સિનેમાની સફર

ઉત્સવ

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

ખલનાયકના પ્રકાર
આપણી ફિલ્મોમાં નાયકોની જેમ જ અનેક પ્રકારના ખલનાયક મળી આવે છે. કેટલાક ખાસ પ્રકારના ખલનાયકોના પ્રકાર અંગે આપણે આગામી દિવસોમાં માહિતી મેળવશું.
——
ખાનદાની ખલનાયક
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક હોય છે ખાનદાની ખલનાયક. ખાનદાની ખલનાયક એટલે એવા લોકો જેમનો આખો પરિવાર જ ખલનાયકોથી ભરેલો પડ્યો હોય. બાપ પણ ખલનાયક, પુત્ર પણ ખલનાયક, તેના નોકર-ચમચા બધા જ ખલનાયક. બાપ મૂજરો માણતો હોય તો દીકરાને વાંધો ન હોય અને દીકરો બળાત્કાર કરે તો પણ બાપને કોઈ ફરિયાદ ન હોય. ન આંખની શરમ કે ન લાજ-લજ્જા.
ખાનદાની ખલનાયકના પરિવારની એકતા ટચવૂડ જોવાલાયક હોય છે. એકસાથે જીવે છે અને એકસાથે લડતા હોય છે અને છેલ્લે જ્યારે ખાનદાની ખલનાયક જેલ કે પરલોક જાય છે ત્યારે પણ તે સપરિવાર જાય છે. મજાલ છે કે કોઈ પાછળ રહી જાય.
——
નાયિકાને પામવાના ઈચ્છુક ખલનાયક
એક ખલનાયક હોય છે કે જે કોઈ પણ રીતે એટલે કે બાય હૂક ઓર બાય ક્રૂક નાયિકાને પામવા માગે છે. તેનો પીછો કરે છે. ચાલ ચાલતો હોય છે. તે એ બધી જ વસ્તુ કરે છે જે નાયક કરે છે, ફક્ત ગીતો નથી ગાતો. શું ફક્ત આટલા માટે તેને ખલનાયક કહેવો તેની સાથે અન્યાય નથી?
આમેય આપણે એવું કહીએ છીએ કે ‘એવરીથિંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વૉર’. પ્રેમ અને યુદ્ધમાં બધું જ યોગ્ય છે. આ સિદ્ધાંતને જોવામાં આવે તો નૈતિક દૃષ્ટિએ તે બિલકુલ દોષી નથી.
લોેકશાહીમાં બધાને પ્રેમ કરવાનો અને જેની સાથે પ્રેમ થઈ જાય તેને પામવાનો સમાન અધિકાર છે. પછી તે નાયક હોય કે ખલનાયક.
હવે સમય આવી ગયો છે કે આવા ખલનાયકોને ખલનાયક કહેવા જોઈએ કે નહીં તેના પર વિચાર કરવાનો. આ સવાલના જવાબ માટે એક સમિતિ ગઠિત કરવી જોઈએ. એક પંચ બેસાડવું જોઈએ, જેથી આવા પ્રકારના ખલનાયકોની સાથે ન્યાય કરી શકાય, કમસે કમ તેમનું નામ બદલીને રોમેન્ટિક ખલનાયક તો કરી જ નાખવું જોઈએ. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.