મુક્તાનગર નેશનલ હાઈવે પર બ્રિજ સાથે ટ્રક અથડાઈ, ભયાનક અકસ્માતમાં જાનહાની નહીં

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના મુક્તાઈનગર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભયંકર અકસ્માતો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. ગત વખતે અહીં દૂધના ટેન્કરનો અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. જે બાદ આ નેશનલ હાઈવે ચર્ચામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે ફરી એક વાર મુક્તાનગર પાસેનો આ નેશનલ હાઈવે ચર્ચામાં આવ્યો છે. અહીં ફરી એક મોટો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હૈદરાબાદથી સુરત જઈ રહેલી ટ્રકને મુક્તાનગરના હટાલા પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત મધ્યરાત્રિએ બન્યો હતો જ્યારે એક જંગલી પ્રાણી ટ્રકની સામે આવી ગયું હતું. આ સમયે તેને બચાવતી વખતે ટ્રક પુલ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની કેબિન પુલની નીચે પડી ગઈ હતી, પરંતુ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આ ઘટનામાં ટ્રકનો ખુડદો બોલાઇ ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.