એસી લોકલમાં શેલ્ફ તૂટી પડી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રવાસીઓમાં ધીરે ધીરે અત્યંત લોકપ્રિય બની રહેલી વેસ્ટર્ન રેલવેની એસી લોકલ સુરક્ષાની દૃષ્ટિએ નબળી હોવાનું બુધવારે બનેલા બનાવ પરથી સામે આવ્યું છે.
સાંજે ૭.૪૯ વાગ્યે ચર્ચગેટથી વિરાર જવા નીકળેલી એસી લોકલમાં અંધેરી સ્ટેશન આવવા પહેલાં સામાનને રાખવા માટેની શેલ્ફ અચાનક તૂટી પડી હતી અને સીટ પર બેસેલા ત્રણથી ચાર લોકોને આ શેલ્ફનો માર લાગ્યો હતો. સામાનના વજનને કારણે આ શેલ્ફ તૂટી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હોવા છતાં આ બનાવ પરથી એસી લોકલની ગુણવત્તા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. તૂટી પડેલી શેલ્ફ પ્રવાસીઓએ હટાવીને બારીની પાસે મૂકી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.