આપણી ગુજરાતી અટકોનો ઈતિહાસ જણાવતો સંદર્ભ ગ્રંથ

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ – પરીક્ષિત જોશી

નામ- ગુજરાતી અટકોનો ઈતિહાસ
લેખક- પ્રો. વિનોદિની નીલકંઠ
પ્રકાશક-ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
પ્રકાશન વર્ષ-૧૯૪૨
કુલ પાના- ૧૬૦
કિંમત- સવા રૂપિયો
-ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત થતી સંશોધન ગ્રંથમાળા અંતર્ગત ગુજરાતી અટકોનો ઈતિહાસ પુસ્તક પ્રગટ થયું હતું. ત્યારે સંસ્થાના કુલપતિ તરીકે ડો. આચાર્યશ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ હતા એવો ઉલ્લેખ પુસ્તકના પહેલા પાન્ો કરેલો છે. મૂળે ગુ.વ.સોસાયટી દ્વારા ગુજરાતી ભાષા દ્વારા અભ્યાસ અન્ો સંશોધનન્ો ખીલવવા જે પ્રવૃત્તિ આદરી હતી અન્ો કેટલાક વિદ્વાનોન્ો ગ્રંથો લખવાનું કામ સોંપ્યુ હતું.
૧૯૩૯ના માર્ચમાં મુંંબઈ સરકારે છએક પુસ્તકોના પ્રકાશનન્ો મંજૂરી આપી હતી એવું ગુ.વ.સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અન્ો સંશોધન વિભાગના અધ્યક્ષ રસિકલાલ છોટાલાલ પરીખે નોંધ્યું છે. આ છ પુસ્તકોમાં ભાષા સાહિત્યના ત્રણ, ઈતિહાસના બ્ો અન્ો સમાજશાસ્ત્રના એક ગ્રંથનો સમાવેશ થયો હતો. ભાષા સાહિત્યના ત્રણ ગ્રંથોમાં ગુજરાતી ભાષાનો ઈતિહાસ, એનો ઊગમ અન્ો ક્રમિક કક્ષાઓમાં વિકાસ, ગુજરાતી છંદશાસ્ત્રનો અધ્યયનાત્મક નિબંધ અન્ો જૂની ગુજરાતીના શિષ્ટ ગ્રંથોનું સંપાદન પુસ્તકો મંજૂર થયા હતા. તો ઈતિહાસ વિભાગમાં ઈતિહાસ-સાધન ગ્રંથો અન્ો ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ ઉપરાંત સમાજશાસ્ત્ર વિભાગમાં ગુજરાતની ભિન્ન ભિન્ન જાતિઓ ઉપર નિબંધ એ ગ્રંથ મંજૂર થયો હતો.
પ્રસ્તાવનામાં લેખિકા નોંધે છે એમ, ગુજરાતી અટકો વિશે સંશોધનનું કાર્ય જેટલું રસિક ત્ોટલું જ મુશ્કેલીભરેલું થઈ પડ્યું હતું. એનું મહત્ત્વનું કારણ એ કે, આ વિષયે ગુજરાતી ભાષામાં ઝાઝું લખાયું નથી. જોકે અમુક નાતજાતનાં પોતપોતાનાં વર્તુળ પ્ાૂરતાં અટકો વગ્ોરે માહિતાવાળા નાનાં પ્રકાશનો પ્રગટ થયેલાં છે ખરાં. એ અર્થમાં આ પ્રકાશન તો આ વિષયમાં માત્ર પ્રથમ ચંચુપાત જેવું જ છે.
સંશોધિકા-લેખિકાએ જેટલી શક્ય બની એટલી ગુજરાતી અટકો ભેગી કરી છે અન્ો છતાં એમના મત્ો, આ યાદી અપ્ાૂર્ણ છે એવું એ સભાનતાથી સ્વીકારે છે. અનુભવે ત્ોઓ એ પણ સ્વીકારે છે કે આ કાર્ય શરુ કર્યા પછી જ્યાં નજર ઠરી ત્યાં નવી નવી અટકો મળતી જ ગઈ. એ અર્થમાં ગુજરાતી અટકોની સંખ્યા લગભગ સીમારહિત છે એમ કહી શકાય.
આ સંશોધનમાં લેખિકાન્ો મુનિશ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી, રસિકલાલ પરીખ, ઝવેરચંદ મેઘાણી, સરોજિની મહેતા, વિદ્યાબહેન નીલકંઠ, ગટુભાઈ ધ્રુ, બચુભાઈ રાવત, બચુભાઈ ધ્રુવ અન્ો નિઝામુદ્દીન કુરેશી જેવા વિદ્વાનોનું માર્ગદર્શન અન્ો સહાય પ્રાપ્ત થયા છે.
૧૬૦ પાનાના ફલક પર વિસ્તરેલા આ એક વિશિષ્ટ વિષયનો ગ્રંથ કુલ ૧૬ પ્રકરણમાં વહેંચાયેલો છે. જેમાં પ્રસ્તાવના અન્ો પરિચય બાદ કરતાં ધંધાદારી અટકો, સ્થળ અથવા ગામનાં નામ પરથી પડેલી અટકો, જાણીતા પ્ાૂર્વજોના નામ પરથી પડેલી અટકો, કટાક્ષ કે મશ્કરીમાં પાડેલા ઉપનામો, ધાર્મિક ક્રિયાન્ો લગતી અટકો, જનાવર અથવા જીવજંતુ પરથી પડેલી અટકો, નાતજાતનાં નામ પરથી પડેલી અટકો, અંગ્રેજી અટકો, ગુજરાતી હિન્દુઓની મુસલમાની અટકો, રજપ્ાૂત અટકો, સ્ત્રીઓની અટકો, વિદ્યાર્થિનીઓની અટકો, અકળ અટકો, ગુજરાતી-મુસલમાની અટકો અન્ો પારસી અટકો જેવા વિશાળ પટ પર ફેલાયેલી વિવિધ અટકો વિશે માહિતી સમાવેલી છે.
ધંધાદારી અટકોમાં અધોવહિયા- ઢોર વેચનારા કે ગાડીઓ ભાડે ફેરવનારા, કરાણી-વહાણખાતાનો હિસાબી કારકૂન, કસોડિયા-સોનારુપાની પરખ કરનારા, કાટપીટિયા-લાકડાંના જથ્થાબંધ વેપારી, કાનોગા-કેદખાનાનો અમલદાર, કામદાર-કારભારી, ખારોડ-ક્ષારવાળી જમીનના માલિક જેવા અન્ોક ઉદાહરણો પુસ્તકમાં નોંધાયા છે. તો જાણીતા પ્ાૂર્વજો પરથી પડેલી અટકોમાં અખાણી, ઉદાણી, કીકાણી, આત્મારામ ભૂખણવાળા, કાશી પારેખ, જીકાર, નિમાવત, નીલકંઠ, રાયચુરા, શોધન, સારાભાઈ, હઠીસિંગ મુખ્ય છે.
ઉપનામોવાળી અટકોમાં અક્કડ, કટ્ટી, કડકિયા, કાકાબળિયા, ખખ્ખર, ડગલી, બકોર જેવા કટાક્ષ કે મશ્કરીમાં પડેલા ઉપનામો પરથી પડેલી અટકો તરીકે નોંધાયેલી છે. ધાર્મિક ક્રિયાન્ો લગતી અટકોમાં અધ્યારુ, અધ્વર્યુ, ઉપાધ્યાય, ગોર, ત્રિવેદી, પંડ્યા, પંડિત, ભટ્ટ, ભગત, યાજ્ઞિક, વેદ, વ્યાસ, શાસ્ત્રી ઈત્યાદિ મુખ્ય છે. તો જનાવર કે જીવજંતુ પરથી પડેલી અટકોમાં કીડી, મચ્છર, ઘોડા, મંકોડી, ચકલી, માંકડ, પોપટ, વાઘ, હાથી, બકરી ઈત્યાદિ મુખ્ય છે. મોટાભાગ્ો આવી વિશિષ્ટ અટકો નાગર જ્ઞાતિમાં હજુય જોવા મળે છે.
અંગ્રેજી-ગુજરાતી અટકોમાં એન્જીનિયર, એડવોકેટ, ક્લાર્ક, કોન્ટ્રાક્ટર, ડોક્ટર, બ્રોકર, બ્ોન્કર, મરચંટ, શ્રોફ ઈત્યાદિ મુખ્ય છે. તો ગુજરાતી-મુસલમાની અટકોમાં અલમૌલા, ઈનામદાર, કાજી, નવાબ, ફોજદાર, બક્ષી, બાદશાહ, મુનશી, મુનસીફ, વહોરા, સ્ાૂબ્ોદાર ઈત્યાદિ પ્રમુખ છે.
રજપ્ાૂત અટકોમાં ગરાસિયા, ગોહિલ, ચાવડા, ચૂડાસમા, ચોહાણ, જાદવ, જાડેજા, ઝાલા, ઠાકોર, ડાભી, દરબાર, પરમાર, યાદવ, રજપ્ાૂત, રાઠોડ, રાણા, રાવળ, વાઘેલા, સિસોદિયા, સોલંકી ઈત્યાદિ મુખ્ય છે.
કેટલીક ન સમજાય એવી અકળ અટકોમાં અલરેચા, કસ્ટિયા, કાયઠ, ખખ્ખર, ગણાત્રા, ગોરડિયા, ચવેલી, ચોવે, ડણાક, ઢેબર, દલવાડી, ધામી, નિમકસારી, પટકી, પઢિયાર, પાંધી, બુટાલા, મક્કા, રુપ્ોરા, વરિયા, વસા, સાણસા, સાંડેસરા, સગર, સાગર ઈત્યાદિ મુખ્ય છે.
પારસી અટકોમાં ધંધાદારી અટકો, સ્થળ કે ગામ આધારિત અટકો, કટાક્ષ-મશ્કરીમાં પડેલી અટકો, બાપદાદાના નામ પરથી પડેલી અટકો અન્ો અંગ્રેજી અટકો પ્રચલનમાં છે. જેમાં કાબરાજી, ગોભાઈ, જીજીભાઈ, દાદી શેઠ, દાદાભાઈ, એન્જીનિયર, કુપર, કેપ્ટન, ગાર્ડ, ડેપ્યુટી, ડ્યુક, માર્કર, માર્શલ, મિસ્ત્રી, શ્રોફ, સ્ોક્રેટરી, સ્પ્ોન્સર, આગા, કામા, કાંગા, ખબરદાર, ગબલા, ગોદરેજ, છીબર, ટંકારિયા, ડેબુ, તાતા, નવલખી, પરભુ, પીટીટ, ભમગરા, ભાભા, ભાયા, મસાણી, હીરામાણેક, વાણિયા, માદન, મીરઝા, પંથકી, પોચા ઈત્યાદિ મુખ્ય છે. એકદમ વણખેડ્યા વિષય પર પ્રાથમિક તો પ્રાથમિક પણ આટલી માહિતી એકત્રિત કરી, ગ્રંથસ્થ કરવા બદલ આપણે સૌ સંશોધક-લેખિકાના આભારી છીએ. અટકનો ઈતિહાસ વાંચવા, જાણવા અન્ો સમજવા આ ગ્રંથ ખરેખર એક ઉત્તમ સંદર્ભ ગ્રંથની ગરજ સારે એમ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.