Homeપુરુષસુગર ફ્રીની વાસ્તવિકતા

સુગર ફ્રીની વાસ્તવિકતા

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

વૈશ્ર્વિક સ્તરે લોકો આજે સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે. આરોગ્યપ્રદ, ઓછી કેલરીવાળો ખાદ્ય-પદાર્થની પસંદગી કરી રહ્યા છે. ખાદ્ય કંપનીઓ ગ્રાહકોની માગને પ્રોત્સાહિત કરવા માટે નવી નવી ખાદ્ય વસ્તુઓ બજારમાં લાવી રહ્યાં છે. વધતી જતી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે નવા નવા વિકલ્પ ખાદ્ય-પદાર્થના રૂપે બજારમાં મળી રહ્યા છે. પણ બજારમાં મળી રહેલ નવા નવા ખાદ્ય-પદાર્થ સ્વાસ્થ્ય માટે ધોકાદાયક સાબિત થઇ રહ્યાં છે.
આજકાલ સાકરના દુષ્પરિણામ વિશે લોકો જાણી ગયા છે. તેના વિકલ્પ રૂપે કે અવેજી રૂપે આર્ટિફિશિયલ સ્વીટનર અપનાવી રહ્યાં છે. ઘણા પ્રકારના સ્વીટનર મળી રહ્યાં ઝીરો, ઇકવલ, સુકોઝ, સુકરાલોન્ડ, એસાપાર્ટમ, લેકટીટોલ, માલ્ટીટોલ, મેનનીટોલ, ઝાઇલીટાલ, સોરબીટોલ, સેકરિન, નિયોટમ, આઇસોમેલ્ટ આ બધા સુગર આલ્કોહોલ છે એટલે કે આલ્કોહોલમાંથી બને છે. તેમને પોલીઓલ્સ કહેવામાં આવે છે. આ પોલીઓલ્સ શરીરમાં ધીમે ધીમે પચે છે તેથી લોહીમાં શર્કરા ધીમી પ્રકાશન થાય છે. આ એફ.ડી.એ દ્વારા મંજૂર કરાયેલી સુગર-આલ્કોહોલ છે. એક કરતાં વધુ પ્રકારના સુગર આલ્કોહોલ સાથે મીઠાસ વગરનો ખોરાક છે. આ બધા નિયમિત ખાંડ કરતાં ૧૦૦ ગણા વધુ ખરાબ છે.
આર્ટિફિશયલ સ્વીટનર ફકત ખાંડનો વિકલ્પ ભલે હોય પણ નુકશાનકારક છે. તેને વધુ પૌષ્ટિક બતાવીને પ્રચાર કરી રહ્યા છે. બ્લ્ડ સુગરને નિયંત્રિત કરવા માટે આ વિકલ્પ ધોકાદાયકા છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે કૃત્રિમ ખાંડ કે સ્વીટનર રક્ત ખાંડ અથવા ઇન્સ્યુલિનના સ્તરને પ્રભાવિત કરે છે. ડાયાબિટીસમાં કોઇ ફાયદો કરતો નથી.
આર્ટિફિશિયલ સ્વીટનર પર એક નજર નાખીએ
એસ્પાર્ટેમ આ સુગર કરતાં ૨૦૦ ગણો મીઠો છે. એક અભ્યાસ મુજબ આનાથી માથાનો દુ:ખાવો હતાશા
જણાય છે. તેમ જ ડિપ્રેશન વાળા દર્દીઓ પર આની વધુ
ખરાબ અસર જણાઇ. કારણ કે આ એસિડ ફેનેલેનાઇન, આલ્કોહોલથી બને છે.
સેકરીન: આ પણ આલ્કોહોલથી બનતી સુગર છે. આને ૧૯૭૭માં બેન્ડ કરવામાં આવી હતી. પણ હજુ ઘણે ઠેકાણે આનો વપરાશ થઇ રહ્યો છે. આનાથી પ્રાણીઓને કેન્સર થયાં હતાં. ઝાડા થવા, શ્ર્વાસ લેવામાં તકલીફ થાય, આંતરડાના બેકટેરિયાને અસર કરે છે. ઇન્સ્યુલિન ઘટાડી દે છે. ખાંડ કરતાં, ૩૦૦ ગણી મીઠી છે. ભારતમાં આ સ્વીટ એન્ડ લી સુગર ફી તરીકે વપરાય છે. આ નોન ડીએનએ રિએક્ટિવ મેકેનિઝમના હેઠળ કેન્સર ફેલાવે છે.
