Homeતરો તાજાસદાય સ્વસ્થ રહેવા માટે સૂપ

સદાય સ્વસ્થ રહેવા માટે સૂપ

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

સૂપ આમ તો પારંપરિક ભારતીય વ્યંજનોમાં આવતું નથી. ભારતીય ભોજનમાં અનાજમાંથી કે વનસ્પતિઓમાંથી બનતા કાઢા કે કાંજીનું ચલણ છે. આજકાલ ભારતમાં સૂપનું ચલણ દેખાય છે. ઘરમાં ઓછા બને છે. હોટેલોમાં પીવાનું વધારે ચલણ છે. હવે ભારતીયો સૂપનું મહત્ત્વ સમજવા લાગ્યા છે.
સૌપ્રથમ સોળમી સદીમાં આનો આવિષ્કાર ફ્રાન્સમાં થયો. પેરિસમાં સતરમી સદીમાં આની દુકાનો ખુલ્લી જે રેસ્ટોરન્ટ તરીકે ઓળખાવા લાગી. પશ્ર્ચિમી દેશોમાં સૂપનો ઉપયોગ વધુ છે. ભારતમાં આનું ચલણ અને મહત્ત્વ ધીરે ધીરે વધી રહ્યું છે. રોજના ભોજનમાં આને મહત્ત્વનો હિસ્સો બનાવવો જોઇએ.
સૂપનું સેવન ઇમ્યુન સિસ્ટમને વધારે છે. પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર હોવાને કારણે આના ઉપયોગમાં કોઇ પણ જાતની શંકા ન હોવી જોઇએ. મોસમી બીમારીઓ કે અન્ય બીમારીઓથી બચાવ તો કરે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. એ યાદ રાખવું જરૂરી છે કે સૂપ હંમેશાં તાજા બનેલા હોવા જોઇએ. ડબ્બાબંધ કે પેકેટમાં મળતા સૂપ પાઉડરનું સેવન કરવું એ હાનિકારક છે. પ્રિઝર્વેટિવ રસાયણે આર્ટિફિશિયલ ફલેવર, રંગોનો જામવડો હોય છે. સ્વાસ્થ્યના લાભો થતાં નથી અને નવી બીમારીઓનો જન્મ થાય છે. તેમ જ સોયાસોસ, વિનેગર કે ફલેવરવાળા સોસ નાખેલા સૂપનું સેવન કરવું એ અતિઘાતક છે. એક સર્વે પ્રમાણે આર્ટિફિશયલ ફલેવરવાલા સૂપનું સેવન કરનાર વર્ગને શરીરમાં સોજા, થાઇરોઇડનું પ્રમાણ વધુ જોવા મળે છે.
સૂપ ફાઇબરથી ભરપૂર હોય છે. જે પાચનક્રિયાને તે જ કરવામાં કારગર છે. સૂપ એ સ્વાદિષ્ટ હોવા જરૂરી છે. ફકત બાફેલા કે સ્વાદરહિત ન હોવા જોઇએ સ્વાદિષ્ટ સૂપ બાળકો જલદી પી લેતાં હોય છે.
શરીરમાં અશક્તિની સમસ્યામાં ખાનપાનમાં બદલાવ લાવવો જરૂરી છે. ત્યારે સૂપ એ શ્રેષ્ઠ છે. તાવ પછી કમજોરીમાં કોળાનું સૂપ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી શરીરને સ્ટિરોઇડ્સ મળે છે. જલદી શક્તિનો સંચાર થાય છે.
શરદી સાથેના તાવમાં કોબી, અંજીર કે એપલનું સૂપ એ ફાયદો કરે છે.
વજન ઘટાડવા માટે પાચક તંત્રને સુધાર કરે તેવા સૂપ જેવા કે પાલક, કાચા-પાકા ટમેટાનું સૂપ, પ્લમ, પેરૂ, એપલ, તાંદળિયાભાજી કે ખાટી ભાજીઓના સૂપ લેવાથી પોષક તત્ત્વોમાં પૂર્તિ પણ થાય છે અને પેટ પણ ભરાય છે. જેને કારણે વજન પર નિયંત્રણ રહે છે.
હૃદયની બીમારીમાં દવા ખાવાથી ઇ. એસ. આર. ઘટે છે અને થાક લાગે છે. મગજની શક્તિ કમજોર થાય છે. ત્યારે ફકત સૂપ લેવા જોઇએ. જેવા કે બ્રોકલી, મખાણા, દૂધી, કોળુ, કમલદાંડી, ગાજર આપવા જોઇએ.
ડાયાબિટીસની દવા ખાવાના કારણે પેશાબમાં પ્રોબ્લેમ આવે. કીડની કમજોર થાય ત્યારે પાલક ગોરખ આમલી, કરવંદા, શીંગોડા, બાંબુ, કોબી, ફલાવરના સૂપ આપવા.
થાઇરોઇડની સમસ્યામાં દવા લેવાથી યાદશક્તિ ઓછી થાય અથવા ભૂલકણા બની જવાય. તેમ જ શરીરમાં પાણી ભરવાની સમસ્યા થાય ત્યારે લીલા પાંદડાવાળી વનસ્પતિઓના સૂપ, ગાજર, શીંગોડા, કોકમ, એપલ છાલ સાથે, બટાટાની છાલ સાથેના સૂપ આપવા જોઇએ.
કિડનીની સમસ્યામાં દવા લેવાથી શરીરના કોષ વધુ પાણી લે અને ફૂલી જાય. ઓસ્મેટિક પ્રક્રિયા બરાબર થતી નથી. શરીરમાં સોજા કે પગમાં સોજા આવવા માંડે છે ત્યારે ઘાટા સૂપ લેવા જોઇએ. જેથી વધુ પાણીની સમસ્યા ન રહે અને પાણીની ગરજ પૂરી થાય અને પોષણ મળે. બીમારીમાં રાહત મળે.
કંપવાતની સમસ્યામાં જ્યારે બેલેન્સ ન રહેતું ત્યારે સૂરણ, બદામ, પાલક, ફલાવર તેમ જ બીજા ખાવાલાયક કંદનો ઉપયોગ કરી સૂપ બનાવવા જોઇએ.
આંતરડાની બીમારીઓમાં જયારે પાચન ફેઇલ થઇ જાય ત્યારે સૂપ રામબાણ ઇલાજ છે. પાચન ઘણું જ કમજોર થઇ કંઇ સ્થૂળ ભોજન લેવાથી ગેસની સમસ્યા થઇ જાય છે. તૂરિયાની છાલનું, વટાણાની છાલનું, દૂધી છાલ, ભોપલાની છાલનું એલોવીરાનું સૂપ લેવું હિતકાર છે.
હાઇબ્લડ પ્રેશર ઉચ્ચરક્ત ચાપની દવા લેવાથી પગના ઘૂંટણમાં ઘસારો થઇ જાય છે. પગમાં કળતર થાય છે. ત્યારે ગોરખ આમલી, કરવંદા, પેરુ, આમળા, ટમેટા લીલા પાંદડાવાળી વનસ્પતિના સૂપ લેવા જોઇએ.
હિમોગ્લોબીન વધારવા માટે ગોરખ આમલી, પેરૂ, બીટ-બીટના પાન, એપલ, બાંબુ, કોર્ન જેવા સૂપ લેવા જોઇએ.
વનસ્પતિઓના સૂપની સાથે સાથે ઔષધીઓના સૂપ બીમારી પ્રમાણે લેવા જોઇએ જેથી બીમારીમાં આડઅસરવાળી દવા ન લેવી પડે.
બીમારીના લક્ષણોની શરૂઆતમાં જ સૂપ કે સલાડથી બીમારીને દૂર રાખી શકાય છે. દવા લઇ તેની આડઅસર થાય ત્યાં સુધીની રાહ ન જોવી. ઘણા અનાજના સૂપ પણ બીમારીઓમાં લઇ શકાય. અશક્તિ માટે મગનું સૂપ તો પ્રખ્યાત છે. મસૂર, રાજમા, વટાણા, જવ, કળથી વગેરેના સૂપ બીમારી મુજબ લઇ શકાય છે.
બીમારીમાં જ સૂપ લેવા કોઇ તથ્ય નથી કે જરૂરી નથી વગર બીમારીમાં પણ કોઇપણ સૂપ લઇ શકાય છે. જમ્યા પહેલા સૂપ લેવું જ હિતકાર છે. બાળકોના વિકાસ માટે સૂપને જરૂરી બનાવવા જોઇએ. વાળ, ચામડી, હાડકાં, લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. ઊર્જા માટે સૂપ સારો વિકલ્પ છે.
સંક્રમણથી બચાવ માટે ઔષધીના સૂપ લેવાં જોઇએ. સૂપને ચાવવા નથી પડતાં તો વડીલો જેના દાંત નથી એની માટે સૂપ વરદાન રૂપ છે. મોટી ઉંમરની થતી બીમારી પર પણ કાબૂ રાખી શકાય. શરીરમાં ભારેપણું નથી લાગતું. જોઇતા વિટામિન્સ કે મિનરલ્સ મળી રહે છે. દરેક ઋતુમાં સૂપ એ ‘સુપરફૂડ’ છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -