બોલિવૂડ એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. તેઓ માત્ર 50 વર્ષના હતા. તેમણે લગભગ 150 ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ટીવીની દુનિયામાં પણ અલગ-અલગ પાત્રો ભજવીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. તેઓ લાંબા સમયથી શ્વાસની બિમારીથી પીડાતા હતા અને છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. તેમને સારવાર માટે સાંતાક્રુઝના સૂર્યા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના બંને ફેફસા ફેલ થઈ ગયા હતા.
તેમના અંતિમ સંસ્કાર 14 ફેબ્રુઆરીએ સાંજે 7:30 કલાકે ઓશિવારા કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા હતા.
જાવેદ ખાન અમરોહી એક પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા હતા. તેઓ નુક્કડ જેવી સિરિયલ માટે પણ જાણીતા છે. નુક્કડની સફળતા બાદ તેને ગુલઝારની મિર્ઝા ગાલિબમાં ફકીરની ભૂમિકા ભજવવાની તક મળી. દૂરદર્શનની આ બંને ટીવી શ્રેણીઓએ તેમની કારકિર્દી આગળ વધારવામાં ઘણી મદદ કરી હતી. ટીવી ડેબ્યુ કરતા પહેલા તેમણે બોલિવૂડ ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પણ ભજવી હતી. તેઓ રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘વો સાત દિન’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘નખુદા’, ‘પ્રેમરોગ’ વગેરેમાં નાની ભૂમિકાઓમાં પણ જોવા મળ્યા હતા.
જાવેદ ખાન અમરોહીને 2001ની ફિલ્મ ‘લગાન’માં શ્રેષ્ઠ સહાયક ભૂમિકા માટે એકેડેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. આ સિવાય ‘અંદાઝ અપના અપના’ અને ‘ચક દે ઈન્ડિયા’માં પણ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અભિનેતાના નિધનથી આજે ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમણે અનિલ કપૂર, રાજેશ ખન્ના, ઋષિ કપૂર, આમિર ખાન, ગોવિંદા, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન વગેરે સાથે કામ કર્યું છે અને ઘણી સફળ ફિલ્મો આપી છે.
જાણીતા બોલિવૂડ અભિનેતાનું નિધન, માત્ર 50 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
RELATED ARTICLES