નવી દિલ્હી: કેપિટલ માર્કેટ નિયામક સેબીએ યુનિટધારકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જમાં પારદર્શિતા લાવવાના હેતુસર તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં એક સમાન કુલ ખર્ચ ગુણોત્તર (ટીઈઆર)નો પ્રસ્તાવ મૂક્યો છે.
અત્યારે સેબી એસેટ મેનેજમેન્ટ કંપનીઓને મ્યુચ્યુઅલ ફંડ યુનિટધારકો પાસેથી એક ચોક્કસ ઝઊછ મર્યાદા કરતાં વધુ ચાર્જની વસૂલાત કરવાની મંજૂરી આપે છે. તેમાં બ્રોકરેજ અને લેવડદેવડનો ખર્ચ, ઇ-૩૦ શહેરોમાંથી પ્રવાહ માટે કમિશન ડિસ્ટ્રિબ્યુશન માટે વધારાનો ઝઊછ, જીએસટી અને એક્ઝિટ લોડ માટે વધારાનો ખર્ચ સામેલ છે.
ટીઈઆરએ સ્કીમના ભંડોળની એક ટકાવારી છે જે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ વહીવટી અને સંચાલન સંબંધિત ખર્ચ માટે વસૂલે છે. ટીઈઆર રોકાણકારે જે ચુકવણી કરવાની હોય છે તેનો મહત્તમ ખર્ચ ગુણોત્તર દર્શાવે છે અને એટલે જ રોકાણકારને જે ચાર્જ કરવાનો હોય છે તે ખર્ચની પરવાનગીમાં તે સામેલ હોય તે જરૂરી છે અને ટીઈઆરમાં જે મર્યાદા છે એના કરતાં રોકાણકાર પાસેથી વધુ ચાર્જની વસૂલાત કરી શકાય નહીં.
એએમસીએ ડિસ્ટ્રીબ્યૂશન કમિશન પોલિસી એ રીતે બનાવવી જોઇએ કે બી-૩૦ શહેરોમાંથી વધુ રોકડના પ્રવાહ પર વધુ કમિશન પૂરું પાડવું જોઇએ.