ઈન્ટરનેટ પર દરરોજ નવા નવા વીડિયો આવે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે એમાંથી કેટલાક વીડિયો માત્ર મનોરંજનના ઉદ્દેશથી બનાવવામાં આવેલા ગોય છે તો વળી કેટલાક વીડિયો જ્ઞાનવર્ધક પણ હોય છે. આજે આપણે વાત કરીશું ચકલીઓના વાઈરલ થયેલાં વીડિયો વિશે. આ વીડિયોમાં ચકલીઓને ક્યુટ અને સમજદાર હરકતથી લોકોના મન મોહી લીધા છે. વાઈરલ વીડિયોમાં ચકલીઓનું ઝૂંડ એક જગ્યાએ દાણા ચણવા આવે છે, પણ જે વ્યક્તિએ આ ચકલીઓ માટે દાણા નાખ્યા છે એની દાણા નાખવાની સ્ટાઈલ એકદમ અનોખી છે. આમ તો તમે સામાન્યપણે ઘણી બધી જગ્યાએ નાના નાના મેદાનોમાં દાણા વેરીને તેને ચણતા પંખીઓ જોયા હશે, પણ ક્યારેય રંગોળી બનાવીને પક્ષીઓને દાણા ચણવા માટે બોલાવતા કોઈને જોયા છે ખરા? કદાચ નહીં ને? આજે વીડિયોમાં જોઈ લો… દાણા નાખવાની આ અનોખી સ્ટાઈલે જ વીડિયોને વાઈરલ બનાવ્યો છે અને તે મલયેશિયાનો છે. અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.