકસાઈડ ગંધ માટે આર્ટિફિશ્યલ નીલગીરી, ફુદીનો અને મેન્થોલનો ઉપયોગ થાય છે.
આવા ઘાતક રસાયણો યુક્ત ટૂથપેસ્ટો અને માઉથવોશ તેમ જ તમ્બાકુ યુક્ત ટૂથપેસ્ટોથી બજારો ધમધમે છે. જાણકારી હોવા છતાં પણ કોઈ પેસ્ટ છોડતું નથી. લોકોને સરળતાથી મળતી વસ્તુઓ જે ઘાતક તે જ જોઈએ છે.
દાંત સાફ કરવા માટે ઘણી હર્બલ વસ્તુઓ ઉપલબ્ધ છે. ત્રિફળા પાઉડરથી દાંત સાફ કરવાથી દાંતની મજબૂતી વધી જાય છે. ખરાબ બેક્ટેરિયા પણ નીકળી જાય છે. બાવળના દાતણથી કે લીમડાના દાતણથી દાંતની ઉંમર વધી જાય છે. તેમ જ આંખોમાં પણ ચમક રહે છે. ગળાના મસલ્સની મજબૂતી વધી જાય છે. કાન સાફ રહે છે. મોઢા પર કરચલીઓ આવતી અટકે છે. દાતણ કરતા સલાઈવા (લાળ) પણ શુધ્ધ થાય છે. પાચનક્રિયા સારી રહે છે.
દાંતનો સડો અટકાવવાનો સચોટ ઉપાય છે.
તમ્બાકુ વાળી પેસ્ટથી નશો થાય છે. મોઢાની ચામડીનું ઉપરનું પડ બહેરુ થઈ જાય છે. મોઢાના કેન્સર તેમ જ લોહીના ઉચ્ચા દબાણ માટે જવાબદાર છે.
દાંત એ મનુષ્યને કુદરત તરફથી મળેલ બત્રીસ દીકરાઓનું વરદાન છે. દાંત એ દીકરા છે મજૂર નહિ. માટે દાંત ફક્ત એક જ વાર મળે છે. તે ફરી પાછા આવતા નથી. આજે તો બોખા કે ચોકઠું પહેરીને મોઢું મલકાવતા મનુષ્યોની સંખ્યા ગણી લેવી.
બીજા ઘણા દાતણો બોરસલી, કરંજ, બબુલ, બકુલ જેવા મળી રહે છે. દાંતને સારા રાખવા માટે ટૂથ પાઉડર ઘરે બનાવી શકાય છે. આયુર્વેદની દુકાનમાંથી પાઉડર લઈ આવવા બધા મિક્સ કરીને દાંત સાફ કરવા.
દાંત માટેના પાઉડર બાવળનો પાઉડર, બકુલ પાઉડર, અર્જુનછાલ પાઉડર, દાડમની છાલ પાઉડર, લીબું છાલ પાઉડર, કડવા લીમડાનો પાઉડર, જાંબુ પાઉડર, ચોપચીની,
હળદર અને થોડુ નમક ઉમેરીને પાઉડર તૈયાર કરો.
આ પાઉડરથી દાંત સાફ કરવાથી પાયોરિયા જેવી દાંતની તકલીફ દૂર થાય છે. દાંતને રાજીનામુ આપતા બચાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular