ગુજરાત માટે ગર્વની ઘડી: રાજ્યમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

Ahmedabad: ગુજરાત(Gujarat) ઓલિમ્પિક ગેમ્સ(Olympic games)ની યજમાની માટે દાવેદારી નોંધવા તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(Sports Infrastructure) તૈયાર થઈ રહ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(Bupendra Patel) જાહેરાત કરી હતી કે 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત રાજ્યમાં થવા જઈ રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સવારે 9 વાગ્યે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી. નેશનલ ગેમ્સ(National Games)ની યજમાની કરવી ગુજરતીઓ માટે ગર્વની વાત છે. આ આયોજનમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.
મુખ્ય પ્રધાને ટ્વીટ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.’

તેમણે બીજી ટ્વીટમાં જણવ્યું હતું કે, ‘ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં.’

“>

નેશનલ ગેમ્સ 2022નુ ઉદઘાટન વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium)માં થાય એવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ સહિત ગુજરાતનાં 6 શહેરમાં નેશનલ ગેમ્સનું આયોજન કરાશે, જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.
આ અંગે રાજ્યના યુવા, રમત અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghavi)એ ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી હતી કે આપણું રાજ્ય રમતવીરોને તેમની પ્રતિભા દર્શાવવા, રેકોર્ડ તોડવા અને નવા પ્રસિદ્ધ રેકોર્ડ બનાવવા માટે એક મંચ તૈયાર કરશે.

“>

નોંધનીય છે કે છ વર્ષના વિલંબ બાદ 36મી નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. આ અગાઉ નેશનલ ગેમ્સ 2015 માં કેરળમાં છેલ્લા યોજાઈ હતી. ગોવામાં નવેમ્બર 2016 માં નેશનલ ગેમ્સ યોજાનાર હતી, પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાને કારણે 2 વાર તેને ટાળવામાં આવી હતી. તેના બાદ તેને 2020 માં યોજવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે આયોજન થઈ શક્યુ ન હતું.
થોડા દિવસો અગાઉ વિશ્વમાં રમતગમતક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે ચિંતન મંથન કરવા દેશની સૌપ્રથમ એવી રમતગમત અને યુવા બાબતોના પ્રધાનોની બે દિવસીય પરિષદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટસિટી ખાતે યોજાઈ હતી..

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.