સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)
સુભાષિત સંગ્રહ
स्वर्ग स्थितानां इह जीव लोके
चत्वारि चिन्हानि भवन्ति देहे ॥
दान प्रवाहो, मधुराच वाणी,
देबार्चनं, ब्राह्मण तर्पणं च ॥1॥
ભાવાર્થ : – સ્વર્ગમાંથી પુણ્ય લઇને, આ જગતમાં જન્મેલા, મનુષ્યોના જીવનમાં ચાર નિશાનીઓ જોવા મળે છે. એક તો દાનનો પ્રવાહ વહેતો હોય, મધુર અમૃતતુલ્ય વાણી બોલાતી હોય, દેવતાઓનું ઘરમાં નિત્ય પૂજન અર્ચન થતું હોય, અને બ્રાહ્મણ, સાધુ, સંન્યાસી, ધર્મગુરુ અને બ્રહ્મવેત્તા પરબ્રહ્મના ઉપાસક એવી વ્યક્તિનું યથાયોગ્ય સન્માન થતું
હોય. અસ્તુ.