ન્યુઝીલેન્ડમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. સિસ્મિક મોનિટર જિયોનેટે જણાવ્યું હતું કે બુધવારે ન્યુઝીલેન્ડના વેલિંગ્ટન નજીક 48 કિમી (30 માઇલ)ની ઊંડાઇએ 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જિયોનેટના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પેરાપારુમુ શહેરથી 50 કિમી દૂર હતું. મીડિયા રીપોર્ટસ અનુસાર વેલિંગ્ટનમાં જોરદાર આંચકા અનુભવાયા હતા ઘણી સેકન્ડો સુધી ચાલ્યા હતા.
ન્યુઝીલેન્ડ ધરતીકંપ સક્રિય “રીંગ ઓફ ફાયર” પર આવેલું છે, જે જ્વાળામુખી અને મહાસાગરના ખાઈની 40,000-kmની આર્ક છે જે પ્રશાંત મહાસાગરના મોટા ભાગને ઘેરી લે છે