સિનેમાની સફર

ઉત્સવ

ખલનાયકના પ્રકાર

સાહબ બાથરૂમ મેં હેે-આશ કરણ અટલ

આપણી ફિલ્મોમાં નાયકોની જેમ જ અનેક પ્રકારના ખલનાયક મળી આવે છે. કેટલાક ખાસ પ્રકારના ખલનાયકોના પ્રકાર અંગે આપણે આગામી દિવસોમાં માહિતી મેળવશું.

નાયક-નાયિકાને મળવા ન દેનારો ખલનાયક

ફિલ્મોમાં એક ખલનાયક એવો પણ હોય છે જે પોતાની બધી જ ઊર્જા એક જ વસ્તુમાં લગાવે છે કે નાયકને નાયિકા ન મળવી જોઈએ. આની પાછળ પાછું એને કોઈ નફો કે નુકસાન હોતું નથી. આવા નિ:સ્વાર્થી, આવા પરોપકારી ખલનાયકો આપણા સમાજમાં જથ્થાબંધ મળી આવે છે. ક્યાંક કોઈ સુખી ન થઈ જાય ક્યાંક કોઈની પ્રગતિ ન થઈ જાય, ક્યાંક બે પ્રેમીઓનું મિલન ન થઈ જાય, એમાં પોતાનું નિ:સ્વાર્થ યોગદાન આપવા માટે તેઓ હંમેશાં તૈયાર હોવાનું જોવા મળે છે. આપણા દેશમાં અનેક પ્રતિનિધિમંડળો છે. કોઈ પ્રતિનિધિમંડળ જાય અને આવી પ્રજાતિના ખલનાયકને એવો સવાલ કરે કે હે પરોપકારી ખલનાયક! તું પોતાના કામ પ્રત્યે બેદરકારી દાખવીને અન્યોનાં થઈ રહેલાં કામ કેમ બગાડવા જાય છે. આનાથી તને શું મળે છે? તું આટલો સેડિસ્ટ (પરપીડન વૃત્તિ ધરાવતો) કેમ છે? કોઈ હસતા-રમતા, નાચતા-ગાતા તને ગમતા નથી? આ તારી ડ્યુટી છે કે પછી હોબી છે?
——————
સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
————–
સર્વ દુર્ગુણ સંપન્ન ખલનાયક
————-
સર્વ દુર્ગુણ સંપન્ન ખલનાયક
અમારી ફિલ્મોનો દરેક નાયક સર્વ ગુણ સંપન્ન હોય છે, પરંતુ સર્વ દુર્ગુણ સંપન્ન ખલનાયક કોઈ કોઈ ફિલ્મમાં જ જોવા મળે છે. તે શું શું નથી કરતો? સ્મગલિંગ કરે છે, ખાનગી નકશાઓ અને દેશનાં ગુપ્ત રહસ્યો તે દુશ્મન દેશને વેચી નાખે છે. હેરોઈન અને કોકેનનો વ્યાપાર પણ તે જ કરે છે. તે કામી હોય છે.
ક્રોધી પણ હોય છે. બળાત્કારનો તો સ્પેશિયાલિસ્ટ હોય છે. કોઈ એને પણ જઈને પૂછે કે હે સર્વ દુર્ગુણ સંપન્ન ખલનાયક! નાયકના હાથે મૃત્યુને પામવા માટે એક જ દુર્ગુણ પૂરતો હોય છે. એક જ જીવ આપવા માટે તેં આટલી બધી ઝંઝટ શું કામ પાળી રાખી છે.
કદાચ એવું હશે કે મલ્ટિ સ્ટાર કાસ્ટને બેલેન્સ કરવા માટે આવું કરવામાં આવતું હશે. ફિલ્મના નાયકમાં જેટલા ગુણ એટલા જ ખલનાયકમાં દુર્ગુણ! જોકે જે જેટલો મોટો ખલનાયક હોય છે, તે એટલા જ ખરાબ મૃત્યુને પામે છે. પોતાના જીવતે જીવ આવો ખલનાયક એ બધી મોજમજા માણી ચૂક્યો હોય છે, જે નાયકને આખી ફિલ્મમાં પામવાનું નસીબમાં હોતું નથી.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.