ઘાટકોપરમાં ટૂરિસ્ટ કારે ત્રણ રિક્ષાને ટક્કર મારીને સાત જણને અડફેટમાં લીધા

આમચી મુંબઈ

મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં બ્રેકને બદલે એક્સિલરેટર દબાઇ જતાં ટૂરિસ્ટ કારે ત્રણ રિક્ષાને ટક્કર માર્યા બાદ સાત જણને અડફેટમાં લીધા હતા. પંતનગર પોલીસે આ પ્રકરણે રાજુ રામવિલાસ યાદવ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને તાબામાં લીધો હતો.આ અકસ્માતમાં ભરતભાઇ શાહ (૬૫), રાજેન્દ્ર બિંદવય, સપના સનગરે, આદિત્ય સનગરે (૯), વૈષ્ણવી કાળે (૧૬), જયરામ યાદવ અને શ્રદ્ધા સુશવિરકર ઘવાયા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

 

પોલીસના જણાવ્યા અનુસાર ઘાટકોપર પૂર્વમાં ગારોડિયાનગર ખાતે પુષ્પવિહાર જંકશન ખાતે બુધવારે બપોરે આ ઘટના બની હતી. ટૂરિસ્ટ કારમાં મોબાઇલ ચાર્જિંગ કરવા માટે રાજુ યાદવે કાર સ્ટાર્ટ કરી હતી. કાર ગિયરમાં હોવાથી શરૂ થઇને આગળ નીકળી હતી. આથી કારને થોભાવવાના પ્રયાસમાં બ્રેકને બદલે એક્સિલરેટર દબાઇ જતાં કારે થોડે દૂર જઇને ત્રણ રિક્ષાને ટક્કર મારી હતી અને સાત જણને અડફેટમાં લીધા હતા. ઘવાયેલા સાતેય જણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.