આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
આધુનિક શહેરોમાં ગામડા જેવી સંસ્કૃતિ હવે રહી નથી. ગામડાઓ પણ નાના શહેરોના સ્વરૂપમાં આવવા લાગ્યા છે. પશુપાલનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શુદ્ધ દૂધ મળવા મુશ્કેલ બની રહ્યા છે. ડેરીઓમાં પણ દૂધને ટકાવવા રસાયણોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ડેરીના દૂધની અવેજીમાં ધાન્યના દૂધ તેમ જ શાકભાજીના બીજનો ઉપયોગ કરીને પોષણ મેળવી શકાય છે. દૂધની અવેજીમાં આ વિકલ્પ પૌષ્ટિક સાબિત થયો છે.
ઘઉં: ઘઉંનું દૂધ શારીરિક નબળાઈ દૂર કરે છે. શરીરના અંદર તેમ જ બહારના ઘા ભરે છે. ઘઉંના દૂધનો હલવો પણ ખૂબ જ પૌષ્ટિક છે.
ચોખા: ચોખાના દૂધમાં ઘણાં મિનરલ્સ છે જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. ઘણાં પ્રકારની એલર્જી અને સંક્રમણથી દૂર રાખે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. ઓછી કેલરીવાળો હોવાથી વજન વધવા દેતો નથી.
જુવાર: જુવારનું દૂધ મિનરલ્સ, પ્રોટીન અને વિટામિન બી તેમ જ કેલ્શિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમવાળો છે. ઓછી કેલરીવાળો અને પોષણ આપવાવાળો છે. મંદ પાચન જેેને રહેતું તેમાં લાભપ્રદ છે.
બાજરો: બાજરાનું દૂધમાં કેલ્શિયમની માત્રા ભરપૂર છે. ઠંડીમાં આના ઉપયોગથી માંસપેશી અને હાડકાની સમસ્યા દૂર કરી શકાય છે. ગ્લુટેન ફ્રી છે અને ફાઈબર ભરપૂર છે. તેથી પાચનને મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
મગ – મગનું દૂધ: આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી અને પ્રોટીનથી ભરપૂર છે. શરીરની કમજોરી દૂર કરે છે. એનર્જી માટેનું બૂસ્ટર છે. પચવામાં હલકું છે. બીમારી પછીની નબળાઈ દૂર કરે છે.
નાચણી કે રાગી: આનું દૂધ પાચનમાં સુધારો કરે છે. તેમ જ ખૂબ જ પૌષ્ટિક છે. નીંદર સારી આપે છે. બ્લ્ડસુગરને કંટ્રોલ કરે છે.
શાકભાજીના બીજના દૂધ ફાયદાકારક છે. તેને એક કપ જેટલા લઈ શકાય છે.
પાલકના બીજનું દૂધ: દરેક પ્રકારના પાચન સંબંધી રોગોમાં ફાયદો આપે છે. કેલ્શિયમથી ભરપૂર છે. કેલરી ઓછી છે. ઘણાં આંખના રોગોમાં લાભકારક છે. શરીરમાં સ્ફૂર્તિ ભરી દે છે.
કાકડીના બીજનું દૂધ: કીડનીની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી છે. ટી. બી. જેવી બીમારીમાં પણ અસરકારક છે. યુરિક ઍસિડને ઘટાડે છે. પગના સોજામાં પણ લાભદાયક છે.
ભોપલા (પમકીન)ના બીજનું દૂધ: શારીરિક તાકાતમાં વધારો
કરે છે. પુરુષના યોન સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. કૅન્સરના સેલમાં ઘટાડો કરે છે. પ્રોસ્ટેટની
સમસ્યા દૂર કરે છે. વાળનો જથ્થો વધારે છે.
ગાજરના બીજનું દૂધ: આંખની દરેક સમસ્યા દૂર કરે છે. આંખોનું તેજ વધારી દે છે. ડાયાબિટીસમાં થતી આંખની બીમારી પર રામબાણ ઈલાજ છે.
મૂળાના બીજનું દૂધ: ફલવોનોઈડ્સથી ભરપૂર છે તેથી ઘણી હૃદયની બીમારી દૂર કરે છે. લીવરની બધી જ સમસ્યાને દૂર કરે છે. કમળા જેવી બીમારી તેમ જ ગોલબ્લેડરની પથરી (પિત્તાશયની પથરી)ને દૂર કરે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપોયગી છે. પાઈલ્સ જેવી બીમારીનો ઈલાજ કરે છે.
લીલા વટાણાનું દૂધ: પ્રોટીનથી ભરપૂર છે. વિટામિન એ અને ડી સારા પ્રમાણમાં છે. કોલેસ્ટ્રોલને મજબૂત બનાવે છે.
લીલી ચોળીના દાણાનું દૂધ: ડાયાબિટીસમાં ફાયદાકારક છે. ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક છે, જે સ્તનમાં દૂધનો વધારો કરે છે. ચામડીને ચમક આપે છે. ખરતા વાળને અટકાવે છે.
લીલા ચણાનું દૂધ: પ્રોટીનથી ભરપૂર છે. ડાયાબિટીસ, હૃદય અને વજન ઘટાડવા માટે લાભપ્રદ છે. એનર્જીમાં વધારો કરે છે. કૅન્સર સેલને વિકસવા દેતો નથી.
ધાણાનું દૂધ: થાઈરોઈડની સમસ્યા દૂર કરે છે. શરીરમાં થતી દાહ અને બળતરા ઓછી કરે છે.
વરિયાળીનું દૂધ: પાચન માટે સારો સ્ત્રોત છે. ગરમીથી રાહત આપે છે. મોઢાની દુર્ગંધ દૂર કરે છે.
ફણગાવેલી મેથીના બીજનું દૂધ: ડાયાબિટીસની સમસ્યામાં જ્યારે પગ સડી જાય છે.
તેની સમસ્યા દૂર કરે છે. પણ ફક્ત અડધો કપ જેટલો જ દૂધ લેવો.
શારીરિક બીમારીઓથી દૂર રહેવા માટે ધાન્યનાં બીજ તથા શાકભાજીના બીજનો ઉપયોગ કરવો જોઈએ.
બીમારી થયા પછીના ઘણાં ઈલાજો લોકો કરે છે, પણ આ બીજને ભોજનમાં કે નાસ્તામાં ઉપયોગ કરવો જોઈએ જેથી બીમારીઓ આવે જ નહિ. શારીરિક ક્ષમતાઓ પહેલેથી વધારી દેવી જોઈએ.મન
નોંધ: ઉપરોક્ત તમામ બીજોને જરૂરત પ્રમાણે ૭ થી ૮ કલાક ભીંજવી, મિક્સરમાં પીસી કપડાથી ગાળશો એટલે દૂધ
તૈયાર થશે. ઉ