બ્રહ્માંડનો અભ્યાસ કરતા વિજ્ઞાનીઓની કરુણ કથા

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન – ડો. જે. જે. રાવલ

લ્યુડવિડ બોલ્ટઝમેન, નિકોલ ટેસ્લા, ઓલિવર હેવિસાડ, પી. એ. એમ. ડીરેક, સત્યેન્દ્રનાથ બોઝ, શ્રીનિવાસન રામાનુજન, સુબ્રમણ્યમ ચંદ્રશેખર

શુદ્ધ (સૈદ્ધાંતિક) વિજ્ઞાનમાં સંશોધન કરવું અને તેમાંય તે ખૂબ જ મૌલિક સંશોધન કરવું તે ઘણું દુષ્કર છે. તે ફના થઇ જવાની વાત છે. સંશોધનનું કાર્ય વિજ્ઞાનીનો ખૂબ જ સમય લે. તેને જે દરરોજે દરરોજ સંશોધન થતું હોય તેનો તંતુ જાળવવો પડે. પુસ્તકો વાંચવા પડે મનન-ચિંતન કરવું પડે, નિરીક્ષણ કરવું પડે મોટા મોટા પ્રયોગો થતા હોય તેને પણ જાણવા પડે. કોઇ વધારાની કમાણી કરી શકે નહીં. આ ક્ષેત્રમાં કટકી જેવું તો નામ જ નહીં. જીવનમાં વિજ્ઞાનીને ખૂબ જ ખોવું પડે. તેના બીજા બધા શોખોને લગભગ તિલાંજલી આપવી પડે. વિજ્ઞાનીને તો ઠીક પણ તેના કુટુંબને પણ એટલી જ વિટંબણમાંથી પસાર થવું પડે. તેમાંય વિજ્ઞાની સારું સંશોધન કરે તો ઠીક, નહીં તો જીવનની બરબાદી.
ઘણીવાર તો વિજ્ઞાની ખૂબ જ સરસ, ઉત્કૃષ્ટ અને મૌલિક સંશોધન કરે તો ક્ષેત્રના માંઘાતાઓ તે સ્વીકારે નહીં. વિજ્ઞાનીના મૃત્યુ પછી તેનું તે સંશોધન ઉત્કૃષ્ટ સંશોધન તરીકે બહાર આવે ત્યાં સુધીમાં તો વિજ્ઞાનીનું મૃત્યું થઇ ગયું હોય, તેના કુુટુંબના બેહાલ થઇ ગયા હોય. ઘણીવાર વિજ્ઞાની સારું સંશોધન કરે જે સાબિત પણ થતું હોય તો પણ તેને સમયસર નવાજવામાં આવતાં નથી. બીજી બાજુ ક્રિકેટ, સંગીત, ફિલ્મ, નૃત્ય, સાહિત્ય, પત્રકારત્વ કે નાટ્યકલામાં થોડું સારું કામ કરે તરત જ સમાજ તેને નવાજે છે. કારણ કે તે દૃશ્યમાન છે અને લોકો તેેને સમજી શકે છે. લોકોનું એટલું જ સ્તર છે. હકીકત એ છે કે ઉપરોક્ત કલાકારો તો પૈસા લઇને પર્ફોર્મ કરે છે, અને સાથે સાથે તેની કદર પણ તરત જ થાય છે. કારણકે સમાજ એ બધું જરૂરી સમજી શકે છે અને તેથી તેને નવાજી શકે છે. સમાજનું આટલું જ સ્તર છે. શુદ્ધ વિજ્ઞાન (ાીક્ષય તભશયક્ષભયત, ાવુતશભત, ખફવિંયળફશિંયત, હશરય તભશયક્ષભયત ભવયળશતિિું યભિં) માં સંશોધન સમાજના સામાન્ય માણસોની સમજની બહાર હોય છે. વિજ્ઞાનીને વિજ્ઞાનમાં સંશોધન કરે છે તેથી પગાર સિવાય બીજી તેની કોઇ જ આવક હોતી નથી. વિજ્ઞાની તેના કાર્યમાં રત રહે તો હોવાથી બીજા ચાંપલુસગિરી કરવાવાળા માણસોની જેમ તેનેે જલ્દી પ્રમોશન કે પદ પણ મળતું નથી. કેટલાક વિજ્ઞાનીઓ પગાર વગર સ્વખર્ચે સંશોધન કરે છે અને કેટલાકે આવા સંશોધન કર્યાં છે. જેમાં રામાનૂજન, ફેરાડે, એડીશન, ટેસ્લા, મેડમ કયુરી, આઇન્સ્ટાઇન જેવા મહાન વિજ્ઞાનીઓ હતાં. આ બધા વિજ્ઞાનીએ ખૂબ ગરીબાઇમાં સંશોધન કરી મહાન બન્યાં હતાં. તો થાય કે વિજ્ઞાનીઓ શા માટે આમ કરતાં હશે? તેની પાછળ વિજ્ઞાનીઓની વિજ્ઞાન સંશોધન કરવાની લગની ભક્તિ છે. આવા ઘણાં માણસો છે જે પોતાના છંદ પાછળ ફના થઇ જાય છે.
રામાનૂજનનો દાખલો લો. તેને કારમી ગરીબાઇમાં ગણિતના ઊંચા શિખરો સર કર્યાં. તેને મદ્રાસ પ્રાંતના ત્રણ-ચાર માણસોએ ટેકો આપ્યો તો તે જીવી ગયા. હકીકતમાં પછી ઇંગ્લેન્ડના વિખ્યાત ગણિતશાસ્ત્રી પ્રોફેસર જી. એચ. હાર્ડીએ તેનો હાથ પકડયો તો તેમને ૩૨ વર્ષના જીવનમાં છેલ્લે છેલ્લે તેમની કદર થઇ, નહીં તો તે બેન્ડાલ મૃત્યુ પામત. ભારતમાં આવા ઘણા રામાનૂજન નિર્વાણ પામી ગયા હશે અને હાલમાં પણ હશે. ફેટેડેએ પણ ગરીબાઇમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં ઊંચા શિખરો સર કર્યા એડિશને ટ્રેઇનમાં છાપાં વેચતાં વેચતાં વિજ્ઞાનનાં અને ટેૅકનોલૉજીના ઊંચા શિખરો સર કર્યા. આપણા એ. પી. જે. અબ્દુલ કલામની હાલત પણ એવી જ હતી. ટેસ્લા મહાન શોધક હતો. રસ્તા પર મરી ગયો. હેવીસાઇડ નામનો વિજ્ઞાની હતો. તેના મૃત્યુ પછી તેના કાર્યની કિંમત થઇ શું કામની? બોસ્ટર્ઝમને ભૌતિકશાસ્ત્રમાં વિશિષ્ટ સ્ટેટીસ્ટીક્સ શોધી કાઢયું. તેના કાર્યની કિંમત ન થઇ તો તેને આપઘાત કર્યો. તેના આપઘાત પછી તેનું કાર્ય અતિમહત્ત્વનું સાબિત થયું, શું કામનું?
ભારતીય-અમેરિકી ખગોળવિદ સુબ્રમણ્યમ ચંદ્રશેખરે સૂર્ય જેવા તારામાં અણુ -ઇંધણ ખતમ થવા આવે ત્યારે તેનો અંત કેવી રીતે આવે તેવી થિયરી ૧૯૩૩માં આપી. તે વખતના પ્રભાવશાળી ખગોળવિજ્ઞાની આર્થર સ્ટેન્સી એડીંગ્ટને ચંદ્રશેખરની થિયરીની હાંસી ઉડાવી ચંદ્રશેખર બિચારા દશકાઓ સુધી સૂન-મૂન થઇ ગયા, અને પછી કેટલાય દાયકાઓ પછી તેમના કાર્યનું મહત્ત્વ સમજાયું અને તેમને છેક ૧૯૮૩માં (પચાસ વર્ષ પછી) નૉબેલ પારિતોષિક મળ્યું. તેઓ તે રીતે ભાગ્યશાળી કે ત્યાં સુધી તેઓ જીવતા રહ્યા. આઇન્સ્ટાઇનની સ્થિતિ પણ પ્રારંભે એવી જ હતી. તેમના પિતાજી હરમન આઇન્સ્ટાઇન તેની ચિંતામાં કારમી ગરીબીમાં મૃત્યુ પામ્યાં.
ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે ભૌતિકશાસ્ત્રમાં વિશિષ્ટ કર્વાન્ટમ સ્ટેટીસ્ટીક્સ શોધી કાઢયું. તેમનું બિચારાનું સંશોધનપત્ર કોઇ વિજ્ઞાન સામયિકે હાથમાં ન ઝાલ્યું. હારીને પછી તેમણે તેમનું એ સંશોધનપત્ર આઇન્સ્ટાઇનને મોકલ્યું. આઇન્સ્ટાઇન બોઝના એ સંશોધન પત્રનું મહત્ત્વ સમજી શકયા અને તેનું જર્મન ભાષામાં ભાષાંતર કરી પ્રકાશિત કર્યું, એ બૉઝ રાતો-રાત વિખ્યાત બની ગયા. તેમનું કાર્ય આજે ભૌતિકશાસ્ત્રમાં, પાર્ટીક્લ ફિઝીક્સ અને કવૉન્ટમ ફિઝીક્સમાં પાયાનું સાબિત થયુ છે. આ સ્ટેટીસ્ટીક્સને અનુસરતા પદાર્થકણો જેવા કે ફોટોન્સ, ગ્રેવીટોન્સને બૉઝોન્સ કહેવાય છે. આ પર્દાથ કણોનું બૉઝોન નામ આપનાર વિખ્યાત ભૈતિકશાસ્ત્રી પી. એ. એમ.ફ્રીરાક હતા. બ્રહ્માંડ બે જ જાતના પદાર્થકણોનું બનેલું છે, કાં તો બોઝોન અથવા ફર્લીઓન-ફર્લી અને ફ્રીરાકે શોધેલું વિશિષ્ટ ભૌતિકશાસ્ત્રીય સ્ટેટીસ્ટીક્સ છે. જે પદાર્થ કણો જેવા કે ઇલેકટ્રોન્સ, ન્યુટ્રોન્સ, પ્રોટોન્સ, ફાર્મ સ્ટેટીસ્ટીક્સ અનુસરે છે. તેમને ફર્મીઓન્સ કહેવામાં આવે છે. આઇન્સ્ટાઇનને લીધે બોઝ બચી ગયા. એ જ બોઝે બીજું એક સંશોધનપત્ર આઇન્સ્ટાઇનને મોકલ્યું. આઇન્સ્ટાઇનને તેનું મહત્ત્વ સમજાયું ન હતું. તેમ છતાં તે છપાયું તે બોઝે આઇન્સ્ટાઇન ક્ધડેસેશન તરીકે બોઝના મૃત્યુ બાદ અતિમહત્ત્વનું સાબિત થયું તેમાં નિરપેક્ષ શૂન્ય ઉષ્ણતામાને પદાર્થ અણુઓ અને તેની વાત કરવામાં આવી છે.
ટેસ્લા અને એડીશન ઇલેકટ્રીક મોટર કંપનીમાં ભાગીદાર હતાં. એડીશને દગો કરે તેને હાથે-પગે તેની કંપનીમાંથી કાઢી મૂકયો. ટેસ્લાના કંપનીમાંથી લેણા નીકળતા પૈસા પણ એડીશને તેને ન આપ્યાં. બિચારો ટેસ્લા રોડ પર મૃત્યુ પામ્યો. એડીશને ખૂબ પૈસા બનાવેલાં, આઇન્સ્ટાઇન પછી ટેસ્લા મહાન બુદ્ધિશાળી વૈજ્ઞાનિક અને ટેકનૉક્રેટ હતો. તેને ઘણા અર્વાચીન શોધોનો પ્રારંભ કરેલો. જે હાલમાં પ્રથમ શ્રેણીની શોધો ગણાય છે. ટેસ્લા બહુ આધ્યાત્મિક અને ભક્તિવાળો ઉદાર માણસ હતો. તેને સ્વામી વિવેકાનંદ સાથે સતત કાયમી પત્રવ્યવહાર હતો. સ્વામીએ તેને સાપેક્ષવાદ શોધવાનું સૂચન કરેલું પણ પૈસાના અભાવે તે ગરીબીમાં મરણ પામ્યો. પછી આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ શોધ્યો. ટેસ્લા ઘણી બધી શોધોનો જનક હતો. અને તેને કદાચ ડ્ઢ-ફિુ ની શોધ પણ કરી હોત અને મોબાઇલની પણ, ઇલોન મસ્કે માટે જ તેની એક કંપનીનું નામ ટેસ્લા રાખ્યું છે. ટેસ્લા અપરણિત હતો.
કેટલર તેના લેણાના માત્ર પાંચ રૂપિયા લેવા જર્મનીની ભયંકર ઠંડીમાં ગયો અને રસ્તા પર બરફના તોફાનમાં આવી ગયો અને મરણને શરણ થયો. બીજી તરફ ગેલિલિયો જીવનભર ગરીબીની યાતના ભોગવી મૃત્યુ પામ્યો. તેની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તે કાયદેસર પરણી પણ ન શકયો. તેને બે પુત્રી હતી. એક નન થઇ ગઇ બીજી મૃત્યુ પામી. વિજ્ઞાનીઓને આવા તો કેટલાય દાખલા છે. તો થાય કે વિજ્ઞાનીઓની વિજ્ઞાન-ભક્તિ પાછળ કયુ બળ કાર્યરત હશે? હાં જેટલા પાદરી વિજ્ઞાનીઓ હતાં. તેમને મઝા હતી કારણ કે ચર્ચ તેમને નિભાવતું હતું. તેમાં કોપરનીક્સ, લેકોેત્રે જેવા વિજ્ઞાનીઓ ગણાય.(ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.