Homeદેશ વિદેશફિનલેન્ડની ખુશહાલીનો રાઝ છે એ નાનકડો શબ્દ...

ફિનલેન્ડની ખુશહાલીનો રાઝ છે એ નાનકડો શબ્દ…

હાલમાં જ દુનિયાભરના સૌથી ખુશહાલ દેશોની યાદી બહાર પાડવામાં આવી હતી. કહેવાની જરૂર જ નથી કે આ વર્ષે પણ ફિનલેન્ડે આ યાદીમાં ટોપ કર્યું છે. એટલું જ નહીં તમે જ્યારે ફિનલેન્ડની ઓફિશિયલ ટુરિઝમ વેબસાઈટ પર જશો, તો ત્યાં પણ તમને મોટા અક્ષરોમાં The Happiest Country In The World એવું લખેલું જોવા મળશે. ફિનલેન્ડને વિશ્વનો સૌથી સુખી દેશ માનવામાં આવે છે. દર વર્ષે વિશ્વના એવા દેશોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, જ્યાં દેશોની ખુશીનો સૂચકાંક જણાવવામાં આવે છે અને આ યાદીમાં ફિનલેન્ડ આ લિસ્ટમાં હંમેશા ટોચ પર રહે છે. હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આવું કઈ રીતે શક્ય છે અને આખરે એવું કયું ઘટક છે કે જે ફિનલેન્ડને દુનિયાનો સૌથી ખુશહાલ દેશ બનાવે છે? બસ તમારા આ સવાલનો જવાબ આજે તમને અહીં મળી જશે કે એક નાનકડી બાબત કઈ રીતે ફિનલેન્ડને ખુશહાલ દેશ બનાવે છે.


ફિનલેન્ડને ખુશ કરવામાં Sisu સંસ્કૃતિનો ખૂબ મહત્ત્વનું યોગદાન છે અને અને આ શબ્દનો અર્થ જ એવો થાય છે કે ફિનલેન્ડના લોકો ક્યારેય હાર માનતા નથી. ફિનિશ લોકોનું મન હાર માનવાવાળું નથી. એવું કહેવાય છે કે આ સંસ્કૃતિ જ તેમને ખરાબ સંજોગોમાં તેમનું મનોબળ ટકાવી રાખવામાં મદદ કરે છે. ફિનલેન્ડ સમૃદ્ધિ અને સુંદરતા બંને દ્રષ્ટિએ ખૂબ જ સુંદર અને સમૃદ્ધ દેશ છે. એટલું જ નહીં પણ ફિનલેન્ડમાં ભ્રષ્ટાચારનું સ્તર ખૂબ જ નીચું છે. અહીં અવારનવાર સમાજ કલ્યાણના કાર્યક્રમો યોજાય છે. આ ઉપરાંત અહીંના લોકોનું ઉચ્ચ ગુણવત્તાવાળું જીવન પણ તેની સમૃદ્ધિનું એક મહત્ત્વનું કારણ છે.

ફિનલેન્ડમાં રહેતા લોકોના જીવનના દરેક પાસામાં Sisu સંસ્કૃતિ સામેલ છે. નોકરી-કામકાજ અને શિક્ષણ પ્રત્યેના તેમના અભિગમથી લઈને રમતગમત અને આઉટડોર એક્ટિવિટી પ્રત્યેના તેમના પ્રેમ સુધી, Sisu સંસ્કૃતિ દરેક જગ્યાએ દેખાય છે. ફિનલેન્ડમાં ગુણવત્તાયુક્ત જીવન અને સામાજિક કલ્યાણમાં Sisu સંસ્કૃતિનું મહત્વનું યોગદાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -