Homeપુરુષપૃથ્વી પરનું અમૃત દૂધ... પણ સાવધાન!

પૃથ્વી પરનું અમૃત દૂધ… પણ સાવધાન!

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ગાયનું દૂધ પૃથ્વી પરનો સર્વોત્તમ આહાર છે. તેને મૃત્યુલોકનું અમૃત કહેવામાં આવ્યું છે. મનુષ્યની શક્તિ અને બળ વધારનારો ગાયના દૂધ જેવો બીજો કોઈ શ્રેષ્ઠ પદાર્થ મળવો મુશ્કેલ છે. ગાયનું દૂધ પીળું હોય છે. સોના જેવા ગુણોથી યુક્ત હોય છે. માત્ર ગાયના દૂધમાં જ વિટામીન ‘એ’ હોય છે. ગાયના દૂધમાં ‘સ્ટેનોટીન’ તત્વ રહેલું છે જે અણુકિરણોનું પ્રતિરોધક છે.
ગાયના દૂધમાં રહેલા તત્ત્વો અને પ્રોટીનના કારણે ગ્રહણશક્તિ (ગ્રાસ્પીંગ પાવર) ડે ઓજ- તેજ વધે છે. સેરીબ્રોસાડસ તત્વ મગજ અને બુદ્ધિના વિકાસમાં સહાયક છે. કોલેસ્ટ્રોલ વધતું નથી અને હૃદયની ધમનીઓનું સંકોચનનું નિવારણ થાય છે. ગાયનું દૂધ અત્યંત સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, મુલાયમ ચિકાશવાળુ, મધુર, રક્તવર્ધક, રુચિકર, બળવર્ધક અને રોગોને હરનારું છે.
આજકાલ ગાયનું દૂધ મળવું મુશ્કેલ થઈ રહ્યું છે. શહેરી વિકાસ એટલો બધો થયો છે કે જગ્યાના અભાવને કારણે તબેલા બનાવવા મુશ્કેલ છે. ગાય અને અન્ય પશુઓ જે દૂધાળા છે તેને રાખવા મુશ્કેલ છે. ફેક્ટરીઓનો વિકાસ વધી રહ્યો છે. આને કારણે થેલીઓ, પેકેટ દૂધ કે બોટલના દૂધ પર લોકોને નિર્ભર રહેવું પડે છે. આ એક સ્વાસ્થ્ય માટે જોખમી વ્યવસ્થા છે.
પાશ્ર્ચયુરાઈઝેન કરેલા દૂધનો વપરાશ વધ્યો છે. માઈક્રોબેકટેરિયાના નાશ માટે દૂધને ૬૦ સેલ્સિસીયસથી ૬૬ સેલ્યિસીયસ સુધી ગરમ કરીને પછી તરત ૪થી ૫ ડિગ્રી સુધી ઠંડુ કરવામાં આવે છે જેથી તેની સેલ્ફ લાઈફ વધી જાય છે.
આ પ્રક્રિયામાં દૂધના ઘણા તત્ત્વો નાશ પામી જાય છે. દૂધ પાશ્ર્ચયુરાઈઝેન વખતે રસાયણો નાખવામાં આવે છે જેવા કે પી.બી.ડી. ૧૦૦, પી.બી.ડી. ૧૫૩, પી.બી.ડી. ૧૫૪, પી.બી.ડી. ૪૭, પી.બી.ડી. ૧૦૧, પીપી, ડીડીઈ, એમઈ,એચએચપી, ડાયથાઈલ ફેથલેટ, પેથાલેટ મેટાબોલાઈટ, બેન્ઝોઈક એસિડ. આ બધા શરીર માટે ઘાતક સાબિત થયેલ છે.
ડૉ. ગણમા દાવા સામ્બુ અને પી.એચ.ડી. થયેલ તેમના સાથીદારોએ જણાવ્યું કે આધુનિક ડેરી ફાર્માથી દૂધને ગુનેગાર તરીકે ઓળખાવ્યો છે. આધુનિક ડેરી ફાર્માથી ભલે દૂધ પ્રાપ્ત કરવાનો કે તેને ટકાવાનો સરળ માર્ગ હોય પણ તે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દૂધ વધુ મેળવવા માટે એસ્ટ્રોન સલ્ફેટનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. જેમાં જણાવ્યું કે ટેસ્ટિક્યુલર, પ્રોસ્ટેટ અને સ્તન કેન્સર થવાથી વધુ શક્યતાઓ છે. ઉચ્ચ હાર્મોન દૂધના વપરાશનું ઉચ્ચ સ્તરનું હાર્મોન આધારિત કેન્સર છે.
આજે જે આપણે દૂધ પીએ છીએ તે કુદરતનો સંપૂર્ણ ખોરાક હોઈ ન શકે. આપણા પૂર્વજો જે દૂધ પીતા હતા તેનાથી આ તદ્દન વિપરીત છે. ગાય, ભેંસ, ઘેટા, બકરીને કાચુ ઘાસ, લીલું ઘાસ ખવડાવવામાં આવતું કે બહાર ચરાવવામાં આવતું અને જે દૂધ મળતું તે પચવા યોગ્ય હતું કે પ્રતિકારકશક્તિ વધારતું. વિકૃતિને મટાડનાર હતું. ખાસ ચિંતાનો વિષય છે કે ડેરી ફાર્મીંગ વધારવા માટે પશુઓને મોડીફાય ફૂડ ખવડાવવાનો દબાવ બનાવવામાં આવે છે. આ નીચી ગુણવત્તાનો આહાર પશુઓ અને માનવ માટે નુકસાનદાયક સાબિત થયો છે.
ઘણી કંપનીઓના દૂધમાં અન્ય કેમિકલોના નમૂના મળ્યા છે તેમ જ નકલી દૂધ બનાવવા માટે ઘણા ઘાતક કેમિકલોનો વપરાશ પણ થઈ રહ્યો.
જેવા કે ફોર્મલીન- આ જંતુનાશક દવા છે.
યુરિયા- ખાતર માટે અને જતુંનાશક છે.
એમોનિયા સલ્ફેટ- અપ્રાકૃતિ મીઠું (નમક) છે.
હાઈડ્રોજન પેરોકસાઈડ- આ એક બ્લીચ છે.
બેન્ઝોઈક એસિડ- પ્રિઝર્વેટિવ છે.
મેથામાઈન- પશુના હાડકામાંથી બનતો છે. જે દૂધને ઘાટું બનાવવા વપરાય છે.
યુ.એસ. સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિઝર્વેશનના અભ્યાસ મુજબ ડેરીના દૂધથી રોગચાળામાં ૧૫૦ ગણો વધારો થયો છે. આ બાબત ચોંકવનારી છે.
પેથાલેટ મેટાબોલાઈટ- જે સાબુ અને શેમ્પુ, દવાનું કોટીંગ અને પ્લાસ્ટિક સોફ્ટ કરવાનું રસાયણ છે જે દૂધમાં ઉમેરવામાં આવે છે. જેનાથી બાળકોમાં એકાગ્રતાની કમી અને મિસબીહેવીયર જેવી સમસ્યાઓ દેખાય છે તેવું તારણ ડૉક્ટરોએ આપ્યું છે.
ડાય થાઈલ ફેટલેટ- આ એક તરલ, સ્વાદહીન અને રંગહીન રસાયણ જે રબર કોટીંગ એજન્ટ છે. હેરસ્પ્રે, પરફયુમ અને કોસ્મેટીક બનાવવા વપરાય છે. જે દૂધને ઘાટું બનાવવા વપરાય છે. આને કારણે આંખ, કાન, નાક, ગળામાં બળતરા જણાય છે. ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગ માટે જવાબદાર છે.
આ બાબતમાં લોકોએ જ જાગૃત રહેવું જરૂરી છે. થેલી કે પેકેટના કે બોટલના દૂધ ખરીદતા પહેલા તેમના પર લખેલ સામગ્રીનો અભ્યાસ કરવો જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular