આંખ બંધ કરીને નારાયણ, નારાયણ બોલતા નારદ મુનિની ઇમેજની કલ્પના કરો તો આંખો સામે ‘ઓમકારનાથ ધર’ નામના કાશ્મીરી પંડિત જ દેખાશે જો તમે હિન્દી ફિલ્મોના રસિયા હશો તો!

રંગીન ઝમાન-હકીમ રંગવાલા

હિન્દી ફિલ્મના દર્શકો એમને”જીવન”નામથી ઓળખે છે. ઓછામાં ઓછી ૪૦ ફિલ્મોમાં એમણે નારદજીની ભૂમિકા ભજવી છે. અને આ એક વર્લ્ડ રેકોર્ડ જ હોવો જોઈએ, દુનિયામાં કોઈ એવો અભિનેતા નહીં હોય જેણે એક જ પાત્ર ચાલીસ કરતાં વધારે ફિલ્મોમાં ભજવ્યું હોય ! કાશ્મીરથી મુંબઈ આવીને જીવને વિદ્યા સિંહાના દાદા મોહન સિંહાની નોકરી લઈ લીધી અને આ મોહન સિંહાએ જીવનને પોતાના દિગ્દર્શનમાં ‘ફેશનેબલ ઇન્ડીયા’ ફિલ્મમાં રોલ ભજવવા આપ્યો. અને એ પછી થોડા પિક્ચરોમાં જીવને હીરો તરીકેની ભૂમિકાઓ પણ ભજવી. પણ જીવન જાણીતો થઈને દર્શકોમાં ઓળખાયો ’નારદજી’ના પાત્રમાં અને ઓગણીસો સુડતાલીસની સાલમાં પ્રકાશ પિક્ચરે ‘ભક્ત ધ્રુવ’ નામની ફિલ્મમાં પહેલી વખત જીવનને નારદ તરીકે રજૂ કર્યો.
એ ઉપરાંત જીવનની યાદગાર હિન્દી ફિલ્મો અનેક છે.અમર અકબર એન્થની, ધર્માત્મા,ધરમવીર, જોની મેરા નામ જેવી અઢળક વિલનની ભૂમિકાઓ સુપેરે ભજવીને જીવન હિન્દી ફિલ્મમાં સર્વાધિક લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર વિલનોમાંના એક વિલન જીવન છે.હિન્દી સિનેમામાં કપટ, કુટિલ નીતિ, જે થાળીમાં ખાય તેનું બૂરું કરી નાંખવાની વેતરણ કરતો વિલન માત્ર જીવન જ હોય ક્યારેક તો પોતાનાં ડફોળ જેવાં કાચા વિલન પુત્રને પણ “ગધે કી ઔલાદ જેવી ગાળ ચોપડાવી દે. એક લુચ્ચાઈભર્યું અને ખંધુ કીરદાર નીભાવવામાં એમની માસ્ટરી હતી. લોકોને રીતસરની ઘૃણા ઉપજતી
જીવન પર.
નયા દૌર ને કેમ ભુલાય ભાઈ. કુંદન.. દેવ આનંદની શરૂઆત ની ફિલ્મોમાં પણ તે અનિવાર્ય રહેતાં.. ચાચા – ભતીજાનો લક્ષ્મીદાસ, ભાઈ હો તો ઐસાનો મામજી, રોટીનો લાલા.. તેમની ડાયલોગ ડિલિવરીની સ્ટાઈલ અલગ જ હતી, એમની પોતાની એક શૈલી હતી અને એ શૈલીની બરોબરી કોઈ કરી શક્યું નથી આજ સુધી હિન્દી ફિલ્મોમાં. હિન્દી ફિલ્મોના વિલન જીવન ઘણાં બધાં પીકચરમા હોય…અને વિલનનો રોલ એવો કરે કે દર્શકો પણ ગુસ્સે થાય…અને હીરો જ્યારે મારધાડ કરે ત્યારે તાળીઓથી હીરોને વધાવીને સંતોષ માને. હિન્દી ફિલ્મ રસીયાઓ એને જીવણીયો જ કહે. વિલનગીરી પૂરી મુત્સદ્દીપણું દર્શાવીને કરે. દાઢમા ડાયલોગ ઘાલીને બોલે, ’ કોહિનૂર ફિલ્મમાં જ્યારે જીવન એમની લાક્ષણિક શૈલીમાં એકદમ ઊલટા ઉસુલો જેવી સલાહ ડાયલોગ રૂપે કહે કે, મહેલ નહીં બનતે જબ તક ખંડરાત ગીરા નહીં દીયે જાતે. અપની મહોબ્બત કામયાબ નહીં હોતી જબ તક દૂસરી મહોબ્બત કા ગલા ઘોંટ નહીં દિયા જાતા.’ ત્યારે આ સંવાદ જીવનના મુખમાં શોભી ઉઠે છે. મદન પુરી, જીવન, મનમોહન, ડેની, અજીત, પ્રાણ જેવા વિલનોની અલગ અલગ શૈલીઓ હતી…આ જીવન તો હીરોનો માર ખાવા રાખવો જ પડે…અને માર ખાતા પહેલાં તો કેટલું યે સામાનું પાયમાલ કરી આપે કે ખરેખર ગુસ્સો આવે….જીવનનો પુત્ર કિરણકુમાર ફિલ્મોમાં આવ્યો.. ગુજરાતી ફિલ્મોમાં તો ખૂબ જાણીતો હીરો બની ગયેલો. આજેય જીવણીયાની ચાલ…એવો શબ્દ કોઈ એવા વ્યક્તિઓ માટે વપરાય છે જે
અસલ શકુની ટાઈપ લુચ્ચાઈ ધરાવતો હોય અને સ્ટોરીમાં પણ જીવનનું એક પાત્ર હોવું જોઈએ એ એક જમાનામાં ફિલ્મ લેખકો ધ્યાનમાં રાખતા અને એ મુજબ સ્ટોરી લખાતી. સીંગલ બોડીનો જોરદાર વિલન. જીવન મનમોહન દેસાઈના પ્રિય કલાકાર હતા અને મનમોહન દેસાઈ સાહેબની લગભગ બધી ફિલ્મોમાં જીવનને ભૂમિકા મળી છે અને એ ભૂમિકા જીવને પોતાના અભિનય વડે જીવંત કરી છે. બી.આર.ચોપરાની ફિલ્મોમાં પણ જીવને એમના અભિનય થકી રંગ પૂર્યા છે અને બી.આર ફિલ્મ્સનો માનીતો અભિનેતા જીવન રહ્યો હતો. એમના શરૂઆતના વર્ષોમાં કરવટ, અફસાના, ચાંદની ચોક, શોલે, એક હી રાસ્તા, નયા દૌર અને કાનૂન ફિલ્મમાં જીવને કોર્ટમાં શરૂઆતની મિનિટોમાં ‘કાલિદાસ’ તરીકે ખૂબ જ મજબૂત ભૂમિકા ભજવી.
જીવનને પોતાની એક અલગ જ મજબૂત ઇમેજ હિન્દી ફિલ્મજગતમાં પોતાની મહેનત વડે ઊભી કરી પણ આ ઇમેજ જ જીવનને અભિનયના દરેક પાસાઓ પર કામ કરવામાં નડી ગઈ ! જીવનને એની ઇમેજથી હટીને ભૂમિકાઓ પણ જો મળી હોત તો એ ભૂમિકાઓમાં પણ જીવન પોતાના અનુભવ અને અભિનય થકી પ્રાણ પુરી દેતા એમાં કોઈ શક નથી.

Google search engine