ધાતુઓમાં ઉછાળો

વેપાર વાણિજ્ય

મુંબઈ: તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ અને અમેરિકાના આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવી રહ્યા હોવાથી આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ચિંતા હળવી થતાં ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજાર ગઈકાલે રક્ષાબંધન નિમિત્તે બંધ રહ્યા બાદ આજે વિશ્ર્વ બજારના ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં કોપર, બ્રાસ, ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ, ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ પ્રબળ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૬થી ૧૦૦ સુધીનો સુધારો આવ્યો હતો, જ્યારે માત્ર એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે લંડન ખાતે કોપરમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ટનદીઠ ૮૧૪૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.