પોષ્ટિક સીડના દૂધના ફાયદા

43

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

પ્રાચીનકાળથી દૂધ એ મનુષ્યનું પ્રિય પીણું રહ્યું છે. દૂધને શાસ્ત્રોએ પૃથ્વીલોકનું અમૃત કહ્યું છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શરીરને હંમેશાં નિરોગી રાખે છે, પણ હાલના સમયમાં શુદ્ધ દૂધ મળવું મુશ્કેલ બની ગયું છે. નુકસાનદાયક રસાયણો મેળવી દૂધને ઝેરીલું બનાવી દીધું છે. થેલીઓમાં મળતાં દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક પુરવાર
થયા છે.
ડેરીના દૂધના વિકલ્પ તરીકે આપણે બીજા અન્ય ઘણાં પ્રકારના પૌષ્ટિક દૂધ ઘરે બનાવી શકીએ છીએ. બધા જ પ્રકારના ખાવાલાયક બીજના દૂધ (સીડ મિલ્ક) બનાવી શકાય છે. હાલમાં વીગન ડાયટનું ચલણ લોકો અપનાવી રહ્યા છે. આ બીજના દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. બનાવવું પણ સરળ છે. વિટામિન અને ખનિજતત્ત્વોથી ભરપૂર છે. ઘણી બીમારીઓમાં વિટામિનની ખામીઓ, પ્રોટીનની ખામીઓમાં અનુકૂળ સાબિત થયા છે.
બીજના દૂધ પણ ડેરીના દૂધ જેવા જ ઉપયોગી છે. કેટલાક મુખ્ય તફાવતો છે. બીજના દૂધ સ્વસ્થ, પોષણદાયક અને ડેરીના દૂધ જેવા પૂરક છે. દહીં, છાસ, આઈસક્રીમ, મિલ્ક સેક, પનીર વગેરે આ બીજના દૂધમાંથી બનાવી શકાય છે.
શરીરના સ્વાસ્થ્ય માટે ફાઈબર અને પ્રોટીન એ મહત્ત્વપૂર્ણ છે. સ્નાયુઓના કાયાકલ્પમાં અને વૃદ્ધિમાં મદદ કરે છે. ડેરીના દૂધ બાળકોને ન પચતાં હોય અથવા મળવા મુશ્કેલ હોય કે કેમિકલના વપરાશવાળા ડેરીના દૂધ જે ન વાપરતા હોય તો આ બીજના દૂધ વાપરી શકાય છે. બાળકના વિકાસ અને પોષણ માટે ઉત્તમ સ્ત્રોત છે. સ્તનપાન ન કરાવી શકતી સ્ત્રીઓ માટે પણ બીજના દૂધનો ઉપયોગ એ ફાયદાકારક છે. આપણા ઘરમાં અનેક પ્રકારના બીજ ઉપલબ્ધ છે તેને છ થી સાત કલાક પલાળી પીસી અને કપડાં ગાળી લેતાં દૂધ તૈયાર થઈ જાય.
તલનું દૂધ. આ દૂધમાં ત્રણ ગ્રામ જેટલું ફાઈબર છે. ચાલીસ ટકા જેટલું કેલ્શિયમ છે જે ડેરીમાં દૂધ કરતાં બમણું છે. આનું કેલ્શિયમ હાડકાં, દાંતને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. રક્તવાહિનીઓના કાર્યને, નર્વસ સિસ્ટમ, હોર્મોન રિલીઝ અને સ્નાયુઓને હલનચલન માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમાનું આયોડિન થાઈરોઈડની સારવાર માટે ઉત્તમ છે. બીજા તત્ત્વો જેવા કે ફોસ્ફરસ, મેગેનીઝ, કોપર અને ઝીંક જેવા મેક્રોન્યુટ્રિઅન્ટ્સનો સમાવેશ થાય છે. વાળને ચમક આપે છે.
સન ફ્લાવર સીડનું દૂધ (સૂરજમુખીના બીજ)
ચાર ટકા જેટલું ફાઈબર, નવ ગ્રામ જેટલું કેલ્શિયમ છે. વિટામિન ઈનો સ્ત્રોત છે. હૃદયની બીમારી હાઈબ્લડ પ્રેશરની બીમારી, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મગજને સતેજ રાખવા માટે આ લાભપ્રદ છે.
અળસીનું દૂધ – કેલ્શિયમ, ઓમેગા-૩ મેગ્નેશિયમ ફાઈબર સારા પ્રમાણમાં છે. કોલેસ્ટ્રોલની બીમારીમાં જલદી સુધાર કરે છે. ટ્યુમરને નિષ્ક્રીય કરવામાં સક્ષમ છે. પાચનક્રિયાને લચીલી બનાવે છે. વાળની સંભાળ અને કાળા રાખવા માટે ઉપયોગી છે.
મગફળીનું દૂધ (શીંગદાણાનું દૂધ) – ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે. તેમ જ આયરન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને વિટામિન બી-૬, વિટામિન-ઈનો સ્ત્રોત છે. અનસેચુરેટિડ ફેટ સારા પ્રમાણમાં છે. રક્તમાંથી કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. માંસપેશીમાં ઊર્જા પ્રદાન કરે છે. મેટાબોલિજમમાં વધારો કરે છે. આનું પોષણ મૂલ્ય ઊંચું છે.
મગજતરીના બીનું દૂધ – (શક્કરટેટીના બીજનું દૂધ)
વિટામિન સી અને વિટામિન ઈ આની અંદર સારા પ્રમાણમાં છે. એસિડિટી, ડાયાબિટીસ અને આંખની માટે ફાયદાકારક છે. પાચનક્રિયાને સતેજ કરે છે તેથી વજન ઘટાડવામાં ઉપયોગી છે. ખરતા વાળને અટકાવવા માટે ઉપયોગી છે. આનું પ્રોટીન માંસપેશીને મજબૂતી પ્રદાન કરે છે.
બદામનું દૂધ – પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર છે. નબળાઈ દૂર કરે છે. રોગપ્રતિકારશક્તિ વધારે છે. આંખોની ચમક વધારે છે. આ અદ્ભુત ટોનિક છે.
અખરોટનું દૂધ – હૃદય માટે, ઈમ્યુનિટી માટે, બ્લડ સુગરના કંટ્રોલ માટે, વૃદ્ધાપણું દૂર કરવા માટે, યાદશક્તિ માટે આ મહત્ત્વપૂર્ણ છે. કૅન્સરના સેલની વૃદ્ધિ થવા દેતો નથી.
પિસ્તાનું દૂધ – આ એક ફાયટોસ્ટ્રીરોલ તરીકે કામ કરે છે. હૃદયને હેલ્ધી બનાવે છે. વિટામિન બી ૧, થાઈમીન, કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં છે.
બીજા અન્ય બીજ જેવા કે બાજરો, જુવાર, ઘઉં, મગ અને પાલકબીજ, કાકડીબીજ, ગાજરના બી, મૂળાના બીના ઉપયોગથી દૂધ બનાવીને ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. આપણે આવતા અંકે જોશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!