મુંબઈના આ વિસ્તારમાં રિક્ષામાં પ્રેમિકાએ દુપટ્ટાની મદદથી દબાવ્યું પ્રેમીનું ગળું અને પછી જે થયું…

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

આરે કોલોલોની નજીક એક મહિલાએ રિક્ષામાં તેના પ્રેમીની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. 32 વર્ષની જોહરા શાહે તેની ઓઢણીની મદદથી પ્રેમી રમજાન શેખનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યારબાદ પોતે જ પોલીસ સ્ટેશનમાં જઈને આત્મસમર્પણ કર્યું હોવાની માહિતી પોલીસે આપી હતી.

મળતી માહિતી અનુસાર આ બંને પવઈ અને આરે કોલોની વચ્ચે આવેલા વિસ્તાર ફિલ્ટરપાડામાં એક વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતાં. શેખ ઓટોરિક્ષા ડ્રાઈવર હતો. બંને વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતાં. શનિવારે પણ બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. જોહરા શાહ શેખ સાથે લગ્ન કરવા આતુર હતી. શેખે પણ લગ્ન માટે પહેલા હા પાડી હતી, પરંતુ થોડા સમય બાદ જોહરાએ લગ્નની વાત કાઢી તો શેખે ના પાડી હતી અને તે જોહરાના ચરિત્ર પર શંકા કરતો હતો. જોહરા વિવાહિત હતી. પહેલા પતિ અને તેની છ સંતાન હતી. બે વર્ષ પહેલા તે પતિથી અલગ થઈ અને તેના બે બાળકો સાથે શેખ સાથે ફિલ્ટરપાડા રહેતી હતી. તેના ચાર બાળક ઉત્તર પ્રદેશમાં જોહરાની માતા સાથે રહેતા હતાં. શનિવારે શેખ અને જોહરા વચ્ચે ઝઘડો થયા બાદ પોલીસ પાસે જવાનો નિર્ણય લીધો હતો. શનિવારે બપોરે એક વાગ્યે તે શેખના ઓટોમાં બેસીને બીટ ચોકી નજીક જવા નીકળ્યા ત્યારે બંને વચ્ચે ફરીથી બોલાચાલી થઈ અને ગુસ્સામાં આવેલી જોહરાએ દુપટ્ટાની મદદથી શેખનું ગળું દબાવી નાંખ્યું હતું. પોલીસે સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.