Homeઉત્સવમિથુન રાશિથી વ્રુશ્ચિક રાશિ સુધીનું ભવ્યાતિભવ્ય રાત્રિ આકાશ

મિથુન રાશિથી વ્રુશ્ચિક રાશિ સુધીનું ભવ્યાતિભવ્ય રાત્રિ આકાશ

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુનરાશિમાં બે બાળકો છે. તેને કક્ષ અને પ્લવ કહે છે, કોઈ વળી રામ-લક્ષ્મણ કહે છે, તો કોઈ વળી લવ-કુશ કહે છે. આ બે બાળકોના પગના અંગૂઠે તારા છે. એ તારાના વળી જોડિયાતારા છે અને આ જોડિયા તારાના વળી જોડિયા તારા છે. આમ તેમાં કુલ છ તારા છે.
બાળકના માથામાં પણ તારા છે. મિથુનરાશિમાં પુનર્વસુ નક્ષત્ર છે. આજથી ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે વસંતસંપાત પુનર્વસુ નક્ષત્રમાં થતો હતો. વસંત સંપાતના દિવસે સૂર્ય ખગોળીય વિષુવવૃત્ત ઉપર રહે છે. ખગોળીય વિષુવવૃત્ત (ઈયહયતશિંફહ ઊિીફજ્ઞિિં) એ પૃથ્વીના વિષુવવૃત્તનું આકાશમાં પ્રક્ષેપણ (ઙજ્ઞિષયભશિંજ્ઞક્ષ) છે. પૃથ્વીના વિષુવવૃત્તને અંગ્રેજીમાં -ઊફિવિં’ત ઊિીફજ્ઞિિં અથવા ઝયિયિતિિંશફહ ઊિીફજ્ઞિિં કહે છે.
વસંતસંપાતના દિવસે પૂરી પૃથ્વી પર દિવસ અને રાત સરખા થાય છે, દરેક બાર-બાર કલાકના.
પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવી અદિતી ગણાય છે. અદિતી દેવોની માતા છે. ખગોળીય વિષુવવૃત્તથી ખગોળીય ઉત્તરગોળાર્ધને દેવાયન કહેવામાં આવે છે. તે દેવોનું ઘર છે. સૂર્ય, વસંતસંપાતના દિને ખગોળીય ઉત્તરગોળાર્ધમાં પ્રવેશ કરે છે, તેથી તે દિવસે સૂર્યનો જન્મ થાય છે એમ કહેવાય છે અને અદિતી તેની માતા છે, માટે સૂર્યનું નામ આદિત્ય છે, આદિત્ય એટલે અદિતીનો પુત્ર.
મિથુનરાશિમાં આદ્રા નક્ષત્ર છે. જ્યારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશે છે ત્યારે વર્ષાઋતુનો પ્રારંભ થાય છે.
મિથુનરાશિ પછી એક ઝાંખી રાશિ આવે છે. તેનું નામ કર્ક રાશિ. કર્ક રાશિનો આકાર કરચલા (ખેખડા) જેવો છે માટે તેને કર્ક રાશિ કહે છે. કર્ક રાશિ એટલે કર્ક નિહારિકા નહીં. કર્ક નિહારિકા વૃષભરાશિમાં છે અને તે એક મોટા તારાનું મૃતશરીર છે, જ્યારે કર્ક રાશિ, સૂર્યના માર્ગ પર આવેલું તારાનું મંડળ છે. કર્કરાશિને આકાશમાં ઓળખવી ઘણી અઘરી છે, પણ તેના કેન્દ્રમાં એક ઝાંખુ ધાબુ છે. તે હજારો વયોવૃદ્ધ તારાનું ઝૂંડ છે. તેને ગ્લોબ્યુલર ક્લ્સ્ટર કહે છે. તેનું બીજું નામ મધુચક્ર (બિહાઈન્ડ ક્લ્સ્ટર ઇયવશક્ષમ ઈહીતયિિં) કહે છે. આ ગ્લોબ્યુલર ક્લ્સ્ટર અસલ મધપૂડા જેવું દેખાય છે. તેને પુષ્યનક્ષત્ર કહે છે. આ રાશિમાં બે તારાના ઝૂંડ, જેમ શિયાળામાં ખેતરમાં બે જુવારના ડૂંડા કે મકાઈના ડૂંડા એકબીજાને ભેટતા (આશ્ર્લેષ કરતા) લાગે તેમ દેખાય છે, માટે તેને આશ્ર્લેષા નક્ષત્ર કહે છે. મુંબઈમાં એપ્રિલ, મે મહિનામાં મધ્ય રાત્રિએ માથા પર કર્ક રાશિ દૃશ્યમાન થાય છે, જે જેમ આગળ કહ્યું તેમ ગ્લોબ્યુલર ક્લ્સ્ટરની મદદથી ઓળખી શકાય છે. પુષ્ય નક્ષત્ર પરથી પોષ મહિનાનું નામ પડ્યું છે.
કર્ક રાશિની પૂર્વ દિશામાં સિંહ રાશિ છે. સિંહ રાશિના તારા જે તેના મુખ આગળ છે તે જમણીથી ડાબી બાજુએ (કફયિંફિહહુ શક્ષદયિયિંમ) પ્રશ્ર્નાર્થ ચિહ્ન બનાવે છે અને તેના તળિયે એક પ્રકાશિત તારો છે તેનું નામ મઘા છે. મઘા તારો પ્રકાશિત તારો છે તે નક્ષત્ર છે. મહા (મઘા) મહિનાનું નામ આ તારા પરથી પડ્યું છે. આ રાશિમાં બીજા બે નક્ષત્રો છે, એક પૂર્વા ફાલ્ગુની અને બીજું ઉત્તરા ફાલ્ગુની. મઘા તારાની જગ્યા વિશિષ્ટ છે. તે બરાબર રવિ માર્ગ પર આવેલો છે. વર્ષમાં એકવાર સૂર્ય તેની પિધાનયુતિ કહે છે પણ દિવસ હોવાથી તે આપણને દૃશ્યમાન થતી નથી.
સિંહરાશિની પૂર્વમાં ક્ધયારાશિ છે. ક્ધયારાશિ બહુ વિશાળ રાશિ છે. તે રવિમાર્ગનો ૪૪ અંશ ભાગ છાવરે છે. આ રાશિમાં વિખ્યાત ચિત્રા તારો છે. તે નક્ષત્ર છે. ચૈત્ર મહિનાનું નામ આ તારા પરથી પડ્યું છે.
રાશિચક્રની સાતમી રાશિ ઘણી વિશિષ્ટ છે. તે તુલા રાશિ છે. તુલાનું એક પલ્લુ (ત્રાજવું) (ઉત્તરગોળાર્ધમાં અને બીજું પલ્લુ આકાશીય દક્ષિણ ગોળાર્ધમાં છે) જાણે કે પૂરા બ્રહ્માંડને તોળતું હોય. માટે જ તેનું નામ તુલા રાખવામાં આવ્યું છે. તેના બંને ત્રાજવામાં એક-એક પ્રકાશતારો છે અને તેના કાંટામાં (મધ્યભાગમાં એક તારો છે. તેઓ રાશિ ખગોળીય વિષુવવૃત્ત પર છે. જ્યારે સૂર્ય અહીં આવે છે ત્યારે વળી પાછા દિવસ અને રાત સરખા થાય છે, બાર-બાર કલાકના. તુલાના ત્રાજવામાં આવેલ તારાંના નામો આરબ ખગોળવિદોએ પાડેલાં છે જે જુબે-નૂબી અને જૂબે-સમાલી છે.
શરદસંપાત તુલારાશિમાં થાય છે. જો કે રાશિચક્ર પશ્ર્ચિમમાં ખસતું હોવાથી તે હવે ક્ધયારાશિમાં પ્રવેશે છે. સૂર્ય સપ્ટેમ્બર મહિનામાં અહીં આવ્યા પછી તે ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશે છે. આ રાશિ સૂર્યનો દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશવાનો દરવાજો છે. જ્યારે સૂર્ય આ રાશિમાં આવે છે ત્યારે ખગોળીય ઉત્તરગોળાર્ધમાં શિયાળાનો પ્રારંભ થાય છે અને ખગોળીય દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાનો પ્રારંભ થાય છે. વસંતસંપાત સૂર્યનું ખગોળીય ઉત્તરગોળાર્ધમાં પ્રવેશવાનું દ્વાર છે.
તુલારાશિની પછીની જે રાશિ છે તે વિખ્યાત વ્રુશ્ચિક રાશિ છે. વ્રુશ્ચિકરાશિ રવિમાર્ગને લગભગ લંબ છે. તેથી સૂર્ય આ રાશિને માત્ર ૧૦ દિવસ પસાર કરી લે છે. વ્રુશ્ચિકરાશિનો ઉદય ખગોળીય ઉત્તરગોળાર્ધમાં વર્ષાઋતુની છડી પોકારે છે. વ્રુશ્ચિકરાશિ ત્રણ નક્ષત્રોની બનેલી છે. વ્રુશ્ચિકના આંકડા છે તો ઝેરી પણ અહીં તેમનું નામ સુંદર અનુરાધા નક્ષત્ર છે.
બીજો ભાગ જયેષ્ઠા નક્ષત્ર છે, જયેષ્ઠા તારો હકીકતમાં જયેષ્ઠ (મોટો) છે. તે એટલો મોટો છે કે સૂર્ય કરતાં ચારસો ગણો મોટો અને તે પૃથ્વીથી (સૂર્યથી) ૪૦૦ પ્રકાશ વર્ષ દૂર છે. જયારે આપણે જયેષ્ઠા તારાને જોઈએ છીએ ત્યારે તેની સ્થિતિ ૪૦૦ વર્ષ પહેલાંની જોઈએ છીએ. ૧૬૨૨ની સાલની જોઈએ છીએ, જ્યારે હજુ યુરેનસ પણ શોધાયો ન હતો. ગેલિલિયો જીવતો હતો. જયેષ્ઠા તારો લાલ તારો છે. તે વયોવૃદ્ધ તારો છે. તેની સપાટીનું ઉષ્ણતામાન ૩૦૦૦ અંશ સેલ્સિઅસ છે, જ્યારે આપણા સૂર્યની સપાટીનું ઉષ્ણતામાન ૬૦૦૦ અંશ સેલ્સિઅસ છે અને રાજન્ય તારાની સપાટીનું ઉષ્ણતામાન ૧૬૦૦ અંશ સેલ્સિઅસ છે. રસપ્રદ વાત એ છે કે આપણા પૂર્વજોને કેવી રીતે ખબર પડી હશે કે હકીકતમાં તે જયેષ્ઠ તારો છે.
વ્રુશ્ચિકનો ત્રીજો ભાગ મૂળ નક્ષત્ર કહેવાય છે. આપણી મંદાકિનીના કેન્દ્રની દિશા મૂળ નક્ષત્રની દિશામાં છે. આપણા પૂર્વજોને કેવી રીતે ખબર પડી હશે કે આપણી મંદાકિનીનું કેન્દ્ર મૂળ નક્ષત્રની દિશામાં છે, જેથી તેમણે વ્રુશ્ચિક રાશિના તે ભાગને મૂળ નક્ષત્ર કહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular