Homeઉત્સવકાન્તને સમગ્રતયા રજૂ કરતું અનન્ય અને અદ્ભુત સંશોધન...

કાન્તને સમગ્રતયા રજૂ કરતું અનન્ય અને અદ્ભુત સંશોધન…

અલભ્ય ગ્રંથવિશ્ર્વ -પરીક્ષિત જોશી

બોક્સ-૧-પુસ્તકવિશે
નામ- કાન્ત વિશે ભૃગુરાય અંજારિયા
સંપાદકો- જયંત કોઠારી, સુધા અંજારિયા
પ્રકાશક-આર.આર. શેઠ
પ્રકાશન વર્ષ-૧૯૮૩
કુલ પાના- ૪૦૨
કિંમત- ચાળીસ રૂપિયા
-ભૃગુરાય અંજારિયાએ કવિ કાન્ત(જ. ૨૦-૧૦-૧૮૬૭, મૃ. ૧૬-૬-૧૯૨૩) વિશે લખેલાં પ્રગટ-અપ્રગટ લેખોનું આ પુસ્તક વાંચતા સહેજે ખ્યાલ આવે કે કેમ એવું કહેવાતું રહૃાું છે કે, ભૃગુરાય એટલે કાન્ત અન્ો કાન્ત એટલે ભૃગુરાય. નિરંતર વર્ષો સુધી કાન્ત વિશેના સંશોધનમાં ઓતપ્રોત થઈન્ો ભૃગુરાય વિશે સુધા અંજારિયા એમના નિવેદનમાં નોંધે છે કે, ભાવનગરીઓ તો મશ્કરીમાં એમ પણ કહેતા કે એમના શ્ર્વાસોચ્છ્શ્ર્વાસમાં પણ ધ્યાનથી સાંભળો તો કદાચ કાન્તનું રટણ સાંભળી શકાય. જોકે એમણે જીવત્ોજીવ તો કાન્ત વિશેના પોતાના લેખોનું પુસ્તક ન કર્યું ત્ો ન જ કર્યું, પરંતુ એમના અવસાન પછી જ્યારે ફંફોસ્યું તો ચારેક પુસ્તકો થઈ શકે એટલું સાહિત્ય સામગ્રી મળી આવી.
કાન્ત વિશેના ભૃગુરાયના બધાં જ લેખો, વ્યાખ્યાનો, નોંધો વગ્ોરેનો આ પુસ્તકમાં સમાવેશ થઈ જાય છે. જોકે, એમણે કાન્તપુણ્યતિથિ અન્ો કાન્તજન્મશતાબ્દી નિમિત્તે ભાવનગરમાં અન્ો ગુજરાતમાં બીજાં કેટલાંક સ્થળોએ વ્યાખ્યાનો આપ્યાં હતાં એની નોંધ મળી શકી નથી. ભૃગુરાયના આ સિવાયનાં ત્રણ પુસ્તકોમાં ક્લાન્ત કવિ અન્ો બીજા પ્રકીર્ણ વિષયો પરના વિવેચનલેખો, જોડણી વિશે તથા શબ્દચર્ચાના લેખો વિશે અન્ો પત્રસાહિત્ય નિમિત્તે થયેલી સાહિત્યિક ચર્ચાઓ ઈત્યાદિનો કુલ ત્રણેક પુસ્તકમાં સમાવેશ કરવાનું આયોજન સુધાબહેન્ો નોંધ્યું છે.
સભર સાહિત્યિક વ્યક્તિત્વ વિશે લખતાં જયંત કોઠારી નોંધે છે કે, ભૃગુરાયે એક પત્રમાં ભાષાપરિચય અન્ો ગુજરાતી ભાષાનું સ્વરૂપ વિશે અભિપ્રાય આપ્ોલો, એનો ઉપયોગ કરવા જ્યારે જયંતભાઈએ સંમતિ માગી ત્યારે એમણે લખેલું કે, લખનારન્ો નામે તો તમારા પુસ્તક જેવું કંઈ જોવા મળતું નથી. કેટલાંક સંપાદનોન્ો બાદ કરીએ તો ખરેખર એમના નામે કોઈ પુસ્તક ન હતું.
જયંત કોઠારી નોંધે છે કે, કાન્તના તો ભૃગુરાય અઠંગ અભ્યાસી. વિદ્યાર્થી અવસ્થાથી કાન્ત પ્રત્યે આકર્ષાયેલા. સ્વભાવગત અભ્યાસવૃત્તિ અન્ો પીએચ.ડી.ની થીસિસ નિમિત્તે કાન્તના જીવન અન્ો સાહિત્યસર્જનનો બરાબર અભ્યાસ કર્યો. રા.વિ.પાઠકના માર્ગદર્શન તળે શરૂ કરેલો થીસિસ તો જોકે પછી પ્ાૂરો ન થયો, પછી ઉમાશંકર જોશીના માર્ગદર્શનમાં એ કાર્ય શરૂ કર્યું, પરંતુ અકળ કારણોસર એ પણ છોડ્યું. જોકે, કાન્તઅભ્યાસરૂપ્ો પ્રાપ્ત થયેલું અહીં આ પુસ્તકમાં સંગ્રહાયેલું છે. આ સામગ્રી દર્શાવે છે કે, કોઈપણ સર્જકનો અભ્યાસ કેવી ઝીણવટથી અન્ો કેવી વ્યાપકતાથી થઈ શકે અન્ો એ અભ્યાસની શી પદ્ધતિ ન્ો શાં સાધનો હોઈ શકે ત્ોનો એવો આદર્શ રજૂ કરે છે કે જેના સુધી પહોંચવાનું આપણા અભ્યાસીઓ અન્ો પીએચ.ડી. કરનારાઓન્ો માટે પણ દુષ્કર.
પુસ્તકમાં લેખો વિષયવિચારના ક્રમમાં મૂકવામાં આવેલા છે. જયંત કોઠારી એન્ો રચના ક્રમ તરીકે જુએ છે. નાનીનાની ગઝલોના છંદ વિશે ભગ્ાૃરાયે છેક ૧૯૪૦માં લખેલું, જે ૧૯૪૫માં પ્રગટ થયેલું. પ્ાૂર્વાલાપ વિશે ૧૯૪૩માં લેખ થયેલો. આ બાબત સ્ાૂચવે છે કે ભૃગુરાયનો કાન છંદના સંદર્ભે કેવો સરવો હતો. ૧૯૪૭માં ગંભીર માંદગીમાં પટકાયા પછી છેક ૧૯૬૭ સુધી એમનું કોઈ લખાણ મળતું નથી. થીસિસ કરવાનો વિચાર છોડી દીધો પછી એટલેકે ૧૯૬૦ પછી એમનો કાન્ત વિશેના અભ્યાસનો વેગ ઘટી ગયો છે જે સ્વાભાવિક પણ છે. કાન્તજન્મશતાબ્દીપ્રસંગ્ો ૧૯૬૭માં એમની પાસ્ોથી કાન્ત અન્ો સ્વીડનબૉર્ગ તથા કાન્તની કાવ્યસિદ્ધિ જેવાં વ્યાખ્યાનો મળે છે, જે કાન્તની વિલક્ષણતાન્ો ઉજાગર કરે છે. ભૃગુરાય ઝીણીઝીણી વિગતોમાં ઘણો રસ લેતા હોવા છતાં એમનું સમગ્રદર્શન ક્યાંય ઝંખવાતું નથી એ એમની વિશેષતા છે. કાન્તની સાલવારી ભૃગુરાયના મહાનિબંધના પહેલા પ્રકરણની સામગ્રી છે. ત્યારબાદનાં પ્રકરણોમાં કાન્તનાં કાવ્યોની આનુપ્ાૂર્વી, કાન્તનું ભાવનાજીવન, કાન્તનાં કાવ્યોની પાઠસામગ્રી, કાન્ત અને સ્વીડનબૉર્ગ, પ્ાૂર્વાલાપ છંદની દ્રષ્ટિએ, કાન્ત વિશે ત્રણ નોંધો, કાન્તના જીવન અંગ્ોની મુલાકાત-નોંધો એ ક્રમમાં પુસ્તકની સામગ્રી સંગ્રહિત થયેલી છે. સાલવારી પ્રકરણમાં કાન્તના જન્મ સંબંધિત નોંધ છે કે, ૨૦-૧૧-૧૮૬૭ના રોજ કાઠિયાવાડમાં વડોદરા રાજ્યના અમરેલી પ્રાન્તના દામનગર મહાલમાં ચાવંડ ગામમાં જન્મ. એ રીત્ો આજે, ૨૦-૧૧-૨૦૨૨ના રોજ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ નો ૧૫૫મો જન્મદિન છે. ગોપાળદાસ ત્ોજપાળ બોર્ડિંગમાં પ્રભાશંકર પટ્ટણી સાથે રહી અભ્યાસ કર્યો. રમણભાઈ તથા બળવંતરાય સાથે મૈત્રી પણ અહીં થઈ. ૦૧-૧૨-૧૮૮૯ના રોજ રાજવી કવિ સ્ાૂરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ‘કલાપી’ના લગ્નમાં લાઠી ગયા ત્યાં વૃદ્ધ દલપતરામન્ો મળેલા. ૧૮૯૦માં વડોદરા કલાભવનમાં સાહિત્યના અધ્યાપક અન્ો શિક્ષણ પદ્ધતિશાળાના આચાર્ય તરીકે નિમાયા. ૧૮૯૮માં એમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. ૧૬-૬-૧૯૨૩ના રોજ જે દિવસ્ો કાન્તના વિશિષ્ટ છંદ રચના પ્રયોગમાં પ્ાૂર્વાલાપનું પુસ્તકાકારે પ્રગટીકરણ થયું એ જ દિવસ્ો એમનું લાહોર પહોંચતા પહેલાં અવસાન થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular