Homeધર્મતેજમૃત્યુની પાર જઈ શકે એ જ સંપત્તિ

મૃત્યુની પાર જઈ શકે એ જ સંપત્તિ

આચમન – કબીર સી. લાલાણી

ધર્મગુરુઓ દ્વારા લોકોને શિખવાડવાનો અંદાજ અનોખો

આજે જ્યારે ભારતની પાવન ભૂમિનાં રાજ્યોમાં પાપીઓના પાપ ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે થાય છે કે ભૂતકાળ
બની ગયેલા એવા સાધુ, સંતો, ફકીરો, મહાત્માઓ, ગુરુઓ જો આજે આપણી
વચ્ચે હોત તો બેશક પરિસ્થિતિ સાવ જ જુદી હોત.
આમ છતાં તેમણે કહેલા, ખાસ કરીને કોમી એકતા જાળવવાના સંદેશને લોકો સુધી પહોંચાડવા જે ધર્મઅભ્યાસીઓ, વર્તમાન
પત્રો, લખાણો, વક્તવ્યો દ્વારા લોકો
સુધી પહોંચાડવા સ્તૂતનિય પ્રયત્નો કરી
રહ્યા છે તે સરાહનીય-આવકારદાયક છે,
જેમાં મુંબઈ સમાચાર પણ કોલમો, વિભાગો દ્વારા પોતાની એક અદના ભૂમિકા ભજવી
રહ્યું છે.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની કોમી એકતા જાળવવાનો સૌ પહેલો અસરકારક સંદેશ ગુરુ નાનકે આપ્યો હતો. તેઓ કહેતા કે-
– જાતને કદી છેતરવી નહીં. જેની પ્રાર્થના, ઈબાદત કરવા મંદિર-મસ્જિદમાં આવ્યા છો તેની શક્તિ પર એતબાર (ભરોસો, વિશ્ર્વાસ) રાખીને એને જ બધું સોંપી દો. એ બધું સંભાળી લેશે.
– સંપત્તિ ફક્ત એ જ છે જેને મૃત્યુ નષ્ટ ન કરી શકે. જે મૃત્યુની પાર સાથે ન જઈ શકે એ વિપત્તિ જ હોઈ શકે.
નાનકે કદી સંસાર તજ્યો નહોતો.
તેમનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ
લઈને પોતાનું તેમ જ લોકકલ્યાણ કરી
શકે નહીં જેટલો કે તે સ્વાભાવિક અને
સહજ જીવનમાં કરી શકે છે. તેઓનું માનવું હતું કે,
– ગુફાઓ, જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી, પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવી એ શ્રેષ્ઠ ધર્મ છે. તેમણે
– હિન્દુ અને મુસલમાન બંને માટે એકાત્મકતાના બીજ રોપ્યાં. તેમનું માનવું હતું કે,
– સંપૂર્ણ સૃષ્ટિના ઈશ્ર્વર એક જ છે. આપણે બધા તો તેનાં બાળકો છીએ.
– એકેશ્ર્વર (અલ્લાહ-ઈશ્ર્વર) એક જ છે.
– સાચા મનથી ઈશ્ર્વરનું નામ જપો.
– ઈમાનદારી (સચ્ચાઈ, શ્રદ્ધા)થી અને પરિશ્રમથી કામ કરો.
– ધન દ્વારા દુ:ખી, અસહાય અને જરૂરતમંદ લોકોની સેવા કરો.
– અનીતિ, અધર્મ, અત્યાચાર અને
શોષણ દ્વારા પ્રાપ્ત કરેલ કમાણી
દિવસનો ચેન અને રાતની ઊંઘને વેરણ કરી નાખે છે.
– શુદ્ધ, સાત્ત્વિક, નીતિ-ધર્મનું પાલન કરતાં પ્રાપ્ત કરેલ હોય તે આહાર માણસના મનને વિકાર રહિત નિર્મળ, પવિત્ર અને સાત્ત્વિક બનાવે છે.
– દુનિયાના બધા જ ધર્મો શ્રેષ્ઠ છે.
– ઈશ્ર્વરીય ભાવ તેમ જ ભયની સાથે પૂરી ઈમાનદારી (સત્ય, આસ્થા) સાથે કર્મ (આચાર) કરો જે કદી પણ મિથ્યા થનાર નથી.
બોધ: ધર્મગુરુઓ દ્વારા લોકોને શિખાડવાનો અંદાજ અનોખો હોય છે.
સનાતન સત્ય:
લોકો પુષ્કળ પ્રમાણમાં જમીન, મિલકત ભેગી કરે છે. મિલકત ભેગી કરવા
આંધળી દોટ મૂકે છે. એ માટે ન કરવાનું પણ કરે છે. તમે જરા વિચારો કે મરતી વખતે એમાંથી આપણે કેટલું સાથે લઈ જઈ શકવાના છીએ?
આ સનાતન સત્યને બધા જાણે જ છે. છતાં તેને આચરણમાં લાવવા તૈયાર નથી થતા. ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular