બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે 16 ફેબ્રુઆરીના રોજ બોયફ્રેન્ડ ફહાદ અહમદ સાથે સાદાઈથી કોર્ટ મેરેજ કરી લઇ ચાહકોને સરપ્રાઈઝ કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેના લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પરંતુ હવે હોળી પછી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ લગ્નની પાર્ટીનું આયોજન કરવાના છે. આ ફંક્શનનું કાર્ડ પણ સામે આવ્યું છે, જે ખાસ પ્રકારે ડિઝાઈન કરવામાં આવ્યું છે. કાર્ડ પર બેનેલા ચિત્રમાં વિવિધ નારાઓ લખેલા દેખાય છે.
View this post on Instagram
“>આ કાર્ડને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કાર્ડમાં રોડ પર લોકો હાથમાં વિવિધ નારાઓ લખેલા પ્લેકાર્ડ લઈને ઉભેલા દેખાય છે. સ્વરા અને ફહાદ એક બિલાડી સાથે બારીમાં આ બધું જોઈ રહ્યા છે. કાર્ડમાં શાહરૂખ ખાન કનેક્શન પણ જોઈ શકાય છે. કાર્ડમાં એક સિનેમા હોલ દેખાય છે જેના પર શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’નું પોસ્ટર લાગેલું છે. આ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
આ સિવાય કાર્ડમાં એક ખાસ સંદેશ લખવામાં આવ્યો છે કે “ક્યારેક આપણે કોઈ ખાસ વસ્તુને દૂર દૂર સુધી શોધતા રહીએ છીએ, પરંતુ તે તમારી સાથે જ હોય છે. અમે પ્રેમની શોધમાં હતા પણ પહેલા મિત્રતા મળી. તેની શરૂઆત નાગરિક આંદોલન સાથે થઈ, દેશની રાજકીય ઘટનાઓ સાથે તે આગળ વધતો રહ્યો. અંધકારના સમયમાં અમને સાથે મળીને પ્રકાશ મળ્યોઅને એકબીજાને અલગ દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું. અમને નફરતના સમયમાં પ્રેમ મળ્યો. હા, ચિંતા, અનિશ્ચિતતા અને ભય પણ હતો. પરંતુ વિશ્વાસ અને આશા પણ હતી.”