જાલના: જાલનામાં ૧૭ વર્ષની વાગ્દત્તાની હત્યા કરીને યુવક ફરાર થઇ જતાં પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધ આદરી હતી.
૨૪ વર્ષનો આરોપી બુલઢાણા જિલ્લાના વરુડનો રહેવાસી છે, જ્યારે મૃતક લેબોરાની રહેવાસી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
બંને જણ ૧૭ માર્ચે લગ્ન કરવાનાં હતાં અને તેના પરિવારજનો લગ્નનાં કપડાં ખરીદવા લોણાર ગયા હતા. આરોપી શનિવારે બેલોરા પહોંચ્યો હતો, જ્યાં તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં ગળું ચીરી નાખ્યું હતું.
સગીરા લોહીના ખાબોચિયામાં મળી આવી હતી અને આરોપી ગામમાંથી ફરાર થઇ ગયો હતો. આથી સગીરાના પરિવારજનો રોષે ભરાયા હતા અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો, જેને પગલે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અક્ષય શિંદે સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને સમજાવી શાંત પાડ્યા હતા. પરિવારજનોએ આરોપીના પરિવારને દહેજમાં આપેલા રૂ. બે લાખ પાછા માગ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ફરાર આરોપીની પોલીસ દ્વારા શોધ ચલાવવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ બળાત્કાર, હત્યા તથા પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ સેવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું
હતું. (પીટીઆઇ) ઉ