સંપાદક:- આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઈ)
केयूरा न विभूषयन्ति पुरुषं
हारा न चन्द्रोज्वला॥
न स्नानं न विलेपनं न कुसुमं
नालकृता भूर्धजा ॥
वाण्येला समलंकरोति पुरुषं या संस्कृता धार्यते
श्रीयन्ते खलु भूषणानि सततं वाग् भूषणं भूषणम् ॥19॥
– સુભાષિત સંગ્રહ
———-
ભાવાર્થ : કોઈ પણ પુરુષને કેસૂડાના ફૂલથી શણગારવામાં આવે તો પણ તેની શોભા વધતી નથી. ચન્દ્ર જેવા પ્રકાશિત હાર પહેરાવવામાં આવે તો પણ તેની શોભા વધતી નથી. સુંદર રીતે કરેલું સ્નાન, કે શરીર ઉપર લગાડેલો સુગંધી પદાર્થ, ફૂલોની શોભા, તેમજ મસ્તક ઉપર ધારણ કરેલા અલંકાર પણ શોભા આપતા નથી. પરંતુ સંસ્કારયુક્ત વાણી જ પુરુષને શોભા આપે છે. આભૂષણો તો સમયના પ્રભાવે નાશ પામે છે જ્યારે વાણીનું આભૂષણ જીવનમાં હંમેશ માટે ટકી રહે છે. અસ્તુ.