કળયુગનો હત્યારો પતિ! પતિએ મિત્રો સાથે મળીને પત્ની પર આચર્યું દુષ્કર્મ અને પછી કરી હત્યા

આપણું ગુજરાત

રાજકોટના ગ્રામીણ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જામકંડોરણાની વાડીમાં રહીને મજૂરી કરનારી આદિવાસી મહિલા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મહિલાના પરિજનોએ તેના પતિ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે મૃતક મહિલાના પતિની ધરપકડ કરીને કડકાઈથી પુછપરછ કરી હતી. દરમિયાન તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પોલીસની આકરી પૂછપરછમાં સામે આવ્યું હતું કે પતિએ મિત્રોની સાથે મળીને પત્ની ઉપર પહેલા સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને પત્નીના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંક્યા હતાં. દુષ્કર્મ આચર્યા બાદ બબાલ થતા પતિએ પત્નીને મોતને ઘાટને ઉતારી દીધી હતી. હાલ પતિ સહિત ત્રણ આરોપીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.