એ સુપ૨ હિટ ફિલ્મ, જેમાં ડિરેક્ટરનું નામ જ નહોત

મેટિની

ફિલ્મનામા-નરેશ શાહ

તમને ખબર છે? હિન્દી ફિલ્મના સો વરસના ઈતિહાસમાં એક જ સુપ૨હિટ ફિલ્મ એવી બની છે કે જેમાં ફિલ્મના કેપ્ટન ગણાતાં ડિરેટ૨નું નામ જ નથી. ડિ૨ેકટર- પ્રોડયુસર વચ્ચે ફિલ્મ બની ૨હી હોય ત્યા૨ે ક્રિએટીવ યા ફાયનાન્સના મુદ્દે ઝઘડા થયા હોય એવા અનેક કિસ્સા છે. બેન્ડીટ કવિન અને મિ. ઈન્ડીયા ફેમ ડિરેકટર શેખર કપૂરે સની દેઓલ, જેકી શ્રોફ, મનીષ્ાા કોઈરાલા, દિપ્તી નવલ અને અનુપમ ખેર જેવી તગડી સ્ટા૨કાસ્ટ સાથે દુશ્મની નામની ફિલ્મ બનાવી હતી પરંતુ ફિલ્મના મેકિંગ દરમિયાન પ્રોડયુસર સાથેના મતભેદ શરૂ થઈ ગયા હતા. દુશ્મની સિતેર ટકા જેટલી શૂટ થઈ ગઈ ત્યા૨ે શેખરકપૂરે એ ફિલ્મ છોડી દીધી હતી અને ૧૯૯પમાં દુશ્મની રિલીઝ થઈ ત્યારે શેખર કપૂની બદલે ડિરેકટર તરીકે કરણ રાઝદાન અને બંટી શર્માના નામ હતા. ૨૦૦૭માં આવેલી આમિર ખાનની તારે જમીન પે ફિલ્મ શરૂ થઈ ત્યારે તેના લેખક-નિર્દેશક અમોલ ગુપ્તે હતા પણ અગેઈન આમીરખાન-અમોલ ગુપ્તે વચ્ચે ક્રિએટીવ મતભેદ થયા અને તારે જમીન પે રિલીઝ થઈ ત્યારે એ ફિલ્મના ડિરેકટર તરીકે આમીર ખાનનું નામ હતું.
૨૦૧૯નો કિસ્સો તો એકદમ ફ્રેશ છે. માથાભારે અભિનેત્રી કંગના રાણાવતે મણિકર્ણિકા (ધ કવિન ઓફ ઝાંસી) ફિલ્મનો ટાઈટલ રોલ કરતાં કરતાં તેના ડિરેકટને જ તગેડી મૂકેલો અને ખરેખર બાકી ફિલ્મ પોતે જ ડિરેકટર કરી હતી એટલે ડિરેકટર તરીકે તેનું જ નામ ફિલ્મમાં મૂક્વામાં આવ્યું હતું. પ્રોડયુસરયા એકટર સાથે ટસલ થાય અને ડિરેકટરને પાણિચું મળી જાય એવું અનેક કિસ્સામાં બન્યું છે તો અનેક ફિલ્મો માટે એવું કહેવાય છે કે તેમાં ડાયરેેકટ૨નું નામ ભલે ગમે તેનું હોય, ખરેખર (પડદા પાછળના) ડિરેકટરતો કોઈ અન્ય જ હોય. કલાસિક ફિલ્મ સાહબ, બીબી ઔર ગુલામને જ યાદ કરો. આ ફિલ્મ પ્યાસા ફેમ એકટર- ડિ૨ેકટર ગુરુદત્તના બેનરહેઠળ બની રહી હતી અને ઓફિશ્યિલી તેના ડિરેકટર અબ્રાર અલ્વી હતી. ગુરુદત્તની અનેક ફિલ્મો અબ્રા૨સાહેબ લખી હતી અને તેમાં એકદમ ક૨ીબી દોસ્ત પણ હતા. ગુરુદત્ત જે સવારે ઉઠયાં જ નહિ, તેની આગલી રાતે પણ સૌથી છેલ્લે અબ્રારઅલ્વીને તેઓ મળ્યા હતા. બન્નેની દોસ્તી ગુરુદત્તની અંતિમ પળ સુધી બ૨ક૨ારહતી છતાં બહુ સ્ટ્રોંગલી એવું માનવામાં આવે છે કે, સાહેબ, બીબી ઔરગુલામ ફિલ્મનું બેક્સીટ ડ્રાયવિંગ (ડાય૨ેકશન) ગુરૂદત્તે જ ર્ક્યું હતું અને તેથી જ ખૂબ સફળ થયેલી એ ફિલ્મથી અબ્રારઅલ્વીને ખાસ કોઈ ફાયદો થયો નહોતો. આવી વાતો તો જો કે દિલીપકુમાથી માંડીને ૨ાજકપૂર સુધીના મહાનુભવો માટે થતી રહી છે પરંતુ એ તમામ કિસ્સામાં ડિરેકટ૨નું નામ તો જેમનું તેમ (અબ્રારઅલ્વીની જેમ) બરકરાર રાખવામાં આવ્યું હતું અને એટલે જ હિન્દી સિનેમામાં એક જ એવી ફિલ્મ બન્યાંનો ૨ેકોર્ડ છે કે, તેમાં ડાયરેકટનું નામ જ નહોતું અને છતાં એ ફિલ્મ સુપરહિટ થઈ હતી. એ ફિલ્મના ગીતો બ્લોક બસ્ટર ૨હ્યાં હતા અને આજે પણ ગણગણવા ગમે તેવા સૂરિલા હતા. ફિલ્મ હિટ થવાથી એ ફિલ્મમાં જ પ્રથમ વખત ચમકી ૨હેલાં હિરો-હિરોઈન (ખાસ ક૨ીને હિરો) ની ગણના પ્રથમ હરોળના ન્યુ કમરસ્ટાર તરીકે થવા માંડી હતી. પચ્ચીસ વરસની ઉંમરે હિન્દી સિનેમાની સ્ક્રીન પરચમકેલાં એ અભિનેતાની પછીના દશ વરસમાં વીસ-વીસ ફિલ્મો રિલીઝ થઈ હતી પણ…
એ સુપ૨હિટ ફિલ્મ બનાવનારા ડિરેકટ૨ના ભાગે તો બેકારી જ આવી હતી.
૧૯૮૧માં આવેલી એ સુપરહિટ ફિલ્મનું નામ હતું: લવ સ્ટોરી. આ ફિલ્મમાં જ ઈન્ટ્રોડયુસ થયેલાં હિરો-હિ૨ોઈન એટલે જ્યુબિલી સ્ટાર૨ાજેન્દ્રકુમા૨નો સુપુત્ર (સંજય દત્તનો બનેવી) કુમારગૌ૨વ અને (સુલક્ષ્ાણા પંડિત તેમજ જતીન-લલિતની બહેન) વિજયેતા પંડિત. ૨ાજેન્કુમારે પોતાના જ ખર્ચે લવ સ્ટો૨ી બનાવી હતી કા૨ણકે તેઓ પોતાના પુત્ર કુમારગૌરવને લોન્ચ કરવા માંગતા હતા અને એ માટે તેઓ એક સારા ડિ૨ેકટ૨ની તલાશમાં હતા. એ વખતે (૧૯૭૮માં) તેમને ખબર પડી કે પોતાના જ સમકાલીન ફિલ્મ મેક૨, શો મેન રાજ કપૂરે પોતાના જ બેનની નવી ફિલ્મ બીવી ઓ બીવી (સંજીવકુમા૨) માટે પોતાના જ એક આસિસ્ટન્ટને પસંદ ર્ક્યો છે. એ ડિરેકટર એટલે નિર્માતા એચ. એસ. રવૈલનો પુત્ર રાહુલ રવૈલ. મેરા નામ જોકરની ઘોર નિષ્ફળતાને પચાવી લઈને રાજ કપૂરે બોબી નામની બમ્પરહિટ ફિલ્મ બનાવી હતી. તેમાં પણ આ જ રાહુલ રવૈલે આસિસ્ટ ર્ક્યું હતું…
એ ખબરપડી કે ત૨ત રાજેન્દ્રકુમા૨ે રાહુલ રવૈલને ડિ૨ેકટર તરીકે સાઈન કરી લીધા ત્યારે જો કે રાજેન્દ્ર કુમાર કે રાહુલ રવૈલ, બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે ભવિષ્યમાં શું થવાનું છે?
પજેન્દ્ર સાથે બધું સુખરૂપ પાર પડે એ માટે સાવધ રહેવા જેવા શબ્દો માત્ર રાજ કપૂરે એક બે વખત રાહુલ રવૈલને કહ્યાં હતા પણ રાહુલ રવૈલ એ વાતનો અંદેશો પામી ન શક્યાં. બાય ધ વે, ૨ાજેન્દ્રકુમાર માટે શો મેન ૨ાજ કપૂર કાયમ એક જ વિશેષ્ાણ વાપ૨તાં : પજેન્દ્ર.
લવ સ્ટોરીની યુદ્ધકથા વધુ આવતાં શુક્રવારે કરીશું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.