સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રહલ્લાદજી વ્યાસ (ટીન્ટોઇ)
कवचित् विद्वाघोष्ठि कवचिदपि सुरामत्त कलहः
कवचिद् वीणा वादः कवचिदपिच हाहेति एद्तिम् ॥
कवचिद् रम्या रामा कवचिदपि जरा जर्जर तनुः
न जाने संसारः किममृतमयः वा विषमयः ॥॥
-: ભાવાર્થ :-
આ વિશ્ર્વમાં કોઈ કોઈ જગ્યાએ વિદ્વાનોની જ્ઞાનચર્ચા સાંભળવા મળે છે. જ્યારે કોઈક જગ્યાએ નશામાં ચકચૂર એવા કલેશમય શબ્દો સાંભળવા મળે છે, કોઈક સ્થળે મધુર કર્ણપ્રિય એવા સંગીતના સૂરો સંભળાય છે, જ્યારે કોઈક સ્થળે હાય, હાય, મરી ગયા રે એવા રડવાના શબ્દો સંભળાય છે. કેટલીક જગ્યાએ રમણીય સુંદર સ્ત્રીઓના લાવણ્યપૂર્ણ સૌંદર્ય જોવા મળે છે. જ્યારે કોઈક જગ્યાએ ર્જીણશીર્ણ થઈ ગયેલાં, ચામડી લથડી ગયેલાં, એવા ઘરડાં શરીરો જોવા મળે છે તો આ ઉપરથી સંસ્કૃત સાહિત્ય નો કવિ લખે છે કે આ સંસાર અમૃતમય છે કે વિષમય એ કંઈ સમજાતું નથી? અસ્તુ