સિનેમાની સફર

ઉત્સવ

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

પ્રેમીના પ્રકાર
ભારતીય ફિલ્મોમાં દેખાડવામાં આવતા પ્રેમીઓને તેમના સ્તરને આધારે નિમ્ન લિખિત વિભાગોમાં વહેંચી શકાય છે અથવા તો વહેંચી નાખવા જોઈએ…
———
દેવદાસ ટાઈપ પ્રેમી
ભારતીય ફિલ્મોમાં નાયક બીજું કશું કરે કે ન કરે, પ્રેમ જરૂર કરે છે. હવે જેટલા પ્રકારના પ્રેમ હોય છે, તેટલા જ પ્રકારના પ્રેમીઓ પણ હોય છે. ફિલ્મોમાં એક દેવદાસ પ્રકારનો પ્રેમી હોય છે. એટલે હોય છે નહીં, હતો. પહેલાંની ફિલ્મોમાં આવા પ્રેમી જથ્થાબંધ પ્રમાણમાં મળી આવતા હતા. તેમના પ્રેમ હંમેશાં ફ્લોપ થઈ જતા હતા, પરંતુ ફિલ્મો હિટ થઈ જતી હતી. હવે ઊંધું થઈ ગયું છે, એટલે ફિલ્મોમાં દેવદાસ જેવા પ્રેમી ડાયનોસોરની જેમ લુપ્ત થઈ ગયા છે.
આવા પ્રેમીઓનો દેખાવ અને રૂપ-રંગ લગભગ સમાન રહેતાં હતાં. તે પહેલાં પ્રેમિકાની બેપરવાઈથી ઘાયલ થાય છે અને ઘાયલ થયા બાદ દુનિયાને ગાળો આપવાનું કામ કરે છે અને પ્રેમિકાને માટે પ્રાર્થના કરતો હોય છે. કેમ ભાઈ, દુનિયાએ તારું શું બગાડી નાખ્યું? જ્યારે પ્રેમ કર્યો ત્યારે દુનિયાને પૂછીને કર્યો હતો? અલબત્ત તે માનતો નથી અને દુનિયાની ઐસી કી તૈસી કર્યા બાદ તે પોતાની જાતની પણ ઐસી-તૈસી કરવા પર આવી જાય છે. દાઢી વધારી નાખે છે, દેખાવ બગાડી નાખે છે, વેશ્યાલયમાં જવા લાગે છે, ત્યાં દારૂ પીવા લાગે છે. વેશ્યાની ઘણી બધી સહાનુભૂતિ મેળવ્યા બાદ જ્યારે આ મહાશય ઘરે પાછા ફરે છે ત્યારે એકમાત્ર ‘રામુ કાકા’ ભોજનની થાળી માટે તેમની રાહ જોઈ રહ્યો હોય છે. રામુ કાકાની હજાર વિનવણી પછી પણ તે ખાવાનું ખાતો નથી અને તેની પાસે વધુ દારૂ માગે છે. હવે આટલો દારૂ પીએ પછી તેની તબિયત તો બગડશે જને અને તબિયત લથડશે તો મરશે પણ. દેવદાસ પ્રકારનો પ્રેમી હંમેશાં મરી જ જાય છે. દુનિયાને ખબર પણ પડતી નથી કે તે પ્રેમમાં શહીદ થઈ ગયો કે પછી દારૂનું સેવન કરીને મરી ગયો.
——–
એક સાથે જ પ્રેમ કરનારો પ્રેમી
જેવી રીતે એક જ પુરુષ સાથે પ્રેમ કરનારી મહિલા સતી સાવિત્રી હોય છે તેવી જ રીતે જીવનમાં ફક્ત એક જ વખત ફક્ત એક જ મહિલા સાથે પ્રેમ કરનારો પ્રેમી ‘સતી સાવિત્રી’નું પુરુષ સ્વરૂપ હોય છે. પ્રેમ અંગેના તેમના વિચાર દૃઢ હોય છે કે જીવનમાં પ્રેમ ફક્ત એક જ વખત થાય છે, તે પણ જાણ્યા બાદ કે સમજદાર લોકો જીવનમાં અનેક વખત પ્રેમ કરતા હોય છે.
જ્યારે જીવનમાં એક જ વખત પ્રેમ કરવો છે તો પ્રેમિકા પણ તેની પસંદગીની જ હોવી જોઈએ. તેને યુવતીની પસંદગી કરવાનો પૂરો મોકો મળવો જોઈએ, પરંતુ નહીં
સાહેબ, અહીં આ પ્રેમી એક યુવતીને દિલ આપી બેસે છે અને તરત જ તેને ખબર પડે છે કે તેના પિતાએ પોતાના બચપણના મિત્રને તેની પુત્રી સાથે પોતાના પુત્રનાં લગ્ન કરાવવાનું વચન આપી રાખ્યું છે. હવે પિતા પોતાના નિર્ણય પરથી હટવા માટે તૈયાર નથી, કેમ કે તેણે પોતાના મિત્રને વચન આપ્યું છે. ‘પ્રાણ જાએ પર વચન ન જાએ.’ જોકે છેવટે પિતાનું વચન પણ જાય છે અને પુત્રના પ્રાણ પણ જતા રહે છે.
બીજી તરફ પુત્ર પોતાની પ્રેમિકાની સાથે બે ચાંદની રાતોમાં બે યુગલ ગીતો ગાઈ ચૂક્યો હોય છે. તે પોતાની મહેનત કોઈ પણ કાળે બેકાર જવા દેવા માગતો નથી. અરે ભાઈ, ક્યા વીમાના પૈસા ડૂબી રહ્યા છે, પણ નહીં સાહેબ, પ્રેમિકા તો એ જ જોઈએ, બીજી નહીં.
સમજાવનારા બધા સમજાવીને થાકી જાય છે, પરંતુ તે સમજતો જ નથી. બીજી તરફ પિતાએ જે પસંદ કરી છે પોતાના બાળપણના મિત્રની દીકરી તે પણ સુશિક્ષિત અને સુંદર છે, પરંતુ પઠ્ઠો ટસથી મસ થતો નથી અને છેલ્લે ‘પ્રેમ કિયે દુ:ખ હોય’ (પ્રેમ કર્યો તો દુ:ખ મળશે જ)નો સંદેશ આપીને એકલો નહીં તો પ્રેમિકાની સાથે વૈકુંઠવાસી થઈ જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.