સુકોલોન્ડ: આ ખાંડ કરતા ૬૦૦ ગણો મીઠો છે. આ ગરમીમાં પણ સ્થિર રહે છે જેથી બેકરી પ્રોડક્સમાં વધુ વપરાય છે. તેમ જ આઇસક્રીમ અને ઠંડા પીણામાં વપરાય છે. ગરમીમાં બનતી ઘણી મીઠાઇઓમાં પણ વપરાય છે. ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પર વધુ અસર કરે છે. ભારતમાં આ સ્પલેંડા, સુગરફી જીરો, અલાટા નામથી મળે છે.
એસેસ્ફેમ કે પોટેશિયમ: ખાંડ કરતાં ૨૦૦ ઘણી મીઠી છે. ઠંડા પીણામાં ઉપયોગ થાય છે. આ પણ કેન્સરકારક છે. ભારતમાં આ સનસેટ, સ્વીટવનના નામથી ઉપલબ્ધ છે.
નિયોટેમ: ખાંડ કરતા આઠ હજાર ગણું મીઠો છે. આ નુકસાનદાયક રાસાયણિક આર્ટિફિશિયલ સુગર છે. આનાથી ન્યુરોર્ટોક્સિ સિટી પર અસર થાય છે.
સેકરાઇન: ખાંડ કરતા ૭૦૦ ગણો મીઠો છે. સ્વીટ એન લો, સ્વીટ ટીન અને નેકટાસ્વીટના નામથી વપરાય છે. વજન વધી જાય છે. આ પણ રાસાયણિક ખાંડ છે.
સ્પાકલામેટ: ખાંડ કરતાં ૫૦ ગણું મીઠું છે. બેકરી પ્રોડ્કસમાં વપરાય છે. આની અસર બાળકો પર વધુ જોવા મળે છે.આ અમેરિકામાં બેન્ડ છે.
નેચેસ્પેરી ડિન: ખાંડ કરતાં ૩૪૦ ગણો મીઠો છે. સાચરી નામથી વેચાય છે. આ પણ અમેરિકામાં બેન્ડ છે.
એડવાન્ટેમ: આ ખાંડ કરતાં વીસ હજાર ગણું મીઠું છે. આ ઘણું નુકસાનદાયક ગણવામાં આવે છે.
ઘણા અભ્યાસોમાં જણાવ્યું છે કે બધા જ સ્વીટનર નુકસાનદાયક જ નીવડ્યા છે. આ બધા અલગ-અલગ સોલ્ટ, કેમિકલ, આલ્કોહોલમાંથી જ બને છે. ભલે ખાંડની અવેજી પણ મીઠાઇની તમારી તૃષ્ણાને કાબૂમાં રાખવા માટે મદદ કરે પણ યાદ રાખવાનું અગત્યનું છે કે આ બધા શરીર માટે એક યા બીજી રીતે નુકશાનકારક છે.
આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે અને તેનો હેતુ હેલ્થકેર પ્રોડકશન દ્વારા તબીબી સારવારનો વિકલ્પ બનાવાનો નથી. કૃત્રિમ સ્વીટનર તમે જમ્યા પછી સંતોષ અનુભવવા માટે જરૂરી લાગતો હશે. ભૂખમાં વધારો કરી શકે છે તો વજનમાં પણ વધારો કરી દે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર-ફ્રી ખોરાક સારો છે? આ વાસ્તવિક પ્રશ્ર્ન રહે છે. પણ આ પહેલા ડાયાબિટીસ શાને કારણે થાય છે એ જાણવું વધુ જરૂરી છે. જેથી આ ખરાબ કે કેમિકલયુક્ત શર્કરાનો ઉપયોગ ન કરવો પડે.
એક તારણ પ્રમાણે આર્ટિફિશિયલ સુગરના વપરાશથી કિડનીની સમસ્યાઓ વધતી જાય છે. શરીરમાં પાણી ભરાવો થાય છે. યુરોપ જેવા દેશોમાં ખૂબ જ કડક રીતે સુગર-ફ્રીના ઉપયોગ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. અમુક માત્રાથી વધુ વપરાશને તેઓ સજા ફરમાવે છે. ત્યાંના નાગરિકોને સમય સમયે જાણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular