નવી દિલ્હીઃ એક સમય હતો કે જ્યારે રાશનકાર્ડ નાગરિકો માટે મહત્વનો દસ્તાવેજ ગણાતો હતો પણ હવે તેની જગ્યા આધાર કાર્ડએ લઈ લીધી છે. સ્કુલ હોય કે બેંકમાં ખાતું ખોલાવવાની વાત હોય બધા માટે આધારકાર્ડ જરૂરી છે અને હવે આ આધાર કાર્ડ સંબંધિત મહત્વની માહિતી સામે આવી છે. આધારકાર્ડધારકોએ પેનકાર્ડ બાદ હવે વોટર આઇડી પણ આધાર કાર્ડ સાથે લિંક કરવા પડશે. ચૂંટણી પંચે પણ વેબસાઇટ પર આ માટેની સુવિધા આપી છે. હવે સવાલ એ ઉઠે છે કે જો આધાર સાથે પેનકાર્ડ લિંક નહીં હોય તો નહીં તો તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે? પરંતુ શુક્રવારે કિરણ રીજજુએ આ સવાલના લેખિત જવાબમાં જણાવ્યું છે કે જો તમારો વોટર આઇડી અને આધાર કાર્ડ લિંક નથી તો મતદાર યાદીમાંથી તમારૂં નામ નહીં કાઢવામાં આવે.95 કરોડમાંથી 54 કરોડ લોકોએ આધાર અને વોટર આઇડી લિંક કરાવ્યા છે. જો તમે પણ હજી સુધી તમારો આધાર અને વોટર આઇડી લિંક નથી કર્યા તો આજે જ ચુંટણી પંચની વેબસાઈટ પર જઈને કરાવી લો. નાગરિકોની ઈચ્છા પ્રમાણે જ તેમના આધાર અને વોટર આઇડીને લિંક કરવામાં આવશે. જો તમે આ બંને દસ્તાવેજ લિંક નથી કરાવ્યા તો પણ કોઈ ખાસ મુશ્કેલી નહીં થાય કે ન તો તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.