મુંબઈ: આઈઆઈટી-મુંબઈના દલિત વિદ્યાર્થીની કથિત આત્મહત્યાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (સિટ)ની રચના કરવામાં આવે, એવી માગણી રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર ડો. ભાલચંદ્ર મુંગેકરે બુધવારે કરી હતી. તેમણે અહીં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
દર્શન સોલંકીના પરિવારજનોએ પહેલેથી જ આરોપ લગાવ્યો છે કે તેણે તેના પ્રથમ સેમિસ્ટર દરમિયાન જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેની સંપૂર્ણ તપાસ થવી જોઇએ, એવું મુંગેકરે જણાવ્યું હતું.
વિવિધ સંગઠનો ચોથી માર્ચે આઝાદ મેદાનમાં ભેગા થશે અને સોલંકીના મૃત્યુમાં સામેલ લોકો સામે પગલાં ભરવાની અને સિટની રચના કરવાની માગણી કરશે, એવું મુંગેકરે જણાવ્યું હતું. સોલંકીના પિતા પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના છે. દર્શનાં માતા-પિતા મુંબઈ આવે એ પહેલાં જ કોઇ પણ મંજૂરી લીધા વિના પોલીસે તેનો પોસ્ટમોર્ટમ કરી નાખ્યો હતો. દર્શનને જાતિઆધારિત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો, તેના પૂરતા પુરાવા છે, જ્યારે આ પ્રકરણ ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એવું તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)
આઈઆઈટીના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં સિટની રચનાની માગણી કરાઇ
RELATED ARTICLES