લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી
પૂર્વ કેન્દ્રીય પ્રધાન શિવરાજ પાટીલ ચાકુરકરના એક સંબંધીએ મહારાષ્ટ્રના લાતુરમાં કથિત રીતે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચંદ્રશેખર (81 વર્ષ)ને લોકો હનમંતરાવ પાટિલના નામે પણ લોકો ઓળખતા હતા. તેમણે સવારે લગભગ સાડા આઠ વાગે લાઇસન્સી રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી હતી.
તેઓ લોકસભાના પૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટિલ ચાકુરકરના પિતરાઇ ભાઇ હતા. હનમંતરાવ પાટિલ પૂર્વ અધ્યક્ષ શિવરાજ પાટિલના ઘરની નજીક જ રહેતા હતા અને વારે-તહેવારે એમના ઘરે તેમની આવન-જાવન રહેતી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઘણા વર્ષોથી તેઓ કોઇ બીમારીથી પીડિત હતા.
ઘટના સમયે મત્રીનો પુત્ર હાજર હતો.
પોલીસ અધિક્ષક દિનેશ દેવરે, નાયબ પોલીસ અધિક્ષક જિતેન્દ્ર જગદાલે અને અન્ય સહિત વરિષ્ઠ અધિકારીઓ તપાસના સંદર્ભમાં સ્થળ પર હાજર છે.