સિનેમાની સફર

ઉત્સવ

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

ખલનાયકના પ્રકાર
આપણી ફિલ્મોમાં નાયકોની જેમ જ અનેક પ્રકારના ખલનાયક મળી આવે છે. કેટલાક ખાસ પ્રકારના ખલનાયકોના પ્રકાર અંગે આપણે આગામી દિવસોમાં માહિતી મેળવશું.
——–
કોમેડિયન ખલનાયક
નાયક જેવા ખલનાયક કરતાં પણ વધુ દર્શકોએ કોઈને પસંદ કર્યો હોય તો તે છે કોમેડિયન ખલનાયક. આવા પ્રકારનો ખલનાયક ટૂ-ઈન-વન જેવો હોય છે. તેનો અંદાજ કોમેડિયન જેવો હોય છે, પરંતુ કામ ખલનાયક જેવું હોય છે. ખલનાયક પ્રત્યે લોકોમાં જે નફરત હતી તે નફરત/ગુસ્સાને કોમેડિયન ખલનાયકે લોકોના દિલમાંથી કાઢી નાખી હતી. તે નાયિકાને ભલે રડાવતો હોય, પરંતુ દર્શકોને કાયમ હસાવતો હોય છે.
કોમેડિયન ખલનાયકની હોલસેલમાં શરૂઆત થઈ હતી. ખાસ કરીને કાદર ખાન અને શક્તિ કપૂરના આગમન સાથે. તેમના આગમનથી રૂક્ષ-બર્બર ખલનાયકોની ડિમાન્ડ ખતમ થઈ ગઈ હતી અને પછી રણજીત જેવા અનેક ખલનાયકો પડદાની પાછળ ધકેલાઈ ગયા હતા.
જોકે શું આ ખલનાયકોની જીત છે? ના, આ વિજય નથી. આ જીત કોમેડીની છે, આ વિજય હાસ્યનો છે. હાસ્યમેવ જયતે.
——-
ખલનાયકનો પૈસા-પ્રેમ
ખલનાયકનો પૈસા-પ્રેમ જગજાહેર છે. તે હંમેશાં હાય પૈસો, હાય પૈસો કરતો હોય છે અને તે શું કામ ન કરે? આપણે બધા પણ તો આવું જ કરતા હોઈએ છીએ. અત્યારનો યુગ જ અર્થપ્રધાન યુગ છે. પૈસાનો જમાનો છે તો એનો અર્થ એવો થયો કે આપણે બધા જ ખલનાયક છીએ, આના પર પણ વિચાર કરવાની આવશ્યકતા છે.
તમે કોઈ પણ ફિલ્મ જોઈ લો. ગરીબ નાયક મળી જશે, ગરીબ નાયિકા મળી જશે, પરંતુ કોઈ પણ ફિલ્મમાં ગરીબ ખલનાયક મળશે નહીં. ગરીબ શું ખાઈને ખલનાયક બનશે? એનો અર્થ એવો પણ કાઢી શકાય કે ખલનાયક હંમેશાં શ્રીમંત હોય છે.
આમ છતાં તે વધુ પૈસા કમાવા માટે લોકોના જીવ લેતો હોય છે અને છેવટે વધુ પૈસા કમાવાની લાલસામાં પોતાના પ્રાણ પણ ગુમાવી દેતો હોય છે. અહીં ખલનાયક આપણને નાયક કરતાં પણ વધુ મોટો સંદેશ આપી જાય છે. નાયક તો નાયિકાને પામીને આપણને મોહ-માયામાં પડવાનો સંદેશ આપે છે, જ્યારે ખલનાયક આપણને શીખ આપે છે કે પૈસાનો લોભ ઘણી ખરાબ વસ્તુ છે. પૈસા સાથે ક્યારેય પ્રેમ કરવો નહીં. જય હો ખલનાયક મહારાજ!(ક્રમશ:) (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.