આદિત્યનો શિંદેને સવાલ! મુંબઈની નોકરીઓ માટે ચેન્નઈમાં ઈન્ટવ્યૂ કેમ?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વેદાંતા ફોક્સકોન પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હાથમાંથી નીકળી ગયાં બાદ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના તરફથી સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ફરી એક વાર શિંદે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. આદિત્યએ સવાલ કર્યો હતો કે વર્સોવા-બાંદ્રા સીલિંકના કામ સંબંધિત નોકરી માટેની જાહેરાતમાં ઈન્ટવ્યૂ મુંબઈની જગ્યાએ ચેન્નઈમાં શા માટે લેવામાં આવી રહ્યા છે? 25 સપ્ટેમ્બરના ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે ચેન્નઈ બોલાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના યુવાનોને જો મહારાષ્ટ્રની બહાર ઈન્ટરવ્યૂ માને જવું હોય તો શું રાજ્ય સરકાર તેમના માટે ટિકિટની વ્યવસ્થા કરશે?
આદિત્યએ આરોપ લગાવતાં જણાવ્યું હતું કે વાર્સોવા-બાંદ્રા સી-લિંક પ્રોજેક્ટના કામમાં વિલંબ થઈ રહ્યો હોવાથી આ પ્રોજેક્ટ માટે સ્થાનિક યુવાનોના રોજગાર છીનવાઈ ગયો છે અને બીજા રાજ્યોના ઈન્જિનિયર્સ અને કર્મચારીઓને લાવવાની યોજના સરકાર બનાવી રહી છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ મુંબઈગરા પર ચાર ટોલ લાદવામાં આવશે, પરંતુ કામ મુંબઈથી બહારના લોકોને આપવામાં આવશે. શિંદે સરકારે વર્સોવા-બાંદ્રા સીલિંક પ્રોજેક્ટનું કામ બીજી કંપનીને સોંપ્યું છે અને આ કામને આગળ વધારવા માટે કેટલાક પદો પર ભરતી પણ કરવામાં આવી રહી છે. આ માટે સિવિલ ઈન્જિનિયર્સને ઈન્ટરવ્યૂ માટે ચેન્નઈની હોટેલમાં બોલાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના પ્રોજેક્ટ માટે ચેન્નઈમાં વોક ઈન ઈન્ટરવ્યૂ શા માટે આયોજિત કરવામાં નથી આવ્યા? સીએમ શિંદેને આ વિશે ખબર પણ છે કે નહીં?
શિંદેના દિલ્હી પ્રવાસ અંગે આદિત્યએ જણાવ્યું હતું કે, સીએમ એકનાથ શિંદેના દિલ્હી પ્રવાસથી મહારાષ્ટ્રને કોઈ ફાયદો થયો નથી. ચલો માની લઈએ કે આ વખતે મહારાષ્ટની ભલાઈ માટે દિલ્હી ગયા છે.

2 thoughts on “આદિત્યનો શિંદેને સવાલ! મુંબઈની નોકરીઓ માટે ચેન્નઈમાં ઈન્ટવ્યૂ કેમ?

  1. ઠાકરે ફેમિલીની નૌટંકી હવે બંધ થવી જોઈએ
    ગુજરાતીઓ ને હેરાન કરવા કોઈ કસર છોડી નથી.
    ગુજરાતીઓ પોતાના પૈસે ધંધા કરે પણ નોકરી ફક્ત મરાઠીઓને – બોર્ડ મરાઠીમાં
    હવે 100% મરાઠીઓને નહી આબાદીના પ્રમાણ માં નોકરી આપવી મરાઠી મુંબઈમાં ફક્ત 38 % રહ્યા છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.