Homeપુરુષવ્યક્તિની સુંદરતા એટલે વાળ

વ્યક્તિની સુંદરતા એટલે વાળ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

વાળ એ વ્યક્તિની સુંદરતાનો અહમ ભાગ છે. વાળની સુંદરતા વ્યક્તિના સારા સ્વાસ્થ્ય પર નિર્ભર છે. આધુનિક અતરંગી જમાનામાં સૌથી મોટી સમસ્યા એટલે વાળ ખરવા અને અકાળે સફેદ થવા. વાળની સમસ્યા માટે લોકો તમામ પ્રકારના વાળની સંભાળના સાધનો કે પ્રોડ્ક્ટસ અજમાવે છે. નાની ઉંમરમાં જ ટાલ પડી જવાથી કે વાળ ખરવાથી લોકો માનસિક તાણ અનુભવે છે.
વાળ ખરવા કે ટાલ પડવી એના માટે કોઈપણ મોસમ કે સમય નથી હોતો. કોઈપણ મોસમ કે સમયમાં ખરી શકે છે. આનું સીધે-સીધું કારણ ખરાબ ખાણી-પીણી કે અપોષક તત્ત્વો વાળો આહાર, બહારના ખરાબ ખાનપાન, જંકફૂડ, વધુ સોડિયમવાળો આહાર વાળની સમસ્યાનું મૂળ કારણ છે.
વાળ મુખ્ય રૂપથી પ્રોટીનના બનેલા છે. પ્રોટીન ખરાબ થતાં કે તેની કમી થતાં વાળ ખરવા માંડે છે. નવા વાળ આવવામાં અવરોધાય છે. કેરોટીન નામના પ્રોટીનથી વાળ બને છે. આ કેરોટીન અઢાર પ્રકારના અમાયનો એસિડથી બને છે. કેરોટીનનું કામ વાળને સુંદરતા અને ઘાટા મજબૂત બનાવવાનું છે. તેમજ વ્યક્તિના સારા સ્વાસ્થ્યનું માપદંડ પણ ખબર પડે છે. પ્રાકૃતિક કેરોટીન યુક્ત આહારથી જ વાળ મજબૂત અને નવા આવે છે.
કેરોટીન વાળો આહાર જેવા કે ગાજર, ગાજરના પાન, કાંદા, લસણ, કેલભાજી, રતાળુ, સનફલાવરના બીજ, બ્રોકલી, લીલી ભાજીમાંથી મળે છે.
મેલાનિન આ પ્રાકૃતિક રંગદ્રવ્ય છે. મેલોનોસાઈટ્સની સંખ્યા શરીરમાં સંતુલિત હોવી જોઈએ જેથી વાળનો રંગ જળવાઈ રહે, અકાળે સફેદ ન થાય. મેલાનિનની ખામી એસિડિક ખોરાકનો ઉપયોગ વધુ કરવાથી થાય છે. જેવા કે વિનેગરયુક્ત સોસ અને અથાણા મેલાનિની સંખ્યા જાળવી રાખવા આયરનયુક્ત અને કોપરયુક્ત ખોરાક લેવો જોઈએ. આયરનના શોષણ કે પાચન માટે વિટામીન સીનો સ્રોત શરીરમાં સારો હોવો જોઈએ. વીટામી સી રોજ જ લેવું પડે છે. કારણ આ શરીરમાં ટકતું નથી. આયરન અને કોપર માટે પાલક, ટમેટા, બદામ, અળસીના બીજ, શીંગોડા, લીલા શીંગોડા, પમકીન બીજનો ઉપયોગ કરવો જોઈએ.
વિટામીન સી માટે સંતરા, સંતરાની છાલનું શાક, પેરૂ-પેરૂની ચટણી, આમળા, લીંબુ, પપનસ જેવા પદાર્થો વાપરવા જોઈએ. આનાથી મેલાનિન રંગદ્રવ્યના કોષોનું ઉત્પાદન સુવ્યવસ્થિત થાય છે તેની સંખ્યા જળવાઈ રહે છે.
વિટામીન-એ શરીરમાં જળવાઈ રહે છે પણ આની કમીનું કારણ આહારમાં પાંદડાયુક્ત ભાજીનો ઉપયોગ થતો નથી. ફોલિકલસને મજબૂત બનાવવાનું કામ વિટામીન-એનું છે. ગાજરના પાનમાં ગાજર કરતા ૩૦ ગણું વિટામીન એ છે. ગાજરપાનનો રસ એક કપ જેટલો આહારમાં લેવો જોઈએ. દૂધમાં પણ વિટામીન એની માત્રા સારા પ્રમાણમાં હોય છે પણ દૂધ પ્રાકૃતિક હોવું જોઈએ થેલી કે બોટલનું દૂધ નહી.
વાળને ટકાવવા માટે કે વાળના સ્વાસ્થ્ય માટે વિટામીન-બી ૧૨ અને બાયોટીન પણ બેહદ જરૂરી છે. આ વિટામીનની ખામી હાલમાં બહુ જ પ્રચલિત છે. પણ આની ખામીનું કારણ આહારમાં સોડાનું પ્રમાણ વધવાનું છે. બેકીંગ સોડા, ઈનો સોડા, ખાવાનો સોડા, પીવાનો સોડા, ફ્રુટ સોડા, બેકીંગ પાઉડરને કારણે આની ખામી સર્જાય છે. આની વાત કોઈપણ ડોક્ટરો કે હકીમો કરતા નથી. તેઓ કહે છે કે શાકાહારીઓમાં આની ખામી હોય છે. આ વાત તદ્દન ખોટી છે.
જેટલો જલદી સોડાયુક્ત આહાર બંધ જલદી થશે તેટલી આની ખામી જલદી દૂર થશે. વિટામીન બી-૧૨ યીસ્ટમાં વધુ જોવા મળે છે. યીસ્ટનો ઉપયોગથી ઢોકળા કે ઈડલી બનાવવા જોઈએ સોડાથી નહિ. બજારમાં સારા પ્રકારની ડ્રાય યીસ્ટ મળે છે. દૂધની મલાઈનો ઉપયોગથી આનું સ્તર જળવાઈ રહે છે. મલાઈવાળા દહીંથી પણ આ વિટામીનની ખામી થતી નથી.
અન્ય કારણોમાં સુંગધી તેલો જે ખનિજ તેલોથી બનેલા છે. જે વાળ માટે હાનિકારક છે. શેમ્પુમાં પણ પ્રિઝર્વેટિવ અને કેમિકલનો જમાવડો છે. જે વાળની સમસ્યામાં વધારો કરે છે. ડાય અને જુદા જુદા બજારૂ લેપો એ પણ સમસ્યાઓ વધારી છે.
સાદા શુધ્ધ તેલો અને આમળા, અરીઠા, શીકાકાઈ જેવા હર્બ વાળની સમસ્યા દૂર કરી શકે છે. પણ સારો શુદ્ધ-પ્રાકૃતિક આહાર જ વાળની સમસ્યાઓથી દૂર રાખે છે.
બીમારીઓ જેવી કે થાઈરોઈડને કારણે વાળની સમસ્યાઓ થાય છે. પાચન બરાબર ન થતા કે સારો પાચન થતો ખોરાકનો વપરાશ ન થવાથી થાય છે. હોર્મોનમાં ગડબડ થતાં જ વાળ ખરવા લાગે છે. આની સમસ્યા દૂર કરવા આયોડિનયુક્ત ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. લીલા શીંગોડા, સફરજનની છાલ, ચટણી, બટાકાની છાલની ચટણી, તલ-તલનું દૂધ કે ચટણીનો ઉપયોગ આહારમાં થવો જોઈએ. વધારે વસાયુક્ત ખોરાકથી ડાયાબિટીસ અને કોલ્સ્ટ્રોલની બીમારી થતાં વાળ ખરી જાય છે અને ટાલ પડે છે. આ બીમારી ને કારણે વાળ પાછા આવવા ખૂબ જ મુશ્કેલ છે.
વાળ માટે સારા પ્રોટીનની ગરજ છે. પ્રોટીનના ઘણા બધા સ્રોત છે. શીંગદાણા, બદામ, અખરોટ, કાજુ, પિસ્તા વગેરે. શીંગદાણાની ચટણી કે દૂધ એ વાળને વધારવા માટેનો સારો સ્રોત છે. મેલાનિન માટે અખરોટનું તેલ ખૂબ જ ઉપયુક્ત છે. તલનું તેલ પણ વાળને મજબૂતી આપે છે તેમજ ખોડાની સમસ્યાઓને જલદી સારી કરે છે.
જાહેરાતોથી આપણે વિચલિત ન થવું. નવી નવી જાહેરાતોથી ભ્રમમાં મૂકાઈ ન જવું. નટ-નટીઓના વાળ કે મોડેલોના વાળ અસલી નથી નકલી વાળ લગાડી જાહેરાતો કરે છે. પ્રાકૃતિક જીવનશૈલી જ આપણને સમસ્યાઓથી બચાવે છે. ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular