એક કહેવત છે કે 'જાકો રાખે સૈયાં માર સકે ના કોઈ'. ઘણી વખત એવું બને છે કે આ કહેવત સાચી પડી જાય છે. આવું જ કંઈક શનિવારે કાનપુરના સેન્ટ્રલ સ્ટેશન પર જોવા મળ્યું હતું, જ્યારે ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે પડી ગયેલી મહિલાને જીઆરપી કોન્સ્ટેબલે આંખના પલકારામાં બચાવી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જે પછી લોકો સોશિયલ મીડિયા પર રિયલ લાઇફ હીરોની પ્રશંસા કરતા જોવા મળે છે.
કાનપુર સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી બાલામાઉ પેસેન્જર ટ્રેન દોડવા લાગી હતી, તે દરમિયાન અચાનક એક મહિલા મુસાફરે સામાન બહાર ફેંકેયો અને પોતે પણ બાળક સાથે કૂદી પડી હતી. પ્લેટફોર્મ પર પગ લપસતા તે પાટા તરફ પડવા લાગી હતી.
Train(ed) to rescue- Saluting the heroic act of HC Shailendra of #UPGRP who saved a woman from falling off the railway track with incredible agility at Kanpur central railway stn. Boarding or disembarking a moving train can be fatal & should be avoided at all cost. #HeroesOfUPP pic.twitter.com/IaHdZvvDli
— UP POLICE (@Uppolice) March 4, 2023
આ દરમિયાન નજીકમાં ઉભેલા જીઆરપી કોન્સ્ટેબલ શૈલેન્દ્રએ દોડીને મહિલાને પકડીને સુરક્ષિત બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટના સેન્ટ્રલ સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મહિલાને બચાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. યુપી પોલીસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી વીડિયો શેર કરતી વખતે, યુપી પોલીસે જીઆરપી કોન્સ્ટેબલ શૈલેન્દ્રની પણ પ્રશંસા કરી છે અને તેને એક વાસ્તવિક હીરો ગણાવ્યો છે.