જીવ બચાવવા હાથ પગ કાપવા પડ્યા
દરરોજ ઘણા લોકોને મચ્છર કરડે છે. મચ્છર કરડે ત્યારે આપણે વધુમાં વધુ શું કરીએ છીએ. જ્યાં કરડ્યું હોય એ જગ્યા પર ખંજવાળીને કામ પર લાગી જઇએ છીએ. પણ શું તમને લાગે છે કે આ નાનકડો મચ્છર તમારી આખી જિંદગી બરબાદ કરી શકે છે. નહીં ને! આવું જ કંઈક આ મહિલા સાથે થયું જેની કહાની તમને ચોંકાવી દેશે.
એક મચ્છર જે કદમાં ખૂબ નાનું હોય છે, પરંતુ ઘણીવાર વ્યક્તિને ગંભીર રીતે બીમાર બનાવી દે છે અને જેના કારણે અનેકને જીવ ગુમાવવો પડે છે. આવું જ કંઈક એક મહિલા સાથે થયું હતું. મચ્છર કરડવાથી મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને કોમામાં સરી પડી. આખરે ડોકટરોએ તેનો જીવ બચાવવા તેના હાથ અને પગ કાપવા પડ્યા. બાદમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ ઘટના એક બ્રિટિશ મહિલા ડાન્સર સાથે બની હતી. એકવાર આ મહિલા ડાન્સરને મચ્છર કરડવાથી તે બીમાર થઈ ગઈ. ધીમેધીમે આ રોગ વકર્યો અને ડૉક્ટરે મેલેરિયાનું નિદાન કર્યું. મહિલાને મેલેરિયાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, અને ત્યાંથી તેના જીવનમાં ગૂંચવાડો શરૂ થયો હતો. મેલેરિયાની સારવાર દરમિયાન મહિલાના શરીરમાં કેટલીક પ્રતિક્રિયાઓ થઈ અને તે વધુ બીમાર થઈ ગઈ.
આ મહિલા ડાન્સરનું નામ ટાટિયાના ટિમોન છે, જે લંડનના કેમ્બરવેલમાં રહે છે. થોડા સમય પહેલા તે વેકેશન પર ગઈ હતી અને તેને મચ્છર કરડ્યા બાદ મેલેરિયા થયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન, તેને સેપ્સિસ વિકસિત થઈ, તેથી તેને દવા પીવડાવી અને તે બેભાન થઈ ગઈ, પરંતુ તેની બીમારી સારી થવાને બદલે વધુ વકરી. સારવાર દરમિયાન તે થોડો સમય કોમામાં પણ હતી.
આખરે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ઈન્ફેક્શન આગળ વધ્યા પછી ડોકટરોએ તેનો જીવ બચાવવા તેના બંને પગ અને હાથ કાપવા પડ્યા. તેનાથી તેનું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેને ખબર પડી કે તેને આ રોગ પ્રથમ વખત કોરોના વાયરસ દરમિયાન થયો હતો. જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેને મેલેરિયા હોવાનું નિદાન થયું હતું. આ પછી તેની બિમારી વધુ વકરી હતી. જોકે, તેને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ મહિલા તેના અંગો ગુમાવવાથી ખૂબ જ દુઃખી છે.